ગુજરાત, અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: હાલના સમયમાં નાના બાળકોમાં ઓબેસિટી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરની મહિલાએ લિટલ ફિંગર્સ હેઠળ મીલેટ્સથી મેંદો મુક્ત ફૂડપ્રોડક્ટ બનાવીને તે અટકાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવતા મિલ્ક, લાડુ, રાબ અને પેનકેકમિક્સ સાથે કુકિઝની વિશાળ શ્રેણી બનાવી છે.
જે વિશે માહિતી આપતા ઇલેક્ટ્રોનિક્સ કૉમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર ઉદ્યોગસાહસિક નિરા શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં મને જોડકી દીકરીઓ થઇ અને તેમના પોષણ માટે માર્કેટમાં વસ્તુઓની ખરીદી કરવા ગઇ ત્યારે મેંદો અને સુગરનો ઉપયોગ કરીને બનાવેલી પ્રોડક્ટ જ મને મળી. જેથી મેં નક્કી કર્યું કે મારી સાથે સાથે બીજાના બાળકોને મેંદો યુક્ત ફૂડનાખાવુ પડે તે માટે થઇને વર્ષ ૨૦૧૮માં મીલેટ્સ, ખારેક, ગોળ અને રાગી સહિતની ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાયબર મળી રહે તેવું ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડ બનાવ્યું. માર્કેટમાં મળતા મિલ્ક પાઉડરમાં પણ ખાંડનો ઉપયોગ થતો હોવાથી આપણે તે પણ બાળકોને ખવડાવવાનું ટાળવું જોઇએ. અમારા દ્વારા બનાવવામાં આવેલી દરેક પ્રોડક્ટ ૭ મહિનાના બાળકથી લઇને દરેક વયજૂથના લોકો આરોગી શકે છે. નોંધનીય છે કે, લિટલફિંગર્સ હેઠળ બનાવેલી દરેક પ્રોડક્ટ ગર્ભવતી મહિલા અને તેના બાળકના પોષણમાં ચોક્કસ પણે વધારો કરે છે.