ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી અને ગુજરાતી ફૂડ ટ્રેડિશન્સનું સન્માન કરવાના એક વર્ષની ઉજવણી કરી. અઠવાડિયા સુધી ચાલેલા આ સેલિબ્રેશનમાં ગુજરાતી ક્લીનરી ટ્રેડિશન્સ અને કોમ્યુનિટી સપોર્ટનું સન્માન કરવામાં આવ્યું.
તે અમદાવાદના શાંતિગ્રામમાં પ્રતિષ્ઠિત બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સ્થિત છે. આ રેસ્ટોરન્ટ સ્કિલ્ડ શેફ્સ સાથે પ્રામાણિકતા પર ગર્વ કરે છે. જૂની ટેકનિક અને સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરીને, તેઓ એવી વાનગીઓ પીરસે છે જે ગુજરાતના ક્લીનરી રૂટ્સ સાથે જોડાયેલી છે.
આ વાતાવરણ સમકાલીન ભવ્યતાને પરંપરાગત આકર્ષણ સાથે મિશ્રિત કરે છે, જેમાં વાઇબ્રન્ટ કલર્સ અને લીપ્પણ કલાનો સમાવેશ થાય છે. કેઝ્યુઅલ મીલ હોય કે સેલિબ્રેશન, પરંપરા એક યાદગાર ડાઇનિંગનો અનુભવ પ્રદાન કરે છે, જેમાં પરંપરાગત કાંસાની પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે.