આપણો ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છેઃ ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર પટેલની ભૂમિકા સાકાર કરતો રાજેન્દ્ર ચાવલા

0
26

અમદાવાદ 30 ઓક્ટોબર 2024: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવતા રાજેન્દ્ર ચાવલાએ ભારતના પ્રતિકાત્મક આગેવાનને દર્શાવવાનો મહત્ત્વ પર પોતાના વિચારો જણાવ્યા. રાજેન્દ્ર માને છે કે આપણો ઈતિહાસ શ્રેણીબદ્ધ ઘટનાઓથી વિશેષ છે. તે આપણી ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છે.

તે કહે છે, “વાલીઓ તેમના સંતાનોને પારિવારિક વાર્તાઓ જણાવે છે તે જ રીતે ભાવિ પેઢીને આપણા રાષ્ટ્રના જન્મની વાર્તા પણ કહેવી જરૂરી છે. આપણી આઝાદી આસાનીથી જિતાઈ નહોતી. આપણા આગેવાનોએ તેમના અંગત જીવન અને આરામનો ત્યાગ આપ્યો હતો. તેઓ એવું વિચારતા કે એક દિવસ આ દેશનું ભવિષ્ય મુક્ત રીતે શ્વાસ લઈ શકશે.”

રાજેન્દ્ર માટે પટેલની ભૂમિકા તેમનો ઘેરો અંગત અનુભવ હતો. તેમને લાગે છે કે ફ્રીડમ એટ મિડનાઈટ એટલે ફક્ત તવારીખો અને હકીકત યાદ કરવાની વાર્તા નથી, પરંતુ ભારતની આઝાદી પાછળ અસલી સંઘર્ષ અને જીતની વાર્તા છે. તે કહે છે, “સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંચીની ઉજવણીના ભાગરૂપે તેમની ભૂમિકા ભજવવાનું અને આપણાં મૂળ તરફ પ્રવાસને પાછલ લઈ જવાનું ગૌરવજનક લાગે છે. 562 પ્રિન્સ્લી સ્ટેટ્સનું એકત્રીકરણ જેવા તેમણે સામનો કરેલા પડકારો વિશે જાણ્યું ત્યારે મને આપણા રાષ્ટ્રને આકાર આપનાર સ્થિતિસ્થાપકતા, એકતા અને ધ્યેય માટે ઊંડું સન્માન પ્રાપ્ત થાય છે. આપણે ક્યાંથી આવ્યા છીએ અને તે વાર્તાઓનું સન્માન આપણને શક્તિ આપે છે. ઈતિહાસ ભૂતકાળથી પણ વિશેષ છે. તે આપણી એકતા અને બંધનનો પાયો છે, જેણે આપણને આજે પણ જોડી રાખ્યા છે.”

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના ખ્યાતનામ પુસ્તક પર આધારિત ફ્રીડમ એટ મિડનાઈટ રાજકીય થ્રિલર અને ડ્રામા છે, જે ભારતની આઝાદીનાં વર્ષની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને જીવંત કરે છે. આ રાજકીય થ્રિલર ડ્રામા ભારતની આઝાદી અને તેના ભાગલા આસપાસની ઘટનાઓમાં પ્રભાવશાળી ઐતિહાસિક હસ્તીઓના નજરિયા થકી ડોકિયું કરાવે છે. તે ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ યુગ- આઝાદી માટે સંઘર્ષ અને ત્યાર પછી ભાગલામાં ડોકિયું કરાવે છે.

સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં એમ્મે એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત શોના સૂત્રધાર અને ડાયરેક્ટર નિખિલ અડવાણી છે, આ રોચક વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલરે ઘડી કાઢી છે. સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોહરા, રાજેન્દ્ર ચાવલા, આરીફ ઝકરિયા, ઈરા દુબે, કેસી શંકર, આરજે મલિશ્કા, રાજેશ કુમાર, લ્યુક મેકગિબ્ની, એન્ડ્રયુ ક્યુલમ, રિચર્ડ તેવરસન, એલિસ્ટર ફિન્લે અને કોર્ડેલિયા બુગેજા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

ફ્રીડમ એટ મિડનાઈટ નવેમ્બરથી ખાસ સ્ટ્રીમ થશે, ખાસ સોની લાઈવ પર.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here