નોઈઝે ભારતમાં માસ્ટર બડ્સ લોન્ચ કર્યા, સાઉન્ડ બાય બોસની સાથે નેકસ્ટ-જનરેશનના TWS

0
3
  • માસ્ટર બડ્સ એ તાજેતરમાં લોન્ચ કરેલ નોઇઝ માસ્ટર સિરીઝ હેઠળ લોન્ચ કરાયેલ નોઇઝની પ્રથમ ઓફર છે, જેને પ્રીમિયમ અનુભવને ડેમોક્રેટિઝ બનાવવા માટે ડિઝાઇન કરેલ છે
  • માસ્ટર બડ્સ ભારતીય બજારમાં હાઇ-ક્વાલિટીવાળું સાંભળવાની સુવિધા અને TWS માં પહેલાં ક્યારેય ન જોયેલી આઇકોનિક ડિઝાઇન લઇને આવ્યા છે

ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી કનેક્ટેડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નોઇઝ એ તેનું નવીનતમ ઓડિયો ઇનોવેશન, નોઇઝ માસ્ટર બડ્સ લોન્ચ કર્યું છે, જે સાઉન્ડ બાય બોસ ટેકનોલોજી સાથે નિષ્ણાત રીતે ટ્યુન કરેલ ઓડિયો સાથે ટ્રૂલી વાયરલેસ ઇયરબડ્સની એક જોડી છે. તાજેતરમાં રજૂ કરાયેલ તેની માસ્ટર સિરીઝમાં પ્રથમ પ્રોડક્ટ, દરેક બીટ, નોટ અને લિરિક્સ ઉચ્ચ ગુણવત્તા સાથે રજૂ કરવા માટે તૈયાર છે. સાંભળવાના અનુભવને ફરીથી પરિભાષિત કરતાં નોઇઝ માસ્ટર બડ્સ એવા ગ્રાહકો માટે એક સુલભ વિકલ્પ પૂરો પાડે છે જેઓ ઇમર્સિવ સાંભળવાનો અનુભવ ઇચ્છે છે.

અદ્યતન 49dB ANCની વિશેષતા સાથે, નોઇઝ માસ્ટર બડ્સ વપરાશકર્તાઓ માટે એક ઇમર્સિવ, ડિસ્ટ્રેકશન-ફ્રી સાંભળવાનો અનુભવ પૂરો પાડે છે. લાંબા સમય સુધી ચાલતા આરામ માટે બનાવેલ ઇયરબડ્સમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે જે એક આદર્શ જીવનશૈલી અપગ્રેડ સુનિશ્ચિત કરે છે. ડ્યુઅલ ડિવાઇસ કનેક્ટિવિટી અને ગૂગલ ફાસ્ટ પેયરિંગ જેવી અદ્યતન સુવિધાઓનું સંયોજન કરીને નોઇઝ માસ્ટર બડ્સ પ્રદર્શન અને સુવિધાનું એક સહજ મિશ્રણ પૂરું પાડે છે.

નોઇઝ માસ્ટર બડ્સમાં સ્પેશિયલ ઓડિયો સપોર્ટ પણ છે અને તે PEEK અને ટાઇટેનિયમ જેવી શ્રેષ્ઠ સામગ્રીમાંથી બનેલા હળવા વજનના 12.4mm ડ્રાઇવર્સથી સજ્જ છે. હાઇ-ડેફિનેશન ઓડિયોને વધુ બૂસ્ટ કરવા માટે ઇયરબડ્સ LHDC (લો લેટન્સી હાઇ ડેફિનેશન ઓડિયો કોડેક) સપોર્ટની સાથે આવે છે.

આ લોન્ચ પર ટિપ્પણી કરતા, નોઈઝના સહ-સ્થાપક અમિત ખત્રીએ જણાવ્યું હતું કે, “નોઈઝ માસ્ટર બડ્સના લોન્ચ સાથે અમે TWS માં અમારા સૌથી અદ્યતન અને ઇમર્સિવ સાઉન્ડ અનુભવ પૂરો પાડીને ભારતીય ઓડિયો માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યા છીએ. તે ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરાયેલ મહત્વાકાંક્ષી ડિઝાઇન કરેલા TWS માં સુંદર રીતે પેક કરાયેલ ઉચ્ચ-ગુણવત્તાવાળા અવાજને પ્રદાન કરે છે. ગુજરાત અમારા માટે એક મુખ્ય બજાર રહ્યું છે, જેમાં પ્રીમિયમ અનુભવ પ્રદાન કરતા વેરેબલ્સની માંગ વધી રહી છે. અમને વિશ્વાસ છે કે માસ્ટર બડ્સ આ બજારમાં વપરાશકર્તાઓ માટે સાંભળવાના અનુભવને શ્રેષ્ઠ બનાવશે.”

સમૃદ્ધ, સુમેળભર્યા અવાજમાં ડૂબી જાઓ
સાઉન્ડ બાય બોસ ટેકનોલોજી સાથે, નોઇઝ માસ્ટર બડ્સને તમામ ફ્રીક્વન્સીઝ પર સમૃદ્ધ, શક્તિશાળી ઓડિયો પ્રદાન કરવા માટે કુશળતાપૂર્વક ટ્યુન કરવામાં આવ્યા છે, જે ક્રિસ્ટલ-ક્લિયર અવાજની ખાતરી કરે છે. તેઓ બાસ, મિડ-રેન્જ અને ટ્રેબલનું સંપૂર્ણ સંતુલન પ્રદાન કરે છે, જેનાથી ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો અનુભવ પ્રદાન કરે છે જ્યાં વોકલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટસ નોંધપાત્ર ચોકસાઇ સાથે પહોંચાડવામાં આવે છે.

વાસ્તવમાં ઇમર્સિવ અનુભવ માટે અસરકારક એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC)
નોઈઝ માસ્ટર બડ્સ નોઈઝ કેન્સલેશન પ્રદાન કરે છે જે 49dB સુધીના અનુકૂલનશીલ ધ્વનિ આઇસોલેશન પ્રદાન કરે છે. ભલે કોઈ વ્યક્તિ ભીડભાડવાળા કાફેમાં હોય, ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યો હોય કે વ્યસ્ત શેરીમાંથી પસાર થઈ રહ્યો હોય, નવા ઇયરબડ્સ એક શાંત જગ્યા બનાવે છે, જેનાથી વ્યક્તિ વિક્ષેપ વિના સંગીત, કાર્ય અથવા કૉલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

અદ્યતન એન્જિનિયરિંગ વિવિધ ફ્રીક્વન્સીઝમાં સતત અવાજ રદ કરવાની ખાતરી આપે છે, જે તેમને પ્રોડક્ટિવિટી વધારવા અથવા અવિરત મનોરંજનનો આનંદ માણવા માટે યોગ્ય બનાવે છે. ચોકસાઇ સાથે આસપાસના અવાજને દૂર કરીને, નોઇઝ માસ્ટર બડ્સ એક અદ્વિતીય અનુભવ પૂરો પાડે છે, જે વપરાશકર્તાની દરેક જરૂરિયાતને અનુરૂપ છે.

એર્ગોનોમિક પ્રિસિઝન બેજોડ આરામ માટે હળવા વજનની ડિઝાઇન સાથે મળે છે
નોઇઝ માસ્ટર બડ્સને મહત્તમ આરામ સુનિશ્ચિત કરતી વખતે એક્ટિવ લાઇફસ્ટાઇલની બનાવી રાખવા માટે સમજી વિચારીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમની હળવા વજનની, એર્ગોનોમિક ડિઝાઇન વપરાશકર્તાના કાનની નળીના અનોખી રૂપરેખાને અનુરૂપ બનાવવામાં આવી છે, જે સુરક્ષિત અને વ્યક્તિગત ફિટ સુનિશ્ચિત કરે છે. આ પ્રોડક્ટ શુદ્ધ અવાજના વારસાને પ્રતિબિંબિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે વિનાઇલ રેકોર્ડ્સની જેમ શુદ્ધ શ્રવણના સારને કેદ કરે છે.

સોફ્ટ-ટચ મટિરિયલ્સથી બનેલા આ ઇયરબડ્સ એક આરામદાયક, કોમળ ફિટ પ્રદાન કરે છે જે કાન પર દબાણ ઘટાડે છે, લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન પણ કોઈ અગવડતા નથી તેની ખાતરી કરે છે. સોફ્ટ સિલિકોન ઇયર ટીપ્સની ત્રણ સાઇઝ – નાની, મધ્યમ અને મોટી સાથે તેઓ બધા કાનના આકારોને અનુરૂપ હોય છે, જેનાથી ખરેખર કસ્ટમાઇઝ્ડ અનુભવ મળે છે. ઇયરબડ્સ આખો દિવસ પહેરવા માટે આદર્શ છે, પછી ભલે કોઇ જીમમાં હોય, ઓફિસમાં હોય, અથવા ઘરે આરામ કરતા હોય. અલ્ટ્રા-કોમ્પેક્ટ ચાર્જિંગ કેસ સરળતાથી ખિસ્સા અથવા બેગમાં ફિટ થઇ જાય છે, જે સફરમાં વપરાશકર્તાઓ માટે સુવિધા સુનિશ્ચિત કરે છે.

સુવિધા સાથે ઑડિઓ શ્રેષ્ઠતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે
નોઇઝ માસ્ટર બડ્સે ઓડિયો પર્ફોર્મન્સમાં એક નવું ધોરણ સ્થાપિત કર્યું છે, જેમાં ઉદ્યોગ-અગ્રણી સુવિધાઓને અસાધારણ સાઉન્ડ ગુણવત્તા સાથે જોડી દેવામાં આવી છે. સહજ ડ્યુઅલ-ડિવાઇસ કનેક્ટિવિટી જેવી સ્માર્ટ કાર્યક્ષમતાઓ સરળ મલ્ટીટાસ્કીંગને વધુ સુનિશ્ચિત કરે છે, જ્યારે ગૂગલ ફાસ્ટ પેયરિંગ એન્ડ્રોઇડ ડિવાઇસની સાથે ઝડપી અને મુશ્કેલી-મુક્ત પેરિંગ સુનિશ્ચિત કરે છે. સ્પેશિયલ ઑડિયો સપોર્ટ સંગીત, મૂવીઝ અથવા ગેમિંગ માટે આદર્શ, વધુ જીવંત અને ડાયનેમિક સાઉન્ડસ્ટેજ સાથે સાંભળવાના અનુભવને વધારે છે.

આધુનિક લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ નોઇઝ માસ્ટર બડ્સમાં ઇન્સ્ટાચાર્જ™ ટેકનોલોજી છે, જે 10 મિનિટના ચાર્જ પર 6 કલાક સુધીનો પ્લેટાઇમ આપે છે, જે તેમને સંપૂર્ણ મુસાફરી સાથી બનાવે છે. વધુમાં, ઇયરબડ્સ ચાર્જિંગ કેસ સાથે કુલ 44 કલાકનો શાનદાર પ્લેટાઇમ આપે છે.

બ્લૂટૂથ v5.3 થી સજ્જ, ઇયરબડ્સ શ્રેષ્ઠ કનેક્ટિવિટી, ઝડપી ટ્રાન્સમિશન અને સુધારેલી રેન્જ સુનિશ્ચિત કરે છે. IPX5-રેટિંગ સ્વેટ અને વોટર રેઝિસ્ટન્સ તેમને વર્કઆઉટ્સ અને આઉટડોર સાહસો માટે આદર્શ બનાવે છે, જ્યારે લો લેટન્સી મોડ ચોક્કસ અને ઇમર્સિવ ઑડિઓ સાથે ગેમિંગને વધારે છે. વધારાની સુવિધાઓમાં ટાઇપ-સી ચાર્જિંગ અને નોઇઝ એપ્લિકેશન દ્વારા સંચાલિત ફર્મવેર અપડેટ્સનો સમાવેશ થાય છે.

કિંમત અને ઉપલબ્ધતા
નોઇઝ માસ્ટર બડ્સ ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે – ઓનીક્સ, ટાઇટેનિયમ અને સિલ્વર. તે gonoise.com, એમેઝોન, રિલાયન્સ ડિજિટલ, ક્રોમા અને વિજય સેલ્સમાં રૂ.7,999 માં ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here