ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા ‘મૈ હું હીરો’નું આયોજન, કેન્સર સર્વાઇવર્સનું સન્માન કર્યું

0
17

આ ઇવેન્ટમાં કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પ્રેરણાત્મક વાત, ઇન્ટરેક્ટિવ સત્ર, ફેશન શો અને બે પુસ્તકોના વિમોચનનો સમાવેશ કરાયો હતો.

અમદાવાદ: ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે “મૈ હું હીરો” નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓ (સર્વાઇવર્સ)ની સ્થિતિસ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી, જે  કેન્સર સામે દરેક બહાદૂરીથી લડાઇ લડનારાઓના સન્માનમાં સમર્પિત હતી.

આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વિખ્યાત વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્ય રહ્યા હતા, જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા.

ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતોની એક ટીમે ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યુ હતું જેમાં કેન્સર વ્યવસ્થાપન અને સારવાર પર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી.

તે સાંજે અનેક સ્પર્શી જાય તેવી ક્ષણોમાંની એક ક્ષણ ફેશન શો હતી, જેમાં કેન્સર સર્વાઇવર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમણે આત્મવિશ્વાસપૂર્વર રેમ્પ પર વોક કર્યુ હતું, જેમાં તેમની ફક્ત સ્ટાઇલ જ નહી પરંતુ તેમનો અતૂટ ઉત્સાહ અને હિંમતનું નિરૂપણ થયું હતુ.

ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ઇતેશ ખટવાણીએ જણાવ્યુ હતું કે, “આજે અમે ફક્ત સર્વાઇવર્સની જ ઉજવણી કરી રહ્યા નથી, પરંતુ જીવનની પણ ઉજવણી કરીએ છીએ. ‘મૈ હું હીરો’ એ અમારા કેન્સર સર્વાઇવર્સની અતુલ્ય શક્તિ અને સ્થિતિસ્થાપકતાને એક સલામ છે. આ સ્ટોરીઓએ અમને શક્ય શ્રેષ્ઠ સંભાળ અને કેન્સરના દર્દીઓને ટેકો પૂરો પાડવાના અમારા મિશનમાં દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.”

આ ભવ્ય ઇવેન્ટ, પંડિત દીનદયાલ ઓડીટોરીયમમમાં યોજાઇ હતી, જેમાં બે પુસ્તકો જેમ કે મેડીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. પલક ભટ્ટના  “અંત નહી આરંભ” અને પીડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજિસ્ટ ડૉ. ગીતા ખટવાણીના “આશા – બાળપણના કેન્સર સામે ચમકતી આશા”નું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું. આ પુસ્તકોનો હેતુ કેન્સરથી અસરગ્રસ્ત લોકોને પ્રેરણા અને આશા પૂરી પાડવાનો છે, જે ઓન્કોવિન કેન્સર સેન્ટરના જાગૃત્તિ ફેલાવવાના અને ટેકો પૂરો પાડવાના મિશનને વધુ આગળ લઇ જાય છે.

ઓન્કોવિન કેન્સર સેન્ટર એ અમદાવાદમાં આગવી કેન્સર કેર સંસ્થા છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળી, પરિણામલક્ષી સારવાર અને રક્તને લગતા રોગ વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેકનોલોજીથી અને નિષ્ણાત ઓન્કોલોજિસ્ટસની ટીમથી સજ્જ ઓન્કોવિન કેન્સર કેરનો હેતુ દેશના પશ્ચિમ ભાગના જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચવાનો છે અને ગુજરાતમાં ગુણવત્તાયુક્ત કેન્સર કેરની એક સમાનાર્થી બનીને ઉભરી આવવાનો હેતુ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here