આ કાર્યક્રમમાં ભારત સરકારના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે
અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ – ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદમાં ઉત્તર પૂર્વ વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન કરી રહ્યું છે. આ રોડ શોનો પ્રારંભ સવારે ૧૦:૩૦ વાગ્યે હોટેલ હયાત રેજેન્સી આશ્રમ રોડ અમદાવાદ ખાતેથી થશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે. શ્રી શાંતનુ સંયુક્ત સચિવ, ઉત્તર પૂર્વીય રાજ્યોના ડીપીઆઈઆઈટી, એનઈસી, એનઈએચએચડીસી, એનઈઆરએએમએસી અને એનઈડીએફઆઈના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ આ રોડ શોમાં હાજરી આપશે. આ રોડ શોનો ઉદ્દેશ ગુજરાતના ગતિશીલ વ્યાપાર સમુદાય માટે ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ઉપલબ્ધ વિપુલ રોકાણ તકોને ઉજાગર કરવાનો છે.
આ રોડ શોનું આયોજન ઉત્તર પૂર્વીય ક્ષેત્રની રાજ્ય સરકારો, ફિક્કી (ઇન્ડસ્ટ્રી પાર્ટનર) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા (ઇન્વેસમેન્ટ ફેસીલીટેશન પાર્ટનર) ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ રોડ શો એ નોર્થ ઈસ્ટ ઈન્વેસ્ટર્સ સમિટની પ્રી-સમિટ પ્રવૃત્તિઓના ભાગ રૂપે સાતમો મુખ્ય રોડ શો છે અને તેમાં આઠ પૂર્વોત્તર રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના પ્રતિનિધિઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ રાજ્યો મુખ્ય ક્ષેત્રોમાં વિવિધ રોકાણ તકોને ઉજાગર કરશે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો, આઈટી અને આઈટીઈએસ, ઉર્જા, કાપડ, હાથવણાટ અને હસ્તકલા, પ્રવાસન અને આતિથ્ય, શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્યસંભાળ, મનોરંજન અને રમતગમતનો સમાવેશ થાય છે. આ રોડ શોમાં B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) મીટિંગ્સ પણ હશે જે રોકાણકારોને રાજ્યના પ્રતિનિધિઓ સાથે સીધા જોડાવા અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ક્ષેત્રીય તકો શોધવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) દ્વારા આયોજિત થનારા ઉત્તર પૂર્વ રોકાણકારો સમિટનો ઉદ્દેશ રોકાણોને આકર્ષવાનો અને આર્થિક વિકાસને ઉત્તેજીત કરવાનો છે. મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને બેંગલુરુમાં અગાઉના રોડ શોમાં મજબૂત ભાગીદારી મળી હતી.
૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ મુંબઈમાં આયોજિત રોડ શોમાં માનનીય કેન્દ્રીય ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) ના મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, માનનીય ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને મેઘાલયના માનનીય મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે. સંગમા ઉપસ્થિત રહ્યા હતા, જે એક મહત્વપૂર્ણ સફળતા હતી. B2G બેઠકોમાં રોકાણકારોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી આ ક્ષેત્રના ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે વધતા આકર્ષણને દર્શાવે છે.
અમદાવાદમાં યોજાનારા રોડ શોમાં ઉત્તર પૂર્વ ભારતમાં વિકાસ યાત્રાનો ભાગ બનવા ઈચ્છુક ઘણા સંભવિત રોકાણકારો આકર્ષાય એવી અપેક્ષા છે.