અમદાવાદમાં બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન

0
27

ગુજરાત – અમદાવાદ 02 સપ્ટેમ્બર 2024: આગામી સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. જેથી અમદાવાદીઓને ફેશન દુનિયામાં અવનવી પ્રોડકટ મળી રહે તે હેતુથી અમદાવાદનાં બોપલ આંબલી રોડ પર આવેલ અલ્મીરા લક્ષ ગેલેરી ખાતે તારીખ 2 અને 3  સપ્ટેમ્બર દરમિયાન ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું  છે. આ એક્ઝિબિશન પ્રીઝમેટીક ઈવેન્ટ્સ અને  મંડલા દ્રારા પ્રથમવાર અમદાવાદ યોજાઈ રહ્યું છે.

એક્ઝિબિશનમાં ડિઝાઈનર જવેલરી, ડિઝાઈનર ચણીયાચોળી, કેઝ્યુઅલ વેર , હોમ ડેકોર, અવનવી કેક, જેવી અનેક પ્રોડકટ અમદાવાદીઓ જોવા મળશે. નવરાત્રી અને દિવાળીનાં તહેવારો માટે અવનવા ડિઝાઈનર કપડા અને દાગીના અનેક શ્રેણી ઉપલબ્ધ  છે. દિવાળીનાં મોસમમાં માટે કોપોરેટ ગીફટની વિશાળ શ્રેણી આ એક્ઝિબિશનમાં જોવા મળનાર છે આ બે દિવસીય ફેશન એક્ઝિબિશનમાં અમદાવાદીઓ દ્રારા તૈયાર કરાયેલ તાજગી પૂર્ણ રીતે બનાવેલ ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો.

એક્ઝિબિશન અંગે પ્રીઝમેટીક ઈવેન્ટ્સના વૈદહી દવે જણાવી રહ્યા છે કે અમદાવાદમાં  અમે પ્રથમ વાર એક્ઝિબિશન યોજી રહ્યા છીએ, જેનો મને ગર્વ છે. આ એક્ઝિબિશનમાં 12થી વધુ એકઝીબિટર્સ પોતાની અવનવી પ્રોડકટ લઈ આવી રહ્યા છે.

મંડલાનાં બ્રિજલ શાહે જણાવ્યું હતુ કે રાજયની મહિલા આગળ આવે તેવા ઉંડા આશયથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તો ચાલો અમદાવાદીઓ તારીખ 2 અને 3 સપ્ટેમ્બરે અમદાવાદની અલ્મીરા લક્ષ ગેલેરીમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here