પ્રિયાંક શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

0
27

અમદાવાદ 14 ઓગસ્ટ 2024: રેને કોસ્મેટિક્સ, બિયરડો અને વિલન લાઇફસ્ટાઇલ જેવા સફળ વેન્ચરો પાછળના સાહસિક ફોર્સ પ્રિયાંક શાહને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક પગલું ગુજરાતમાં સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા શાહની કમીટમેન્ટને રેખાંકિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સંલગ્ન, શાહનો ઉદ્દેશ ઉભરતા ઉદ્યોગસાહસિકોને સશક્તિકરણ અને સમર્થન આપવાનો છે, તેઓને તેમના ઇનોવેટિવ વિચારોને સફળ વ્યવસાયોમાં ફેરવવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. તેમનું નેતૃત્વ ગુજરાતના સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આગામી ભવિષ્યમાં ભારતીય અર્થતંત્રને 500 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ લઈ જશે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here