અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે: અમિતશાહ

0
5

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચાર ધારાના વાહક છે: અમિત શાહ

દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં સૌ પ્રથમ સભ્ય દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. આ અભિયાનનું લક્ષ્યવર્ષ 2014ની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે. આ અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી છે.

જેમાં સર્વસ્પર્શી એટલે કે દેશમાં કોઈ પણ બૂથ કોઈ પણ પર્વત, ટાપુ કે ગાઢ જંગલ કે કોતરમાં હાજર હોઈ શકે છે. તેણે અસ્પૃશ્યન રહેવું જોઈએ. જ્યારે સર્વ સમાવેશકનો અર્થ એ છે કે દેશનો કોઈપણ નાગરિક, તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના, તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા જોઈએ. કારણકે ભાજપ એવી પાર્ટી છે. જે તેના સભ્યો અને કાર્યકરોને માત્ર સંખ્યા ગણતા નથી. ભાજપ પાર્ટીનો દરેક કાર્યકર જીવંત એકમ છે. દરેક કાર્યકર વિચારધારાનો વાહક છે. અહીં કાર્યકર વર્કકલ્ચરનો પોષક છે. જે સરકાર અને સંસ્થા વચ્ચે એક કડી તરીકે પણ કામ કરે છે. જે સરકારને હંમેશા લોકો સાથે જોડાયેલી રાખે છે.

ઉલ્લેખનીયછે કે, આજે આપણાં ભારત દેશમાં 1,500થી વધુ રાજકીય પક્ષો છે. પરંતુ કોઈ પણ એવી પાર્ટી નથી, જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણની સાથે દર 6 વર્ષ પછી અભિયાન ચલાવતા હોય. આવા તજગજાય છે કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં બે સભ્ય હતા અને આજનો એક સમય છે જ્યારે ભાજપા પાર્ટી ભારત જ રહી દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે. જેને પોતાના સંઘર્ષના દિવસોમાં અનેક તકલીફો, પડકારો, અને કહાર, અનેક પરાજય જોઈ છે. તેમ છતાંય પોતાના સંઘર્ષને ક્યારેય અટકવા દીધો નથી.

આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં10 વર્ષ, જ્યાં 60 કરોડ ગરીબોને ઘર, વીજળી, દુકાન, રાશન, ગેસ અને 5 લાખ સુધી મફત આરોગ્ય મળે છે. આ ભાજપ સરકાર આજે ભારત વિકાસ, સશક્ત અને સમૃદ્ધ ભારતની કલ્પના કરે છે.  પીએમ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ગ્રામીણ વિકાસ હોય અથવા શહેરી, ઊર્જા હોય કે પછી અંતરીક્ષ, ડિજિટલેશન અથવા ઇન્ફ્રા દરેક ક્ષેત્રમાં દમદાર વિકાસ થયો છે. વડા પ્રધાનના નેતૃત્વ માં દેશને આંતરિક અને વાહ્ય સુરક્ષા પણ મજબૂત બની છે, જેના કારણે આજે દેશ નવી ઊંચાઈઓ હાંસિલ કરી રહ્યો છે.

આ અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે અને ફરી એક વાર ભારત વિજય, ભાજપ વિજયનું અભિયાન શરૂ થશે. એટલા માટે જરૂરી છે કે આપણે સૌ દરેક ગામ દરેક ઘર દરેક શહેર દરેક ટાપુ જંગલ પહાડ જઈને ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરીએ. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાન ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here