નેશનલ ૦૭ માર્ચ ૨૦૨૫: શૈક્ષણિક સફળતા માટે પહોંચક્ષમતા અને સાનુકૂળતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે એ ઓળખતાં ઓક્સફર્ડ ઈએલએલટી દુનિયાભરના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે તૈયાર કરાયેલા ડિજિટલ અભિગમ સાથે ઈન્ગ્લિશ લેન્ગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટિંગનો નવો દાખલો બેસાડી રહી છે. વાંચન, શ્રવણ, લેખન અને વક્તવ્ય કુશળતાનું આસાન આકલન પ્રદાન કરતાં ઓક્સફર્ડ ઈએલએલટી બે તૈયાર ફોર્મેટ ઓફર કરે છે, જેમાં ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ વિદ્યાર્થીઓને રિમોટ થકી ટેસ્ટ પૂર્ણ કરવાની સુવિધા આપે છે અને ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ માળખાબદ્ધ અને વિચલિત મુક્ત વાતાવરણ ચાહનારા માટે ઈન-પર્સન, ઈનવિજિલેટેડ ટેસ્ટ સેન્ટર અનુભવ આપે છે. આ ડ્યુઅલ- ફોર્મેટ મોડેલ વિદ્યાર્થીઓ તેમની જરૂરતોને ઉત્તમ અનુકૂળ ટેસ્ટ પસંદ કરી શકે તેની ખાતરી રાખે છે, જેથી ઓક્સફર્ડ ઈએલએલટી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિશ્વસનીય પસંદગી બને છે.
ઓક્સફર્ડ ઈએલએલટીની સફળતાના હાર્દમાં આધુનિક ડિજિટલ મંચ છે, જે એઆઈ- પ્રેરિત મૂલ્યાંકનને લાઈવ એક્ઝામિનર- પ્રેરિત વક્તવ્ય આકલનને જોડે છે. આ ટેકનોલોજી અને માનવી નિપુણતાનું સંમિશ્રણ સંતુલિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય ટેસ્ટિંગ અનુભવ પૂરો પાડે છે. આરંભથી ઓક્સફર્ડ ઈએલએલટે 97,000થી વધુ ટેસ્ટ ટેકર્સ અને આકર્ષક 25 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ સાથે ઝડપથી આકર્ષણ વધાર્યું છે. પ્રતિષ્ઠિત યુકે રસેલ ગ્રુપ ઈન્સ્ટિટ્યુશન્સ, જેમ કે, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગોવ સહિત દુનિયામાં 200થી વધુ યુનિવર્સિટીઓની માન્યતા સાથે ઓક્સફર્ડ ઈએલએલટીએ અંગ્રેજી ભાષાની પરીક્ષામાં અવ્વલ નામ તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.
સર્વ ઓક્સફર્ડ ઈએલએલટીના પરીક્ષકોને અલગ અલગ શીખવાની ક્ષમતાઓ, પ્રાદેશિક ભાષાબોલી અને વક્તવ્ય અવરોધો સાથે વિદ્યાર્થીઓ સાથે કામ કરવા માટે તાલીમબદ્ધ કર્યા છે. ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષાનો એક વિભાગ પૂર્ણ કર્યા પછી અટકી શકે છે અને મને વધુ સાનુકૂળતા પ્રદાન કરવા એક મહિનામાં કોઈ પણ સમયે ટેસ્ટ ફરીથી શરૂ કરી શકે છે.
માળખાબદ્ધ તૈયારીના મહત્ત્વ પર બોલતાં ઓઆઈડીઆઈ સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી રત્નેશ મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઓક્સફર્ડ ઈએલએલટી જેવી ભાષાના આકલનમાં સફળતા પ્રેક્ટિસ અને ફોકસ્ડ લર્નિંગ વિશે છે. યોગ્ય તૈયારીની વ્યૂહરચના સાથે ટેસ્ટ ટેકર્સ આત્મવિશ્વાસ સાથે ઓક્સફર્ડ ઈએલએલટીનો સંપર્ક કરી શકે છે અને તેમના ઈન્ગ્લિશ લેન્ગ્વેજ પ્રોફિશિયન્સી પ્રવાસમાં સફળતા હાંસલ કરી શકે છે. અમારી ઈનોવેટિવ ટેકનોલોજી, વૈશ્વિક સન્માન અને વિદ્યાર્થીલક્ષી અભિગમ સાથે અમે ભાષાના આકલનમાં નવાં ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખીને દુનિયાભરના વિદ્યાર્થીઓને વિશ્વસનીય, કાર્યક્ષમ અને સાનુકૂળ પરીક્ષાના સમાધાનને પહોંચ મળે તેની ખાતરી રાખી છે.’’
ઓક્સફર્ડ ઈએલએલટીની ડિજિટલ ઈનોવેશન પ્રત્યે કટિબદ્ધતાએ ઉદ્યોગમાં વ્યાપક માન્યતા પ્રાપ્ત કરી છે. 2023માં તેને પાયોનિયર એવોર્ડસ ખાતે અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો અને તેની ગ્લોબલ બિઝનેસ ટેક એવોર્ડસ માટે પસંદગી થઈ હતી. ઉપરાંત પાત્રતા અને કુશળતા ધોરણો પર વૈશ્વિક સન્માનિય સત્તા એક્ટિસ દ્વારા ઓક્સફર્ડ ઈએલએલટીને સીઈએફઆર લેવલ બી1થી સી1 સાથે સુમેળ સાધતાં ઈન્ગ્લિશ પ્રોફિશિયન્સીનું વિશ્વસનીય માપન તરીકે સન્માનિત કરી છે.