- ગ્રોસ લોન બુક વર્ષ દર વર્ષ 10% વધીને રૂ. 30,466 કરોડ થઈ
- સિક્યોર્ડ બુક ડિસે. 24ના રોજ 39% થઈ, જે સપ્ટે. 24ના રોજ 35% હતી
- ત્રિમાસિક માટે જીએનપીએ/ એનએનપીએ 2.7%/ 0.6%, પીસીઆર 80% નોંધાયો
- ડિપોઝિટ વર્ષ દર વર્ષ 16% વધીને રૂ. 34,494 કરોડ નોંધાઈ, જ્યારે સીએએસએ વર્ષ દર વર્ષ 15% સીએએસએ રેશિયો 25% નોંધાયો
બેન્ગલુરુ 24મી જાન્યુઆરી 2025: ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિ. [BSE: 542904; NSE: UJJIVANSFB]એ આજે ડિસેમ્બર 2024ના પૂરા થયેલા ત્રિમાસિક માટે તેની નાણાકીય કામગીરીની ઘોષણા કરી હતી.
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કની વેપાર કામગીરીનો સારાંશ –Q3FY25
- એસેટ્સ
ગ્રોસ લોન બુક વર્ષ દર વર્ષ 8% વધીને રૂ. 30,466* કરોડ થઈ/ ત્રિમાસિક દર ત્રિમાસિક 0.4%
સિક્યોર્ડ બુક ડિસે. 24માં 39.3% નોંધાઈ, જે ડિસે. 23માં 28.3% / સપ્ટે. 24માં 34.9% હતી.
સિક્યોર્ડ બુક ત્રિમાસિક દર ત્રિમાસિક 13.3% અને વર્ષ દર વર્ષ 52.0% વધી. - કલેકશન અને એસેટ ગુણવત્તા
એકંદર કલેકશન કાર્યક્ષમતા ડિસે. 24માં ~96% નોંધાઈ,
બકેટ X કલેકશન કાર્યક્ષમતા ડિસે. 24ના રોજ 99.3% સાથે ગ્રુપ અને વ્યક્તિગત લોન બુક માટે સુધરી.
જોખમ*/ જીએનપીએ*/ એનએનપીએ* ખાતે પોર્ટફોલિયો ડિસે. 24ના રોજ અનુક્રમે 5.4%/ 2.7%/ 0.6%, સપ્ટે. 24માં અનુક્રમે 5.1%/ 2.5%/ 0.6% રહી, જ્યારે Q3FY25 રાઈટ-ઓફફ રૂ. 30 કરોડ નોંધાયું,
ત્રીજા ત્રિમાસિકમાં લેવાયેલી એક્સિલરેટેડ પ્રોવિઝન રૂ. 30 કરોડ રહી, ડિસે. 24ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો 80%# - ડિપોઝિટ્સ
ડિપોઝિટ્સ વર્ષ દર વર્ષ 16.3% વધીને ડિસે. 24માં રૂ. 34,494 કરોડ રહી/ ત્રિમાસિક દર ત્રિમાસિક 1.2%.
સીએએસએ વર્ષ દર વર્ષ 15% વધીને રૂ. 8662 કરોડ રહી, જ્યારે ડિસે. 24ના રોજ સીએએસએ રેશિયો 25.1% રહ્યો.
રિટેઈલ ટીડી^એ વૃદ્ધિ ચાલી રાખી છે અને ડિસે. 24ના રોજ વર્ષ દર વર્ષ 29.5% વધીને રૂ. 16,612 કરોડે પહોંચી છે/ ત્રિમાસિક દર ત્રિમાસિક 4.4%. - નાણાકીય
Q3FY25 એનઆઈઆઈ વર્ષ દર વર્ષ 3.1% વધીને રૂ. 887 કરોડે પહોંચી, જ્યારે એનઆઈએમ Q3FY25 માટે 8.6% રહી.
ઓપેક્સથી સરેરાશ એસેટ્સ સુધારણા Q3FY25માં 6.2% રહી, જ્યારે Q2FY25માં 6.4% હતી.
Q3FY25 પીપીઓરપી રૂ. 359 કરોડ રહી, જ્યારે Q3FY25માં સમાયોજિત$ વેરા પછીનો નફો રૂ. 132 કરોડ રહ્યો.
Q3FY25 સમાયોજિત $ આરઓએ/આરઓઈ 1.2%/ 8.8% રહ્યા. - મૂડી અને પ્રવાહિતા
મૂડી પૂર્તતા રેશિયો 23.9%
ડિસે. 24 માટે જોગવાઈકીય દૈનિક સરેરાશ સીઆર 130.4% હતી.
*ડિસે. 2024/ સપ્ટે. 2024/ ડિસે. 2023ના રોજ રૂ. 199 કરોડ/ રૂ. 579 કરોડ/ રૂ. 1596 કરોડની આઈબીપીસી અને સિક્યુરિટાઈઝેશન વિના.
^ રિટેઈલ ટીડી રૂ. 3 કરોડથી ઓછી ટીડી છે.
# રૂ. 250 કરોડની ફ્લોટિંગ જોગવાઈ બુક્સ પર ચાલુ રહી છે અને આરબીઆઈની પૂર્વમંજૂરી સાથે અસાધારણ સંજોગોમં ભવિષ્યમાં ચોક્કસ જોગવાઈઓ બનાવવા માટે ન્યુટ્રલાઈઝ્ડ કરી શકાય. આમાંથી રૂ. 30 કરોડ જૂન 22માં ટિયર-2 મૂડીમાં ફેરવવામાં આવી હતી અને રૂ. 170 કરોડ પીસીઆર ગણતરી માટે રખાયા હતા.
$ રૂ. 30 કરોડની એક્સિલરેટેડ જોગવાઈ માટે સમાયોજિત.
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કના એમડી અને સીઈઓ શ્રી સંજીવ નૌટિયાલે જણાવ્યું હતું કે, “Q3FY25 ઉત્તમ ત્રિમાસિક રહ્યું છે, જ્યાં લોન બુકનું ડાઈવર્સિફિકેશન એકધારી સુધારણા દર્શાવે છે. અમારી વધુ સિક્યોર્ડ બુક તરફ આગળ વધવાની વ્યૂહરચનાએ વૃદ્ધિકીય પરિણામો દર્શાવ્યાં, જેણે ત્રિમાસિક દર ત્રિમાસિક 13% અને વર્ષ દર વર્ષ 52%ની વધતી કુલ એસેટ લોનમાં 39% યોગદાન આપ્યું. આ પ્રયાસોને કારણે લોન બુક ત્રિમાસિક દર ત્રિમાસિક 0.4% અને વર્ષ દર વર્ષ 10% વધીને રૂ. 30,466 કરોડે પહોંચી. જવાબદાર ધિરાણદાર તરીકે બેન્કે પોતાના ગ્રાહકોને 1લી જાન્યુઆરી, 2025થી અમલ સાથે સ્પર્ધાત્મક દરો ઓફર કરવા માટે ગ્રુપ લોન (જીએલ) અને ઈન્ડિવિજ્યુઅલ લોન (આઈએલ)માં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો પૂર્વસક્રિય નિર્ણય લીધો હતો. તે ગુણવત્તાયુક્ત ગ્રાહકો પ્રાપ્ત કરવા માટે ઉપયોગી બનશે. આ સાથે અમે ઉત્ક્રાંતિ પામતા માઈક્રોફાઈનાન્સ અવકાશ પર બારીકાઈથી ધ્યાન રાખી રહ્યા છીએ અને તે અનુસાર આગળ વધી રહ્યા છીએ. અગાઉ જોવા મળેલા અમુક તાણ હવે દૂર થઈને ઉત્તમ પ્રવાહો દર્શાવી રહ્યા છે. જીએલ અને આઈએલમાં X-બકેટ કલેકશન કાર્યક્ષમતા ડિસે. 24માં 99.3% સુધરી હતી, જે ઓગ. 24માં 99.0% હતી. દ્રષ્ટિગોચર હરિત અંકુરોને લીધે અમે Q4FY25ના પ્રથમ 3 સપ્તાહ દરમિયાન ઉચ્ચ વિતરણ જોયું હતું. અમે અલગ અલગ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે ઉત્તમ વેપાર હાંસલ કરવા માટે સુસજ્જ છીએ. સિક્યોર્ડ વેપારો શાશ્વત અને નક્કર છલાંગ લગાવી રહ્યા છે. આ વર્ષે ~40% YTD વૃદ્ધિ નોંધાવી છે અને નાણાકીય વર્ષ 2025 માટે મજબૂત વૃદ્ધિ નોંધાવવા માટે સજ્જ છે.
એસેટ ગુણવત્તાનું બહેતર રીતે વ્યવસ્થાપન કરવા માટે બેન્ક રૂ. 270 કરોડની તાણમાં આવેલી લોન એસેટ્સ વેચી રહી છે. બેન્કે કોઈ પણ ભાવિ કટોકટીઓમાંથી બહેતર કવચ માટે રૂ. 30 કરોડની એક્સિલરેટેડ જોગવાઈ લીધી છે. આ પછી ડિસે. 24ના રોજ જીએનપીએ/ એનએનપીએ 80%ના ઉત્તમ પીસીઆર સાથે 2.7%/ 0.6% રહી છે.
ડિપોઝિટ બુક ત્રિમાસિક દર ત્રિમાસિક 1.2% અને વર્ષ દર વર્ષ 16.3% વધીને ડિસે. 24ના રોજ રૂ. 34,494 કરોડ રહી છે. સીએએસએ રેશિયો ડિસે. 24ના રોજ 25.1% સાથે ઉત્તમ રહેશે. બેન્ક મોટે ભાગે નોન- રેસિડેન્સ્ટ્સ, કોર્પોરેટ સેલરી અને ટ્રેડર્સ હેઠળ વર્ગીકૃત સક્ષમ ગ્રાહકોના વધુ લક્ષ્યના વર્ગોને સેવા આપવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તેની લાયેબિલિટી વ્યૂહરચનામાં અમુક માળખાકીય ફેરફારો કરવાની પ્રક્રિયામાં છે. અમારી એડી-1 લાઈસન્સની પ્રાપ્તિ પછી સંલગ્નિત અમારી પ્રોડક્ટ શ્રેણીમાં નવી પ્રોડક્ટો પણ ઓફરો વધારશે અને અમારી ઉક્ત નોંધ કરેલી વ્યૂહરચના અનુસાર ગ્રાહક મૂળ સુધારશે.
આખરે મને એ કહેતાં પણ ખુશી થાય છે કે અમે ટૂંક સમયમાં જ આજે યોજાયેલી મિટિંગમાં બોર્ડની મંજૂરી પ્રાપ્ત કર્યા પછી સાર્વત્રિક બેન્ક તરીકે રૂપાંતર થવા માટે આરબીઆઈને ટૂંક સમયમાં જ અરજી કરીશું.’’