વિશ્વ મેલેરિયા દિવસ 2025 ખાતે મેલેરિયા સામેની લડાઈમાં સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા માટે ‘મેલેરિયા એન્ડ વિથ અસ- રિઇન્વેસ્ટ. રઈમેજીન. રિઇગ્નાઈટ’ નો વિચાર ફરીથી મજબૂત કર્યું
ગુજરાત, ભાવનગર ૩૦ એપ્રિલ ૨૦૨૫: વિશ્વ મેલેરિયા દિવસ 2025 નિમિત્તે, અગ્રણી વૈશ્વિક ગ્રાહક આરોગ્ય અને સ્વચ્છતા કંપની, રેકિટે, ગુજરાત સરકાર અને જિલ્લા આરોગ્ય વિભાગ, ભાવનગરના સમર્થન સાથે, તેના ‘નવી માતાઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ કાર્યક્રમ દ્વારા, મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગો સામે લડવાની તેની પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટિ કરી. આ વર્ષના વિશ્વ મેલેરિયા દિવસની થીમ, “મેલેરિયા એન્ડ વિથ અસ- રિઇન્વેસ્ટ. રઈમેજીન. રિઇગ્નાઈટ.” પર પ્રકાશ પાડતું આ સૌથી પહેલું પબ્લિક ઈન્સ્ટોલેશન હતું. આ ઈન્સ્ટોલેશન પરિવર્તનકારી સર્જન, વિશ્વની પ્રથમ નવીન રોલિંગ પેઇન્ટિંગ માટે પ્રખ્યાત એવા ભારતીય શિલ્પકાર ડૉ. બિભૂતિ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
“મેલેરિયા એન્ડ વિથ અસ- રિઇન્વેસ્ટ. રઈમેજીન. રિઇગ્નાઈટ.” થીમ પર આ પબ્લિક ઈન્સ્ટોલેશન મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય વાહકરજન્ય રોગોના નિવારણ માટે પગલાં લેવાની યાદ અપાવે છે. આબોહવા પરિવર્તનના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, આ ઈન્સ્ટોલેશન 100% રિસાયકલ કરેલી અને રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના લોકોને જાગૃતિ લાવનાર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે રોકાણ કરવા અને રાષ્ટ્રના હેતુ સાથે સુસંગત, 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત કરવા માટે એક ચળવળને પુનર્જીવિત કરવાનો છે. રેકિટ હેઠળ બ્રાન્ડ મોર્ટેન દ્વારા સમર્થિત, આ શિલ્પ 1957 થી મોર્ટેનનો ચહેરો, લૂઇ ધ મોસ્કિટો દ્વારા પ્રેરિત છે.
એમએસ રોડ્સ અને સ્ક્રેપ મેટલમાંથી બનાવેલ, આ શિલ્પમાં ત્રણ મોટા મચ્છર, મચ્છર ભગાડવા માટેના કુદરતી ઉપચાર, સિટ્રોનેલા ઘાસ અને મેરીગોલ્ડ ફૂલોથી શણગારેલા થાંભલાઓ પર બેઠેલા જોવા મળે છે. ડિઝાઇનનું મુખ્ય તત્વ છે ગતિશીલ લાઇટિંગ, જે મેલેરિયાની સ્થાનિક સ્થિતિના આધારે બદલાય છે: લીલો રંગ ઓછો જોખમ સૂચવે છે, નારંગી રંગ ચેતવણીઓનો સંકેત આપે છે, અને લાલ રંગ ગંભીર જોખમની ચેતવણી આપે છે. મેલેરિયા પ્રત્યે જાગૃતિ એ મેલેરિયાનું નિવારણ હોવાથી એક સંકલિત LED સ્ક્રીન મેલેરિયા માટે “જાણો, કાર્ય કરો અને નિયંત્રણ કરો” પર સતત મુખ્ય સંદેશાઓ પ્રદર્શિત કરે છે આ સુવિધા સ્પષ્ટ માહિતી પ્રદાન કરે છે અને મેલેરિયાના નિવારણ અને નિયંત્રણમાં જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.
આ શિલ્પ ભારતમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે સ્થાપિત થયેલ છે. આ સ્થાપન, વૈશ્વિક જળ સંકટને ઉજાગર કરવા માટે ન્યુ યોર્ક શહેરમાં “ધ વોટર ટેન્ક પ્રોજેક્ટ” અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે પોર્ટુગલમાં “ધ અમ્બ્રેલા પ્રોજેક્ટ” જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે સ્થાપિત વિવિધ આર્ટ ઇન્સ્ટોલેશમાંથી પ્રેરિત છે.
પ્લાન ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને જિલ્લા આરોગ્ય વિભાગ સાથે ભાગીદારીમાં અમલમાં મુકવામાં આવેલ આ પહેલ સમુદાયોને જ્ઞાનથી સશક્ત બનાવવા અને ડેંગ્યુ અને મેલેરિયા જેવા વાહક-જન્ય રોગોને રોકવા માટે સક્રિય પગલાંને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. આ સમારોહમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મેયર શ્રી ભરતભાઈ બારડ; ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, IAS, મ્યુનિસિપલ કમિશનર, BMC, ભાવનગર; શ્રી રાજુભાઈ રાબડિયા, ચેરમેન, સ્થાયી સમિતિ, BMC, ભાવનગર; ડૉ. ચંદ્રમણિ કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર; ડૉ. ચિન્મય શાહ, તબીબી અધિક્ષક (જિલ્લા સરકારી હોસ્પિટલ) અને પ્રખ્યાત કલાકાર ડૉ. બિભૂતિ અધિકારીએ હાજરી આપી હતી.
વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024 મુજબ, 2023 માં મેલેરિયાના 20 લાખ કેસ સાથે મેલેરિયા ભારતમાં એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય પડકાર છે. વિશ્વ મેલેરિયા દિવસ નિવારણ, સમુદાયોને સશક્ત બનાવવા અને આપણી આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાતની યાદ અપાવે છે. નવી અનાવરણ કરાયેલ 18 ફૂટ ઊંચી મચ્છરની પ્રતિમા આશા અને કાર્યના આકર્ષક પ્રતીક તરીકે ઉભી છે.
ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, “વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે, મને રેકિટ અને પ્લાન ઇન્ડિયાની સાથે મળીને સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે આકર્ષક મચ્છરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરીને મને આનંદ થઇ રહ્યો છે. આ પ્રભાવશાળી શિલ્પ જાહેર આરોગ્ય જાગૃતિની જરૂરિયાત માટે એક મહત્વપૂર્ણ રિમાઇન્ડર છે. હું ‘નવી માતાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ પહેલના પ્રયાસો અને આ હેતુ પ્રત્યેના સમર્પણ બદલ સામેલ તમામ ટીમોની પ્રશંસા કરું છું.”
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), ભાવનગરની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે, “વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે, ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના માનનીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ભાવનગર નગર પાલિકા તરફથી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ખાતે મચ્છરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. ભાવનગર નગર પાલિકા વતી, હું રેકિટ અને પ્લાન ઇન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલી પ્રતિમાના સ્થાપન બદલ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન પાઠવું છું. સમારોહ દરમિયાન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી ભરતભાઈ બારડ, શ્રીમતી નિમુબેન બાંભણિયાની ટીમ, પ્લાન ઇન્ડિયા ટીમ અને અમે બધા હાજર રહ્યા હતા. આ પ્રતિમા માત્ર હોસ્પિટલની સુંદરતામાં જ નહીં પરંતુ જનજાગૃતિ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રશંસનીય પહેલમાં સામેલ સમગ્ર ટીમને મારા તરફથી અભિનંદન અને શુભકામનાઓ.”
રેકિટ, દક્ષિણ એશિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ જૈને જણાવ્યું હતું કે, “રેકિટ ખાતે, અમે દ્રઢપણે માનીએ છીએ કે પરિવર્તન સાધારણ લોકોને સશક્ત બનાવવાથી શરૂ થાય છે. અમારા ‘નવી માતાઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ કાર્યક્રમ દ્વારા, અમે પરિવારોને મેલેરિયાથી સુરક્ષિત રહેવા માટે યોગ્ય જ્ઞાન અને સાધનો પુરા પાડવા માટે નવીનતા અને લોકો દ્વારા લેવામાં આવતા પગલાંઓને એક સાથે લાવી રહ્યા છીએ. આ વર્ષના વિશ્વ મેલેરિયા દિવસની થીમ, ‘મેલેરિયા એન્ડ વિથ અસ- રિઇન્વેસ્ટ. રઈમેજીન. રિઇગ્નાઈટ.’ સાથે સંરેખિત, અમારા પ્રયાસો નિવારણ, શિક્ષણ અને સહયોગ પર કેન્દ્રિત છે. આ મિશનમાં ગુજરાત સરકારના સમર્થન માટે અમે તેમના આભારી છીએ. આજે આપણે જે દરેક પગલું લઈએ છીએ તે સ્વસ્થ, પડકારોનો સામો કરવા માટે સશક્ત ભારતનો પાયો મજબૂત બનાવે છે – અને 2047 સુધીમાં આપણને વિકસિત ભારતના લક્ષ્યની નજીક લાવે છે.”
આ પહેલ સાધારણ લોકોને શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન WHO ના વૈશ્વિક સ્તરે મેલેરિયાની નાબૂદી માટેના પ્રયાસોને સમર્થન આપે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય વિભાગો સાથે ભાગીદારી કરીને પરીક્ષણ અને દેખરેખને વેગ આપવાની સાથે કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ (CHWs) દ્વારા મેલેરિયાના લક્ષણો અને નિવારણ પર આરોગ્ય શિક્ષણનો સમાવેશ થાય છે. “મેલેરિયા સુરક્ષા ચક્ર” અને કસ્ટમ-ડિઝાઇન કરેલ સ્કૂલ કીટ જેવા નવીન સાધનોનો ઉપયોગ કરીને, આ અભિયાનમાં મચ્છરજન્ય બીમારીઓને રોકવામાં બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન (BCC) ની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રેકિટ દ્વારા આ સ્થાપના જાહેર આરોગ્ય અને જાહેર કલાના અદભુત મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે, જે જાહેર સ્થળોને શિક્ષણ, જોડાણ અને નવીનતાના કેન્દ્રમાં રૂપાંતરિત કરે છે. તે ફક્ત કલાકૃતિ તરીકે જ નહીં, પરંતુ આશાની કિરણ તરીકે પણ ઉભું છે – જે સર્જનાત્મક આરોગ્ય પદ્ધતિઓમાં ભાવનગરના નેતૃત્વને પ્રોત્સાહન આપે છે અને ભારત અને વિશ્વભરમાં સમાન પ્રયાસોને પ્રેરણા આપે છે.