અમદાવાદ એપ્રિલ, 2024 – ભારતની સૌથી મોટી વાયર્સ અને કેબલ્સ મેન્યુફેક્ચરર્સ અને સૌથી ઝડપથી વિકસતી એફએમઈજી કંપનીઓ પૈકીની એક પોલીકેબ નવી પોલીકેબ એક્સપર્ટ્સના લોન્ચ કરતા ગર્વ અનુભવે છે. પોતાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે દેશના ઇલેક્ટ્રિશિયન સમુદાય માટે જ ડિઝાઇન કરવામાં આવેલું આ સૌપ્રથમ પ્રકારનું પ્લેટફોર્મ છે. પોલીકેબ એક્સપર્ટ્સનો ઉદ્દેશ ભારતભરના ઇલેક્ટ્રિશિયન્સને આગળ લાવવા તથા સશક્ત બનાવવાનો તેમજ તેના ગ્રાહક અનુભવને સુધારવામાં મદદ કરવાનો છે. આ એપ તેના ગ્રાહકોને વ્યાપક લાભો અને રિવાર્ડ્સ પૂરા પાડીને તેમની અર્નિંગ અને રિડમ્પશન પોઇન્ટ્સ સફર બંનેને સપોર્ટ કરે તેવું સિંગલ પ્લેટફોર્મ હશે. પોલીકેબ એક્સપર્ટ પ્રોગ્રામની હાલની એપ 1.5 લાખ ઇલેક્ટ્રિશિયન અને લગભગ 1 લાખ રિટેલર્સ ધરાવે છે જેઓ નવી એપમાં માઇગ્રેટ થશે.
પોલીકેબ એક્સપર્ટ્સ એપ નવીનતમ રિવાર્ડ્સ સિસ્ટમ દાખલ કરી છે જેનાથી ઇલેક્ટ્રિશિયન અને રિટેલર્સ પોલીકેબ પ્રોડક્ટ્સ પર પ્રિન્ટેડ લોયલ્ટી કોડ્સ સ્કેન કરીને સરળતાથી પોઇન્ટ્સ મેળવી શકે છે. આ ભેગા થયેલા પોઇન્ટ્સ તેમના બેંક એકાઉન્ટ્સમાં તરત જ રીડિમ કરી શકાય છે જેનાથી પોલીકેબ માટેની તેમની વફાદારી બદલ મજબૂત અને તાત્કાલિક પ્રોત્સાહન મળે છે.
નવા પોલીકેબ એક્સપર્ટ્સ પ્રોગ્રામના ભાગરૂપે ઇલેક્ટ્રિશિયન થ્રી-ટિયર લોયલ્ટી પ્રોગ્રામ થકી વિશેષ લાભો મેળવી શકે છે. દરેક ટિયર એક્સક્લુઝિવ લાભો અનલોક કરે છે જે ઇલેક્ટ્રિશિયન સમુદાયને તેમના બિઝનેસને વધારવા માટે સુસંગત લાગશે. જેમ તેઓ ટિયર્સ દ્વારા આગળ વધશે તેમ તેમ ઇલેક્ટ્રિશિયન પોતાના તથા તેમના જીવનસાથી માટે મેડિકલ ઇન્શ્યોરન્સ, તેમના બાળકો માટે સ્કોલરશિપ તકો અને વેલકમ રિવાર્ડ્સ સહિત એક્સક્લુઝિવ લાભો અનલોક કરી શકશે જેથી તેમનું પ્રોફેશનલ પર્ફોર્મન્સ અને એક્સ્ટ્રા પોઇન્ટ્સ વધશે.
આ ઉપરાંત, પોલીકેબ એક્સપર્ટ્સ એપ ઇલેક્ટ્રિશિયનના સમૃદ્ધ સમુદાયને પ્રોત્સાહન આપીને કેવળ વ્યવહારોથી આગળ વધે છે. દરેક કોડ સ્કેન થતા મેળવેલો દરેક પોઇન્ટ બહોળા હેતુ માટે પ્રદાન કરે છે – જે ઇલેક્ટ્રિશિયન સમુદાયના વિકાસ તથા વૃદ્ધિમાં રોકાણ કરે છે જે છેવટે ઉદ્યોગને લાભ પહોંચાડે છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા પોલીકેબ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ, ચીફ બિઝનેસ ઓફિસર (પાવર બીયુ) શ્રી ઇશવિંદર સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે “ભારતમાં ઇલેક્ટ્રિશિયન સમુદાય સુનિશ્ચિત કરે છે કે આપણે સરળતાથી કામ કરવા અને રહેવા માટે યોગ્ય સંસાધનોવાળું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. પોલીકેબ એક્સપર્ટ્સ એપ થકી અમે તાજેતરમાં જ ઉમેરાયેલા ઇન્સ્ટન્ટ સ્કેનઅને બેંક એકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર દ્વારા બ્રાન્ડ પ્રત્યે તેમણે બતાવેલી સતત વફાદારીનું વળતર આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમે આપણા ઇલેક્ટ્રિશિયન સમુદાયના વિકાસ તથા સુખાકારીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તેમને ઇન્શ્યોરન્સ, એજ્યુકેશન અને પ્રોફેશનલ ડેવલપમેન્ટની તકો પૂરી પાડીને અમે તેમના જીવનધોરણને વધારવાનો તથા તેમની પૂરેપૂરી સંભાવનાઓ હાંસલ કરવા સશક્ત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.”
પોલીકેબ એક્સપર્ટ્સ એપ હવે એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. પોલીકેબ સાથે વ્યવહાર કરવાનું પસંદ કરનાર રિટેલર્સ અને તેના ડીલર્સ આ પ્લેટફોર્મનો ભાગ બની શકશે અને ‘પોલીકેબ એક્સપર્ટ્સ’ કમ્યૂનિટીનો ભાગ બનવાના લાભોનો અનુભવ કરી શકશે.