ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જ્ઞાનાકાર કૌશલ્ય પર ભાર આપે છેઃ અમદાવાદના શિક્ષકો માટે ભાષા તાલીમ કાર્યક્રમનું આયોજન

0
20

વર્કશોપનું લક્ષ્ય જ્ઞાનાકાર, વર્તનકીય અને વિઝ્યુઅલ અભિગમ થકી ભાષા સક્ષમતા કૌશલ્ય વધારવાનું છે

અમદાવાદ 23 નવેમ્બર 2024 — યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડનો વિભાગ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયા (ઓયુપી) દ્વારા અમદાવાદ અને પાડોશી જિલ્લાઓમાં ભાષાના શિક્ષકો માટે વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપની થીમ “એન્હાન્સિંગ લેન્ગ્વેજ કમ્પીટન્સી સ્કિલ્સ થ્રુ અ કોગ્નિટિવ, બિહેવિયરલ એન્ડ વિઝયુઅલ એપ્રોચ” હતી, જેનું લક્ષ્ય શિક્ષકોને પરિપૂર્ણ વિકાસ અને તપાસને વાચા અને 21મી સદીમાં ભાવિ સફળતા માટે પાયો રચવા માટે ટેકો આપવા ગતિશીલ, વિદ્યાર્થીલક્ષી ભણવાનું વાતાવરણ નિર્માણ કરવા માટે સશક્ત બનાવવાનું છે. આ તાલીમ કાર્યક્રમ નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી 2020)નાં લક્ષ્યો અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ 2023) અનુસાર તૈયાર કરાયો હતો.

તાલીમ કાર્યક્રમ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ સાથે સંકળાયેલાં લેખિકા અને માસ્ટર ટ્રેનર શ્રીમતી પ્રકૃતિ શ્રીવાસ્તવ દ્વારા તૈયાર કરાયો અને હાથ ધરાયો હતો. વર્કશોપ દરમિયાન તેમણે શ્રવણ અને વાણી માટે સંમિશ્રિત (પ્રિન્ટ અને ડિજિટલ) અભ્યસાક્રમ “ઈકોઝ” ની નવી આવૃત્તિ રજૂ કરી હતી. તેમણે અમદાવાદના શિક્ષકો માટે અસરકારક સંદેશવ્યવહારની ટેક્નિકો રજૂ કરી હતી, વિવરણ, વિશ્લેષણ અને પ્રતિસાદ માટે ભાષાના કૌશલ્ય પર ભાર આપ્યો હતો. તેમણે વિચારોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે કોમ્પ્લેક્સ વાક્યનાં માળખાંનો ઉપયોગ કરીને મૌખિક ભાષા ક્ષમતાઓ બહેતર બનાવવા માટે વ્યૂહરચનાઓ પણ જણાવી હતી. આ સત્રમાં બે ભાષામાં રોજબરોજના આદાનપ્રદાન માટે સંદેશવ્યવહાર કૌશલ્યને પણ પહોંચી વળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 110 સહભાગીઓ હતા.

શીખવવાના વ્યવહારોમાં “જ્ઞાનાકાર કૌશલ્ય” ના મહત્ત્વ પર ભાર આપતાં શ્રીમતી શ્રીવાસ્તવે શિક્ષકોની વિચારવાની માનસિક ક્ષમતાઓ બહેતર બનાવવા, એકાગ્રતા વધારવા, પ્રક્રિયા માહિતી અને યાદ રાખવાની બાબતો પર વિવિધ પ્રવૃત્તિઓમાં શિક્ષકોને સામેલ કર્યા હતા. આ કૌશલ્ય રોજના જીવન, કામ અને સામાજિક આદાનપ્રદાન માટે મહત્ત્વપૂર્ણ છે. મુખ્ય જ્ઞાનાકાર કૌશલ્યમાં સક્ષમ એકાગ્રતા, પસંદગીયુક્ત એકાગ્રતા, સ્મૃતિ, પ્રોસેસિંગ સ્પીડ, લોજિકલ રીઝનિંગ, ઓડિટરી પ્રક્રિયા અને વિઝયુઅલ પ્રક્રિયા માટે મહત્ત્વપૂર્ણ છે. વર્ગમાં બાળકોના વર્તનને સમજવા અને ઉંમર તથા સ્તર યોગ્ય પદ્ધતિઓનો અમલ કરવા શિક્ષકો માટે આ કૌશલ્યને સમજવાનું મહત્ત્વપૂર્ણ છે.

ઓયુપી ઉચ્ચ ગુણવત્તાની શિક્ષક તાલીમ- પ્રત્યક્ષ અને ઓનલાઈન- પૂરી પાડવા માટે સિદ્ધ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. 2023માં ઓયુપીએ સીબીએસઈ સાથે જોડાણ કર્યું હતું અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટ ફાઉન્ડેશનલ સ્ટેજ (એનસીએફ- એફએસ)નો અમલ કરવા શિક્ષકો માટે સંશોધન આદારિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ટીએસએલપી (થિંક- શેર- લર્ન- પ્રેક્ટિસ) સૂઝબૂઝપૂર્વક તૈયાર કર્યો હતો. તે નવા અને વૈવિધ્યપૂર્ણ શિક્ષક તાલીમ વર્કશોપ અને સામગ્રીઓ વિકસાવવાનું ચાલુ રાખે છે, જેથી દેશભરમાં શિક્ષકોમાં વ્યાપક પહોંચ મળે.

સહભાગી શિક્ષકોએ રોચક, પ્રવૃત્તિ આધારિત શીખવવાનો અભિગમ માટે અને તેમના વર્ગમાં વિદ્યાર્થીઓની સફળતા માટે એનઈપી 2020 અને એનસીએફ 2023નો અમલ કરવા માટે તેમણે પ્રાપ્ત કરેલી મૂલ્યવાન ઈનસાઈટ્સ માટે વર્કશોપની સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here