રિફ્લેક્શન્સ સલૂન અમેરિકામાં #1 પ્રોફેશનલ હેર બ્રાન્ડ રેડકેનને ગુજરાતમાં ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર, સુરત ખાતે તેના નવા સ્થાનના ઉદ્ઘાટનની સાથે રજૂઆત કરી રોમાંચિત છે. પોતાના અભૂતપૂર્વ ઇનોવેશન્સ અને વિજ્ઞાન-આધારિત અભિગમ માટે પ્રખ્યાત, રેડકેન 10 લાખથી વધુ સ્ટાઇલિસ્ટ દ્વારા વિશ્વસનીય વૈભવી અને ઉચ્ચ-પ્રદર્શન સોલ્યુશન્સ લાવે છે. આ ભાગીદારી સુરતના સૌંદર્ય લેન્ડસ્કેપ માટે એક પરિવર્તનકારી ક્ષણનું પ્રતિક છે, જે ભારતમાં વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ્સને શોધનાર શહેરના યુવાન, સમૃદ્ધ ગ્રાહકોની માંગને પૂરી કરે છે.
રિફ્લેક્શન્સ સલૂનના સ્થાપક અમિત સરાફે લોન્ચ અંગે તેમનો ઉત્સાહ શેર કર્યો “અમારું નવું સ્થાન વાળની સંભાળ, માવજત, સ્કિનકેર, મેકઅપ અને બ્રાઇડલ કેર જેવી સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરીને વિશ્વસનીય રિફ્લેક્શન્સનું વચન પૂરું પાડે છે. સુરતમાં અમારું પ્રથમ સલૂન શરૂ કર્યું ત્યારથી, અમે ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે, જેણે અમને એક વિશિષ્ટ ગ્રાહક વર્ગ પૂરો પાડયો છે, હવે અમે રેડકેનને રજૂ કરીને એક પગલું આગળ વધી રહ્યા છે, જે સૌંદર્ય ઉદ્યોગમાં એક અગ્રણી તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરે છે.”
રિફ્લેક્શન્સ સલૂનના ક્રિએટિવ હેડ, અવની સરાફ એ સલૂનની કલાત્મક દિશા અને હેર કલર શ્રેષ્ઠતાના પ્રત્યે સમર્પણ પર પ્રકાશ પાડ્યો “રિફ્લેક્શન્સમાં, અમે યુવા, પ્રતિભાશાળી કલાકારોની એક ટીમ તૈયાર કરી છે જેમણે હેર કલરમાં વિશેષતા ધરાવતા એક કલાત્મક સલૂન તરીકે અમારું નામ પ્રસ્થાપિત કર્યું છે. રેડકેનની શરૂઆત સાથે, અમે અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ હેર ગ્લોસિંગ અને કલર ટેકનોલોજી લાવી રહ્યાં છીએ. તમે સંપૂર્ણ બદલાવ ઇચ્છા હોવ, કોઈ ઇવેન્ટની તૈયારી કરી રહ્યાં છો, કે પછી ફક્ત તમારી જાતને લાડ લડાવવા માંગતા હોવ, રીફ્લેક્શન્સ તમારા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે.”
રેડકેન સમગ્ર હેર કલર, દેખભાળ અને સ્ટાઇલના ક્ષેત્રમાં એક પ્રભાવશાળી પોર્ટફોલિયો ઓફર કરે છે, જેમાં દુનિયાનો #1 હેર ગ્લોસ, શેડ્સ EQ ગ્લોસ અને બોન્ડ રિપેરનો સર્વશ્રેષ્ઠ ચેમ્પિયન, એસિડિક બોન્ડિંગ કોન્સન્ટ્રેટનો સમાવેશ થાય છે.
શેડ્સ EQ ગ્લોસ એ એક મનપસંદ પ્રોડક્ટ છે, જે વાળના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા વિના વાળની ચમક વધારવાનું અને રંગની તાજા કરવાની ક્ષમતા માટે દુનિયાભરમાં પસંદ કરાય છે. તે ખૂબ પૌષ્ટિક છે – આ એક એવો હેર કલર છે કે જે વિચારે છે કે તે કન્ડિશનર છે!
રેડકેન્સ એસિડિક બોન્ડિંગ કોન્સેન્ટ્રેટ એક ક્રાંતિકારી સારવાર છે જે એસિડિક પીએચ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે જે નબળા વાળના બંધનને મજબૂત કરીને વાળની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતાને પુનઃસ્થાપિત કરે છે. તમામ પ્રકારના વાળ માટે ડિઝાઇન કરાયેલ આ હેરકેર સિસ્ટમ માત્ર એક જ ઉપયોગથી દેખીતી રીતે તંદુરસ્ત, મજબૂત અને મુલાયમ વાળ પ્રદાન કરે છે.
રેડકેન સ્ટાઈલિસ્ટ અને ક્લાયન્ટને પરિવર્તનકારી પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે અને આ બધું અદ્યતન વિજ્ઞાન અને વાળના સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સમર્થિત છે.