પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

0
29

ગુજરાત: જામનગર લોકસભાથી સાંસદ દિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ નામ ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કરેલા વિકાસના કામો અને તેમની લોકપ્રિયતનાને કારણે જ જામનગર લોકસભા બેઠક પરથી બે વાર સાંસદ બન્યા બાદ BJP દ્વારા સતત ત્રીજી વાર તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં પૂનમબહેન માડમના કાર્યકાળમાં જામનગરનો વિકાસ ઉડીને આંખે વળગે છે. બાંધણી, બ્રાસ ઉદ્યોગ, વંદેભારત ટ્રેન, રેલવે સ્ટેશનોનું નવીકરણ, રેલવે ઈલેક્ટ્રિફિકેશન, અમૃતસર-જામનગર એક્સપ્રેસવે, કોસ્ટલ વે, સુદર્શન સેતુ, નવા ઓવરબ્રિજ, 12 જેટલી નવી ટ્રેનો વગેરે જેવા કાર્યો થકી આજે જામનગરની વિશ્વ કક્ષાએ એક નવી ઓળખ ઉભી થઈ છે.

કોરોનાના કપરા સમયમાં પૂનમબહેને તેઓની વહિવટી કુશળતા દ્વારા સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાં ફસાયેલા નાગરિકોને ઝડપથી તેમના વતન પહોંચડ્યા હતા. ઉપરાંત વિદેશમાં ફસાયેલા લોકો માટે પણ ઝડપથી સહાય પહોંચાડી હતી. હાલમાં જ પૂનમબહેન માડમ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચરને વેગ આપવા માટે સાંસદ ખેલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા સંસ્કરણમાં વિક્રમી 382 ટીમો અને 82,000થી વધુ લોકો સહભાગી થયા હતા.

જો જન કલ્યાણના કાર્યોની વાત કરીએ તો, પાટીદાર, આહિર, સતવારા જેવા તમામ સમુદાયો માટે કોમ્યુનિટી હોલ તથા અન્ય સુવિધાઓ માટે તેમણે જરૂરી સહાય પૂરી પાડી છે. 2007-08થી વાર્ષિક ધોરણે અંદાજિત 1થી સવા લાખ જેટલી દીકરીઓને તેમના દ્વારા નવરાત્રિ સમયે લહાણી આપવમાં આવે છે.હાલારની 141  સ્કૂલોના 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને વોટર કુલર-પ્યોરિફાયરની સુવિધાનો લાભ અપાવ્યો. તેમના પ્રયાસોથી અનેક કંપનીઓના CSR ફંડનો ઉપયોગ હાલારમાં વિકાસકાર્યો માટે થયો છે.

સમગ્ર જામનગર લોકસભાક્ષેત્રમાં 850થી વધુ ગામડાંઓ છે. અને કહેવાય છે કે, પ્રત્યેક ગામમાંથી 40-50 વ્યક્તિઓ તો એવા મળે જેમને પૂનમબહેન નામથી ઓળખતા હોય. આ વિસ્તારમાંથી જ્યારે પણ કોઈને ઉત્તર ભારતમાં દિલ્હી થઈને જવા-આવવાનું થાય અને રાતવાસોની સુવિધા ન થાય તો દિલ્હીમાં આવેલો પૂનમબહેનનો બંગલો આ લોકો માટે કપરાં સમયનું આશ્રયસ્થાન બની રહે છે. લોકો માટેના આવા જ નાના નાના કામોને કારણે તેઓ તેમના વિસ્તારના સૌથી લોકપ્રિય નેતાઓમાં સ્થાન ધરાવે છે. આમ પૂનમબહેને તેમના વિસ્તારમાં એક જનપ્રતિનિધિથી વિશેષ હાલારના દીકરી તરીકેની ઓળખ બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here