નવી દિલ્હી 21 જાન્યુઆરી 2025: વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજીન કંપની રેકિટે ગુજરાતમાં ગામોમાં આરોગ્ય સુધારણા માટે “સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ” કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, ભાવનગર જિલ્લાના પાલીતાણા બ્લોકમાં આવેલા નાની રાજસ્થલી ગામમાં નવા પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC)ખાતે ORS અને ઝીંક કોર્નર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી જ્યાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના લક્ષ્યોને હાંસલ કરવા માટે મદદ મળે છે સાથે રેકિટની ડાયરીયાથી થતા મોતો ઘટાડવા તેમજ સ્વસ્થ સમાજ વિકસાવવાની પ્રતિબદ્ધતાનો પણ સંગમ થાય છે.
બાળકોમાં ડાયરીયા હજી પણ મૃત્યુનું મુખ્ય કારણ છે જોકે, યોગ્ય પગલા લેવાથી તે અટકાવી શકાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં જાણકારી બહાર આવી કે ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના 8% બાળકોને સર્વે પહેલા બે અઠવાડિયામાં ડાયરીયા થયો હતો. પરિવારને ORSની પૂરતી જાણકારી (93%) હોવા છતાં, માત્ર 67% બાળકોને ORS મળ્યું અને માત્ર 35% બાળકોને ઝીંક પૂરું પાડવામાં આવ્યું. આશ્ચર્યજનક રીતે, 14% બાળકોને કોઈ સારવાર મળી ન હતી. રેકિટની આ પહેલ દ્વારા એકબાજુ આ ખોટને પૂરી કરવા માટે ORS અને ઝીંક ઉપલબ્ધ થાય છે તો બીજી બાજુ સમાજ આધારિત આરોગ્ય સુધારણા દ્વારા વંચિત સમુદાયોને સમયસર સારવાર આપી ડાયરિયાથી મોતોમાં ઘટાડો કરાય છે.
ડેટોલ લાંબા સમયથી હાથ ધોવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સતત કામ કરે છે. ‘સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ’ કાર્યક્રમ દ્વારા હવે ડેટોલ જુદી જુદી અસરકારક રીતો દ્વારા હાઇજીનના શિક્ષણ પર ભાર આપે છે. આ કાર્યકમ હેઠળ બાળકો અને તેમની સંભાળ રાખનારાઓને 20 સેકન્ડ માટે હાથ ધોવાના મહત્વ અંગે શીખવવામાં આવે છે. આ કાર્યક્રમ Dettol-ની આગેવાની હેઠળના હાઇજીન કોર્નરો મારફતે આખા રાજ્યમાં ORS અને ઝીંકની ઉપલબ્ધતા વધારવા માટે પણ કાર્યરત છે. આ કાર્યક્રમનો પ્રયત્ન એ પણ છે કે લોકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ લાવવા સાથે તેમના વર્તનમાં ફેરફાર કરે જેનાથી રોગો ઓછા થાય. આ ઉપરાંત બાળકોનું આરોગ્ય સુધારવા સાથે તેઓ વધુમાં વધુ સમય શાળામાં ગાળે. આ બધા પ્રયત્નો મળી બાળકોમાં બીમાર થવાની ચેઇન ને તોડે છે અને તેમના મજબૂત ભવિષ્યનો પાયો નાંખે છે.
નાની રાજસ્થલી PHC ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના માનનીય સાંસદ શ્રીમતી નીમૂબેન જયંતિભાઈ બાભંણિયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ધારાસભ્યો શ્રી ભીખાભાઈ ભરતભાઈ ઝાલોદરા અને શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા (MLA), ભાવનગર જીલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી રૈયાબેન મુલજીભાઈ માયાણી, પાલીતાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિતના ગુજરાત અને ભાવનગર જિલ્લાના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં ડૉ. કે.એમ. સોલંકી (RCHO), શ્રી અમિતભાઈ રાજ્યગુરૂ (જીલ્લા IEC અધિકારી), ડૉ. દિપક મકવાણા (THO, પાલીતાણા) વિગેરેના સમાવેશ થાય છે.
આ પ્રસંગે માનનીય શ્રીમતી નીમૂબેન જયંતિભાઈ બાંભણિયાએ “સેલ્ફ-કેર” કાર્યક્રમની પ્રશંસા કરીને આ અભિયાનને વધુને વધુ ફેલાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે આવા વધુ પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકીને કોમ્યુનિટી હેલ્થકેર માટે ડાયરીયા કિટના મહત્ત્વ અંગે વાત કરી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત SOA, Reckittના ડિરેક્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ એન્ડ પાર્ટનરશિપ્સ, રવિ ભટનાગરે જણાવ્યું, “રેકિટમાં, અમે હેલ્થકેર સિસ્ટમ્સમાં મોટા ફેરફારો લાવવા માટે કટિબદ્ધ છીએ. ખાસ કરીને બાળ આરોગ્યને વધુ મહત્ત્વ આપીએ છીએ. ORS અને ઝીંક કોર્નર શરૂ કરવા એ આ પ્રતિબદ્ધતાનો ભાગ છે. અમે નવી માતાઓની આરોગ્ય સંભાળ માટે જરૂરી સાધનો અને જ્ઞાન આપવા આ શરૂ કર્યું છે. ડાયરીયા હજી પણ ગ્રામીણ ભારત માટે એક મોટો પડકાર છે. ડેટોલને સ્વચ્છતાના એક સાથી તરીકે જોડીને અમે લોકોના આરોગ્યની સુધારણા માટે પ્રયત્નશીલ છીએ. ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા બદલ અમને ગર્વ છે. અમે સાથે મળીને પડકારોને તકોમાં ફેરવી લાંબાગાળાના ફેરફારો લાવી શકીશું, તેવો વિશ્વાસ છે. ”
ORS અને ઝીંક કોર્નર બાળકોના આરોગ્ય સુધારણા માટે આવશ્યક સહાય પૂરી પાડે છે. હાઇજીન શિક્ષણ સાથે ORS અને ઝીંકની ઉપલબ્ધતાને જોડવાથી હેલ્થકેર વર્કર્સને બાળકોમાં સંક્રમણને અટકાવવા સાથે તેમને વારંવાર બીમાર થવાથી અટકાવવા અને તેમને સક્ષમ બનાવવામાં મદદ મળે છે. રેકીટના હાઇજીન કોર્નરો ગંભીર કેસોમાં શાળાએ જતા બાળકોને ઝડપથી સારવાર આપીને વારંવાર ડાયરિયાને લીધે થતા લાંબા ગાળાના નુક્સાનથી બચાવે છે.
આ કાર્યક્રમના ભાગરૂપે SAANS (Social Awareness and Action to Neutralize Pneumonia Successfully) અભિયાન અંતર્ગત ન્યુમોનિયા જાગૃતિ પતંગો પણ લોન્ચ કરવામાં આવી. આ પતંગો દ્વારા રસપ્રદ રીતે અને નવીન અભિગમ દ્વારા આરોગ્ય કર્મચારીઓ અને સમાજના લોકો સુધી ન્યુમોનિયા નિવારણ સંદેશો મોકલવામાં આવ્યા. આ પ્રકારની જાગૃતિ ફેલાવવાની પહેલના ઘણા વખાણ થયા.
આરોગ્યની જાગૃતિ અને જાળવણી માટે નવા અભિગમ સાથે સમગ્રપણે , ‘સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ’ કાર્યક્રમ ડાયરીયા અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગો સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે મળીને, આ કાર્યક્રમ માતાઓ અને બાળકો માટે આરોગ્યપ્રદ ભવિષ્ય રચવા માટે કાર્યરત છે. આ પ્રોગ્રામના અસરકારક પગલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુનિયાભરના ગામડાઓમાં સમયસર સારવાર મળી રહે તે માટે સૂચવેલા પગલાઓ સાથે સુસંગત પણ છે.