રેન્જ રોવર કસ્ટમ મેડ ઇન ઇન્ડિયા: રેન્જ રોવર હાઉસમાં ક્યુરેટેડ લક્ઝરી

0
11
  • રેન્જ રોવર હાઉસે ભારતમાં પ્રથમ વખત કોંકણ કિનારે અલીબાગમાં એક વિશિષ્ટ લક્ઝરી સેટિંગમાં પોતાના દ્વારા ખોલ્યા
  • રેન્જ રોવર હાઉસ ઈન્ડિયામાં પ્રથમ વાર સ્થાનિય સ્તર પર નિર્મિત કેટલીક આધુનિક અને અત્યાધુનિક લક્ઝરી એસયુવી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટની શરૂઆત થઇ રહી છે, જે હવે પ્રથમ વાર વિશેષ રૂપથી ભારતીય બજાર માટે જ ભારતમાં પ્રોડ્યૂસ કરવામાં આવશે.
  • સોલિહુલ, યુકે, ‘રેન્જ રોવરનું વૈશ્વિક ઘર’ રહ્યું છે, જે આગામી રેન્જ રોવર ઇલેક્ટ્રિક સહિત વિશ્વભરના 121 જેટલા બજારોમાં તેના વૈશ્વિક સ્તરે નિકાસ કરાયેલ રેન્જરોવર અને રેન્જ રોવર સ્પોર્ટ વાહનોનું ઉત્પાદન કરે છે.
  • લેટેસ્ટ રેન્જ રોવર અને રેન્જરોવર સ્પોર્ટ મોડલ્સ આકર્ષક આધુનિક તાપીઅરલેસ રિફાઇનમેન્ટ અને કાર ટેક્નોલોજીમાં નવીનતમ કાર ટેકનોલોજી સાથે બેજોડ ક્ષમતાને જોડે છે, જેમાં સોફ્ટવેર ઓવર એર, વૉઇસ કંટ્રોલ અને સિંગલ સિમ્પલીફાય ડિજિટલ ઇન્ટર ફેસનો સમાવેશ થાય છે.

મુંબઈ, ભારત – 24મી મે 2024: રેન્જ રોવર હાઉસ એક વિશેષ આધુનિક લક્ઝરી અનુભવની સાથે ભારતમાં આવ્યું છે, જેને રિજનના સમજદાર અને સમૃદ્ધ ગ્રાહકોની રુચિઓ અને ઇચ્છાઓને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. રેન્જ રોવર હાઉસ ઈન્ડિયાના લક્ઝરી કોસ્ટલ ટાઉન એવા અલીબાગમાં તેની શરૂઆત કરશે, જેમાં કેટલાક પ્રથમ રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ વાહનોનું પ્રદર્શન કરવામાં આવે છે, જેનું ઉત્પાદન હવે ફક્ત ભારતીય બજાર માટે ભારતમાં કરવામાં આવશે.

ભારતમાં રેન્જ રોવર્સ માટે  ગ્રાહકોની અત્યંત વધતી માંગની સાથે શાનદાર રેન્જ રોવર અને ગતિશીલ,આધુનિક પ્રદર્શનવાળી એસયુવી બંને શાનદારરૂપથી  નિયુક્ત રેન્જ રોવર્સ રેન્જ રોવર સ્પોર્ટનું પ્રથમવાર સ્થાનિક રીતે ભારતના પુણેમાં સ્થાનિય રૂપથી મેન્યુફેક્ચરિંગ  કરવામાં આવશે. આ પહેલથી ભારતમાં ગ્રાહકોને રેન્જ રોવર્સ પિનેકલ વ્હિકલ માટે ઓછા વેટિંગ સમયનો લાભ મળશે, જેનાથી  JLRની આધુનિક લક્ઝરી ક્લાયન્ટ જર્ની ઓફર કરવાની ક્ષમતાનો વિસ્તાર થશે.

ભારત સ્થાનિક સ્તર પર રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું મેન્યુફેક્ચર કરનાર પ્રથમ  દેશ હશે, જે રેન્જ રોવર વેલાર,રેન્જ રોવર ઇવોક, જગુઆર એફ પેસીઈ અને ડિસ્કવરી સ્પોર્ટમાં જોડાશે જેનું અગાઉથી જ પુણેમાં જેએલઆરની ફેસિલિટીમાં સ્થાનિક રીતે  મેન્યુફેક્ચરિંગ થાય  છે. ભારતીય બજાર માટે વધારાનું મેન્યુફેક્ચર  રેન્જ રોવરના ગ્લોબલ પ્રોડક્શનને પૂરક બનાવશે, જે સોલિહુલ, યુકેમાં રહે છે અને  1970થી રેન્જ રોવરનું  મેન્યુફેક્ચરિંગ હોમ રહ્યું છે. સોલિહુલ રેન્જ રોવરના આગામી સંપૂર્ણ-ઇલેક્ટ્રિક મોડલની સાથે સાથે એસવી વ્હિકલનું હાઉસ  પણ રહેશે.

JLRના ચીફ કોમર્શિયલ ઓફિસર લેનાર્ડ હૂર્નિકે જણાવ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સ્થિર અને અદભૂત આર્થિક વિકાસ જોયો છે અને નજીકના ભવિષ્યમાં પણ  સતત વિકાસ કરવા માટે તૈયાર છે. આ વિકાસને  કારણે સમજદાર ભારતીય ગ્રાહકો માટે પ્રોડક્ટ ઑફરિંગને સ્થાનિક બનાવવાની જબરદસ્ત તકો મળી છે. ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું સ્થાનિક ઉત્પાદન એ દેશમાં સૌથી વધુ ઇચ્છનીય આધુનિક લક્ઝરી SUV ફેમિલી તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા બ્રાન્ડ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.”

જ્યારે રેન્જ રોવર હવે આ માર્કેટમાં ગ્રાહકો માટે ‘મેડ ઈન ઈન્ડિયા’ હશે. તેની અનુકરણીય બ્રિટિશ ડિઝાઈન વિશિષ્ટ બની રહેશે અને રેન્જ રોવર બ્રાન્ડનો સમાનાર્થી એવા એસ્થેટિક  ગ્રેસ અને ટેકનોલોજીકલ સોફિસ્ટિકેશનને વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખશે.”

રેન્જ રોવરના મેનેજિંગ ડિરેક્ટર ગેરાલ્ડિન ઇંગહામે જણાવ્યું હતું કે, “આખા વિશ્વમાં અમારા 53-વર્ષના ઇતિહાસમાં રેન્જ રોવર માટે ક્લાયંટની માંગનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. આ એક અભૂતપૂર્વ સફળતાની વાર્તા છે અને ભારત તેનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એકલા FY24 માટે ભારતમાં રિટેલ સેલ્સમાં 160%નો વધારો થયો છે અને રેન્જ રોવરનું સ્થાનિક રીતે ઉત્પાદન બ્રાન્ડને સમગ્ર દેશમાં સમજદાર ગ્રાહકો અને પ્રખ્યાત વ્યક્તિત્વોમાં આ વધતી માંગને પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે.”

JLR ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજન અંબાએ જણાવ્યું કે, “ભારતમાં આપણા બધા માટે આ ગર્વની ક્ષણ છે, કારણ કે અમે સ્થાનિક રીતે પ્રતિષ્ઠિત રેન્જ રોવરનું ઉત્પાદન કરનાર પ્રથમ દેશ બની ગયા છીએ. આ ભારતમાં સ્થાનિક ઉત્પાદનમાં અમે સફળતાપૂર્વક હાંસલ કરેલા ગુણવત્તાના ધોરણોનો પુરાવો છે,જે વૈશ્વિક સ્તરે JLR ધોરણોની સમકક્ષ છે. રેન્જ રોવર પરિવારનું સ્થાનિક રીતે ઉત્પાદન કરવાથી બંને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ એકસાથે લાવશે, કારણ કે ઉત્કૃષ્ટ બ્રિટિશ ડિઝાઇન ટેક્નોલોજી અને રિફાઇનમેન્ટ ‘મેડ ઇન ઇન્ડિયા’ લક્ઝરી વાહનની માલિકીના ગૌરવને પૂર્ણ કરે છે.”

 

રેન્જ રોવર: બ્રેથટેકિંગ મોર્ડેનિટી ,પિઅરલેસ રિફાઇનમેન્ટ તેમજ અનમેચ્ડ કેપેબિલિટી

 રેન્જ રોવર: સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી એસયુવી જે સર્વશ્રેષ્ઠ ક્ષમતા સાથે કમ્ફર્ટ અને  કંપોઝરને જોડે છે

 મોડલ્સ અને પાવરટ્રેન: સ્થાનિક રીતે ઉત્પાદિત રેન્જ રોવર હવે 3.0 L પેટ્રોલ ઓટોબાયોગ્રાફીમાં ઉપલબ્ધ છે, જે 293 kWની પાવપ અને 550 Nmનો ટોર્ક અને 3.0 L ડીઝલ HSE 258 kWનો પાવર અને 700 Nm નો ટોર્ક વિતરિત કરે છે.

 સ્ટાર્ટ ટુ ડિલિવરી: સ્થાનિક રીતે મેન્યુફેક્ચર રેન્જ રોવરની ડિલિવરી 24મી મેથી શરૂ થશે

 પ્રાઇઝ: રેન્જ રોવર 3.0 એલ ડીઝલ HSE LWBની કિંમત રૂ. 236 લાખ અને રેન્જ રોવર 3.0 એલ પેટ્રોલ ઓટોબાયોગ્રાફી LWB ની કિંમત રૂ. 260 લાખ એક્સ-શોરૂમ છે

 

જેએલઆરઈન્ડિયાલોકલમેન્યુફેક્ચરિંગ

2011માં JLR એ ટાટા મોટર્સ સાથે પુણેમાં ટાટા મોટર્સના પ્લાન્ટમાં JLR વાહનો માટે મેન્યુફેક્ચરિંગ લાઇન સ્થાપિત કરવા માટે ટાટા મોટર્સ સાથે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એગ્રીમેન્ટ કર્યો હતો, જે યુકેની બહાર JLR માટે પ્રથમ ઉત્પાદન સુવિધા બની હતી. ફ્રીલેન્ડર ભારતમાં સ્થાનિક સ્તરે બનેલી પ્રથમ કાર હોવા સાથે, ચાકન, પુણેમાં પ્લાન્ટે ભારત માટે 10 JLR કારનું ઉત્પાદન કર્યું છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વૈશ્વિક સ્તરે JLR ગુણવત્તાના ધોરણો સાથે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા વાહનોની ડિલિવરી કરે છે.

 

ભારતમાં રેન્જ રોવર પ્રોડક્ટ પોર્ટફોલિયો

ભારતમાં રેન્જ રોવર પરિવારમાં નવી રેન્જ રોવર (રૂ. 236 લાખથી શરૂ થાય છે), રેન્જ રોવર સ્પોર્ટ (રૂ. 140 લાખથી શરૂ થાય છે), નવી રેન્જ રોવર વેલાર (રૂ. 87.90 લાખથી શરૂ થાય છે) અને રેન્જ રોવર ઇવોક (રૂ. 67.90 લાખથી શરૂ થાય છે)નો સમાવેશ થાય છે. ઉલ્લેખિત તમામ કિંમતો ભારતમાં એક્સ-શોરૂમ છે.

 

ભારતમાં જગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક

જગુઆર લેન્ડ રોવર વ્હિકલ ભારતના 21 શહેરોમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેંગલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ (2), કોઈમ્બતુર, દિલ્હી, ગુડગાંવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકાતા, કોચીમાં 25 અધિકૃત આઉટલેટ્સ દ્વારા ભારતમાં 21 શહેરોમાં ઉપલબ્ધ છે. કરનાલ, લખનૌ, લુધિયાણા, મેંગ્લોર, મુંબઈ (2), નોઈડા, પુણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here