શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

0
145
ગુરુપૂર્ણિમા નિમિત્તે  ગાંધીનગરના સેક્ટર ૨૫માં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકોના માતા પિતા, શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ.બેલાબેન જે. પટેલે કહ્યું કે,  ગુરુપૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વિકસાવવાનો છે. 
આ ગુરુપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમમાં અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાનું સંપૂર્ણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન કેમ્પસની આસપાસ ખૂબ જ સ્વસ્થ અને ફેસ્ટિવલ જેવો માહોલ ઉભો થઈ ગયો હતો.
આ અવસરે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર-૨૫ના ચેરમેન શ્રી બાબુદાદા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ. ડી.બી પટેલ, પ્રિન્સિપાલ શ્રી ડૉ. બેલાબેન જે. પટેલ અને ઈનોવર્તન ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અમરજીત સોની ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here