પી એસ. એમ. હોસ્પિટલ અને સ્વામીનારાયણ મેડીકલ કોલેજ કલોલ દ્વારા ડાયાબિટીસ / બ્લડપ્રેશર અને મેદસ્વીતા(જાડાપણું) અંગે જન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

0
15

અમદાવાદ ૧૯ નવેમ્બર ૨૦૨૪: પી. એસ. એમ. હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ / બ્લડપ્રેશર અને મેદસ્વીતા(જાડાપણું) અંગે જાગૃતિ અભિયાનમાં આશરે ૬૫ જેટલા લાભાર્થીઓની તપાસ અને સારવાર કરવામાં આવેલ છે લાભાર્થીઓના આશરે રૂપિયા ૪ હજારથી ૫ હજાર રૂપિયા જેટલા લેબોરેટરી ટેસ્ટ, સ્પેશ્યાલીસ્ટ તપાસ અને સારવાર આપવામાં આવેલ છે.

ઉપરોક્ત અભિયાનમાં ICMR  તેમજ મેડીસીન વિભાગના વડા ડૉ.જ્યોતીન શાહ તેમજ ડૉ.જપન પટેલ અને ડૉ.ચિંતન જાદવના સલાહ- માર્ગદર્શન, પ્રિવેન્સન તેમજ નિયમિત કસરત અને સારવાર અંગેની સમજ આપવામાં આવી હતી.

આ જન જાગૃતિ અભિયાન ને સફળ બનાવવા કોમ્યુનિટી મેડીસીન વિભાગના વડા અને હોસ્પિટલ ના સી.ઇ.ઓ ડૉ.વિજય પંડ્યા અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મહેશ રાજપુરા તેમજ ICMR પ્રોજેક્ટના વડા ડૉ.આનંદ તેમજ ડે.મે.સુપ્રિેટેન્ડેન્ટ ડૉ.નિધિબેન તેમજ ડૉ.વર્ષાબેન શ્રીવાસ્તવ અને  હોસ્પિટલના રિલેસનશીપ મેનેજર શ્રી પ્રકાશભાઇ નાયક તેમજ મોહનભાઈ સંગોડિયા તેમજ નર્સિંગ સુપ્રિેટેન્ડેન્ટ શ્રી નરેશભાઈ, શ્રી જીવનભાઈ અને કિંજલબેન તેમજ નર્સિંગ સ્ટાફ કેનાબેન પટેલ, ફાલ્ગુનીબેન પરમાર, મંજુલાબેન જાદવ અને અન્ય કર્મચારીઓના સાથ અને સહકારથી આ જન જાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં આવ્યો છે.

આવા ડાયાબિટીસ/બ્લડપ્રેશર અને મેદસ્વીતા જન જાગૃતિ અભિયાન મહિનામાં બે વાર યોજવા અંગેનું આયોજન પણ પી. એસ. એમ હોસ્પિટલ ના અને સ્વામી નારાયણ યુનિવર્સિટીના ઉપ પ્રમુખ ભક્ત વત્સલ સ્વામી દ્વારા પ્રોત્સાહન મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here