એએસસીઆઈના અર્ધવાર્ષિક ફરિયાદ અહેવાલ 2024-25માં રિયલ એસ્ટેટ અને ઓફફશોર બેટિંગ એડ્સનું વર્ચસ

0
17
  • મુખ્ય સરકારી ભાગીદારીઓ પ્રભાવ પાડે છે.
  • સરેરાશ ફરિયાદ સમાધાન સમય 30 પરથી 18 દિવસ પર નીચે આવ્યો.
  • પૂર્વસક્રિય દેખરેખથી 90 ટકા કેસની પ્રક્રિયા કરાઈ.
  • એએસસીઆઈ 4016 ફરિયાદોની સમીક્ષા કરે છે, 3031ની જાહેરાતોની તપાસ.
  • 53 ટકા જાહેરાતો વિરુદ્ધ ફરિયાદ નહીં હોવા છતાં જાહેરાતદારો દ્વારા વિરોધ કર્યા વિના પાછી ખેંચાઈ.

મુંબઈ 26 નવેમ્બર 2024: ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) દ્વારા તેનો અર્ધવાર્ષિક ફરિયાદ અહેવાલ 2024-25 જારી કરાયો, જે રિયલ એસ્ટેટ અને ઓફફશોર બેટિંગ ક્ષેત્રોમાં ગેરમાર્ગે દોરતી અને અનધિકૃત જાહેરાતોની નોંધપાત્ર હાજરી ઉજાગર કરે છે.

એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે એએસસીઆઈએ 4016 ફરિયાદોની સમીક્ષા કરી હતી અને 3031 જાહેરાતોની તપાસ કરી હતી. આ સમીક્ષા કરેલી 98 ટકા જાહેરાતોમાં અમુક સુધારણા જરૂરી હતી. એએસસીઆઈ દ્વારા ડિજિટલ મંચો પર સતત નજર રાખવામાં આવતાં કુલ 2830 જાહેરાતો પ્રક્રિયા કરાઈ હતી, જે હાથ ધરાયેલી કુલ જાહેરાતોના 93 ટકા છે.

સમીક્ષા કરાયેલી જાહેરાતમાંથી 2087 જાહેરાતો કાયદાનું ઉલ્લંખન કરતી હતી. આમાંથી 1027 જાહેરાતો વિશે એએસસીઆઈ અને મહારેરા વચ્ચે સમજૂતી કરાર હેઠળ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા)ને જાણ કરાઈ હતી. અનધિકૃત સટ્ટાબાજી (બેટિંગ)ને પ્રમોટ કરતી 890 જાહેરાતોની માહિતી અને પ્રસારણ (એમઆઈબી) મંત્રાલયને જાણ કરાઈ હતી, જ્યારે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (ડીએમઆર) ધારાનું ઉલ્લંઘન કરતી 56 જાહેરાતોની જાણકારી આયુષ મંત્રાલયને અપાઈ હતી, જ્યારે શરાબને પ્રત્યક્ષ પ્રમોટ કરતી 10 જાહેરાતો અને ડીપફેક્સ સંબંધી ચાર અન્ય જાહેરાતોની જાણકારી એમઆઈબીને આપવામાં આવી હતી.

વિધિસર રીતે સમીક્ષા કરવામાં આવેલી બાકી 944 કેસમાંથી 53 જાહેરાતો વિશે એએસસીઆઈ પાસેથી ફરિયાદની જાણકારી પ્રાપ્ત થયા પછી જાહેરાતદારોએ વિરોધ કર્યો નહોતો.

સંહિતાનું સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ટોચની પાંચ શ્રેણીમાં રિયાલ્ટી (34 ટકા), અનધિકૃત સટ્ટો (29 ટકા), હેલ્થકેર (8 ટકા), પર્સનલ કેર (7 ટકા) અને ફૂડ તથા બેવરેજ (6 ટકા)નો સમાવેશ થતો હતો.

અહેવાલની મુખ્ય રૂપરેખાઃ

  • રિયલ એસ્ટેટ સૌથી વધુ ઉલ્લંઘન કરનારું ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું, જે પ્રમાણ સમીક્ષા કરાયેલી કેસના 34 ટકા હતું.
    • 2115 રિયલ એસ્ટેટની જાહેરાતની સમીક્ષા કરાઈ હતી, જેમાં મહારેરા ધારાના સંભવિત ઉલ્લંઘન માટે 1027ની પ્રક્રિયા કરાઈ હતી.
    • પ્રક્રિયા કરાયેલી 99 ટકા જાહેરાતોએ મહારેરા ધારાનું ઉલ્લંઘન કર્યું હતું. અગાઉના મિડિયાના અહેવાલો અનુસાર મહારેરા દ્વારા એએસસીઆઈ દ્વારા ઓળખવામાં આવેલી જાહેરાતોને ધ્યાનમાં લેતાં કુલ રૂ. 88.9 લાખની પેનલ્ટી સાથે 628 ડેવલપરોને દંડ કર્યો હતો.
    • મહારેરા સાથે એએસસીઆઈની ભાગીદારીએ રિયલ એસ્ટેટની જાહેરાતો પર પ્રભાવ નિર્માણ કર્યો હતો, જે સ્વ-નિયમન અને નિયામકના સંયુક્ત પ્રયાસોની અસરકારકતા દર્શાવે છે.
  • દરિયાપારમાં અનધિકૃત સટ્ટાને પ્રમોટ કરતી જાહેરાતો મુખ્ય ચિંતા બની રહી છે, જેનું પ્રમાણ પ્રક્રિયા કરાયેલી જાહેરાતોમાં 29 ટકા હતું.
  • ફેન પેજીસ, ટિકર્સ અને ઈન્ફ્લુએન્સર્સ જેવી ડિજિટલ સ્પેસીસનો દુરુપયોગ કરતાં અનધિકૃત ઓફફશોર બેટિંગ મંચોને પ્રમોટ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઈબી)ને 890 જાહેરાતોની ફરિયાદ કરાઈ હતી. નિયામકની મધ્યસ્થીથી મંચો દ્વારા અનેક પેજીસને ઉતારવામાં આવ્યાં હતાં, જે ફરી એક વાર સ્વ- નિયામક અને સરકારી નિયામકો વચ્ચે અસરકારક સમન્વય આલેખિત કરે છે.
  • અનધિકૃત સટ્ટા માટે ફરિયાદ કરાયેલી 890 જાહેરાતમાંથી 831 ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાઈ હતી, જે યુઝર્સને ઓફફશોર બેટિંગ મંચો તરફ દોરતા ફેન અને કમ્યુનિટી પેજીસ પર પ્રદર્શિત ટિકર્સ અને ટેગ્સના સ્વરૂપમાં હતી. ઉપરાંત એએસસીઆઈએ અનધિકૃત બેટિંગ એપ્સ અને મંચોને પ્રમોટ કરતા 50 વેબસાઈટ્સ /સોશિયલ મિડિયા પેજીસ અને 9 ઈન્ફ્લુએન્સર પોસ્ટ્સ ઓળખી હતી.
  • ગ્રીનવોશિંગ દાવો કરતી જાહેરાતો:
    • કુલ 100 જાહેરાતોની સમીક્ષા કરાઈ હતી, જેમાંથી 99 ટકા એએસસીઆઈની પૂર્વસક્રિય દેખરેખ થકી ઓળખી કાઢવામાં આવી હતી. દરેક જાહેરાતમાં ગેરમાર્ગે દોરતા ગ્રીન દાવાઓને લીધે સુધારણા આવશ્યક હતી.
    • 28 કિસ્સા એએસસીઆઈ સંહિતાનું પાલન નહીં કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સોંપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આવી જાહેરાતો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી દ્વારા જારી તાજેતરના માર્ગદર્શિકાઓનું સંભવિત ઉલ્લંઘન કરતી હતી.
  • હવે વધુ ને વધુ જાહેરાતદારો વિરોધ કર્યા વિના ફરિયાદનો સ્વૈચ્છિત રીતે ઉકેલ લાવવા માગતા હોવાથી એએસસીઆઈન  સરેરાશ ટર્નઅરાઉન્ડ સમય 30 દિવસ પરથી 18 દિવસ પર નીચે આવ્યો છે. આથી સુધારિત કાર્યક્ષમતા અને ગતિ પ્રેરિત થઈને એએસસીઆઈએ વધુ ઉલ્લંઘન કરનાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

એએસસીઆઈના સીઈઓ મનીષા કપૂરે જણાવ્યું હતું કે, “સટ્ટો અને રિયાલ્ટી જેવાં ક્ષેત્રોમાં સરકારી નિયામકો સાથે ભાગીદારીમાં અમારા કામથી સારો પ્રભાવ પડ્યો છે. હજુ લાંબી મજલ મારવાની છે ત્યારે આવી ભાગીદારીઓથી બહેતર રીતે નજર રાખવા માટે ભાર અપાશે. ગ્રીનવોશિંગ વધુ એક એવું ક્ષેત્ર છે, જ્યાં અમે 2024માં આસાન માર્ગદર્શિકા જારી કરી હતી, કારણ કે અમારે માટે તે મુખ્ય એકાગ્રતાનું ક્ષેત્ર રહેશે. ફરિયાદ વ્યવસ્થાપન માટે અમારા ટર્ન-અરાઉન્ડ સમયમાં ઘટાડામાં સતત પ્રગતિને લીધે એએસસીઆઈનો ઘેરો અનુભવ અને ટેક આધારિત પ્રયાસો ઉત્ક્રાંતિ પામીને ભારતના ગ્રાહકોને બહેતર રક્ષણ પૂરું પાડી રહ્યા છીએ.”

જાહેરાતદાતાઓ માટે આ તારણો અભિમુખતા અને પારદર્શકતાને અગ્રતા આપવા કૃતિ કરવા હાકલનું કામ કરે છે. ગ્રાહકો માટે આ અહેવાલ વાંધાજનક જાહેરાતો સામે લડવા વિશ્વસનીય યંત્રણા પૂરી પાડવામાં એએસસીઆઈની ભૂમિકા અધોરેખિત કરે છે.

આખો અહેવાલ અહીં વાંચો
Click Here to Read the Full Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here