સુરત 07 નવેમ્બર 2024: પાયોનિયર (NASDAQ: PAYO) નાણાંકીય ટેકનોલોજી કંપની જે દુનિયાના નાના અને અને મધ્યમ કદના વ્યવસાયો (SMBs) ને લેવડ-દેવડ કરવા, વેપાર કરવા અને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવે છે. સુરત IT કોમ્યુનિટી (SIC) અને સાઉથ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની સાથે મળીને સુરતના સુદામા બેંકવેટ હોલમાં પાયોનિયર VIP કનેકટની છઠ્ઠી આવૃત્તિ “ગોઇંગ ગ્લોબલ- બિલ્ડિંગ અ ક્રોસ-બોર્ડર પાવરહાઉસ”નું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં એપ અને વેબ ડેવલપમેન્ટ, IT/ITES સોલ્યુશન્સ, SaaS કંપનીઓ, ડિજિટલ અને માર્કેટિંગ એજન્સીઓ, ક્રિએટિવ સ્ટુડિયો, ટેક્સ એન્ડ કંપલાઇન્સ સલાહકાર જેવા કેટલાંય ક્ષેત્રોમાં શહેરની સર્વિસ નિર્યાત SMBsના 320થી વધુ સંસ્થાપક, સીઇઓ, સીએફઓ અને ગ્રોથ લીડર્સ એક સાથે આવ્યા.
પાયોનિયરના વાઇસ પ્રેસીડેન્ટ-ઇન્ડિયાના ગૌરવ સિસોદિયાએ જણાવ્યું હતું કે, “ભારતના સૌથી ઝડપથી વિકસતા સર્વિસ એક્સપોર્ટ હબમાંના એક તરીકે, સુરત અમારા માટે પ્રાથમિકતાનું બજાર છે. શહેરના ઉત્સાહી સ્ટાર્ટઅપ કલ્ચર અને સ્કિલ વર્કફોર્સ વૃદ્ધિ અને નવીનતા માટે પ્રાદેશિક હબ તરીકે તેની પ્રતિષ્ઠાને વધારે છે. 2016થી પાયોનિયરએ સુરતમાં તેનો ગ્રાહક આધાર લગભગ બમણો કર્યો છે, તેને 90%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધાર્યો છે. આ ઉપરાંત 2016થી 2023 સુધી સુરત સ્થિત SMBs માટે અમારા પ્લેટફોર્મ પર સર્વિસ નિકાસ વોલ્યુમમાં 206%ના દરે ગ્રોથ સાધ્યો છે. 2023-24 સુધીમાં ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રના ગ્રોથ સાથે અને 629,000 થી વધુ નવા સ્થપાયેલ MSMEs, પાયોનિયરની પહેલો વૈશ્વિક વૃદ્ધિને આગળ વધારવા માટે જરૂરી નોલેજ-લીડ સેશન અને નેટવર્કિંગ તકો સાથે SMBsને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે.” (સ્ત્રોત)
પાયોનિયર શહેરથી SMBને યુ.એસ., કેનેડા, યુરોપ, સાઉદી અરેબિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ગ્રેટર ચાઈના અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારો સહિત વિશ્વભરના ગ્રાહકો પાસેથી ચુકવણીઓ પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.
(31મી ડિસેમ્બર 2023 સુધીનો તમામ ડેટા સુરત માટે પાયોનિયર સાથે સંબંધિત)
સુરત આઈટી કોમ્યુનિટી અને એસજીઆઈટીસીના સેક્રેટરી રોમિત ગાબાનીએ જણાવ્યું હતું કે, “પાયોનિયર સાથેનું આ જોડાણ સુરતને અગ્રણી આઈટી હબમાં પરિવર્તિત કરવાના અમારા ધ્યેય સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે અને શહેરમાં આઈટી સમુદાયને સંગઠિત કરવા અને સશક્ત બનાવવાના અમારા મિશનને સશક્ત બનાવે છે, ઇનોવેશન, સહયોગ, જ્ઞાનની વહેંચણી અને ઉભરતી પ્રતિભાના સંવર્ધન દ્વારા શ્રેષ્ઠતા લાવે છે.”
ઇવેન્ટના શક્તિશાળી, જ્ઞાન-આધારિત સત્રોમાં સામેલ છે:
આ કાર્યક્રમમાં શહેરના મુખ્ય વક્તાઓ હાજર રહ્યા હતા. કર્મ સીપીએના સ્થાપક સચિન રાઠી અને લોજિક્સ બિલ્ટના સ્થાપક સિદ્ધાર્થ પંડ્યાએ વૈશ્વિક બજારની તકો અને પડકારો પરની જ્ઞાનાત્મક પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. તેઓએ વૃદ્ધિ માટે મલ્ટિ-એન્ટિટી કામગીરીનો લાભ ઉઠાવવા, ક્રોસ-બોર્ડર પેમેન્ટ અવરોધોને દૂર કરવા અને વૈશ્વિક કોમ્પલાયન્સિસ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોને શોધવા માટે અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવા અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરી. તેમની કુશળતાએ વૈશ્વિક બજારોની જટિલતાઓને સફળતાપૂર્વક નેવિગેટ કરવા માટે શીખેલા શ્રેષ્ઠ પ્રયાસોને શેર કરીને, આંતરરાષ્ટ્રીય વિસ્તરણની શોધમાં ગ્રોથ લિડર્સ માટે કાર્યક્ષમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં, ઉદ્યોગ નિષ્ણાત પ્રાગ્મેટિક કન્સલ્ટન્સીના બિઝનેસ કેટાલિસ્ટ વત્સલ શાહએ “2025 અને તેનાથી આગળની વ્યૂહરચના આયોજન” પર એક વર્કશોપનું નેતૃત્વ કર્યું હતું, જે ટકાઉ B2B વૃદ્ધિ માટે IT ઉદ્યોગના વલણો, ધ્યેય સેટિંગ અને ખર્ચ વ્યવસ્થાપન પર કાર્યક્ષમ આંતરદૃષ્ટિ આપે છે.
પાયોનિયર વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો.