નેટફ્લિક્સની ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો રિટર્ન્સની સીઝન 2 હસી કા ત્યોહારનું વચન આપે છે!

0
22

13 એપિસોડની આ સીઝન 21 સપ્ટેમ્બરથી દરેક શનિવારે રાત્રે 8.00 વાગ્યાથી નવા એપિસોડ સાથે પ્રસારિત થશે 

મુંબઈ 14 સપ્ટેમ્બર 2024: “પાંચ બજે નહિ, છે બજે નહિ, સાત બજે નહિ, આઠ બજે ડ્યુટી શુરુ હોતી હૈ.” (સાંજે 5.00 વાગ્યે નહીં, 6.00 વાગ્યે નહીં, 7.00 વાગ્યે પણ નહીં… પરંતુ રાત્રે 8.00 વાગ્યાથી ડ્યુટી શરૂ થશે). જો તમારે માટે આટલું પૂરતું નહીં હોય તો જાણી લો કે તમારે માટે હજુ ઘણું બધું છે. હા, કપિલ શર્મા, સુનિલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, રાજીવ ઠાકુર અને અર્ચના પૂરણ સિંહ સફળ સીઝન 1 પછી ફરી એક વાર હાસ્યની તેમની ઉત્કૃષ્ટ બ્રાન્ડ સાથે પાછાં આવી રહ્યાં છે. નેટફ્લિક્સ દ્વારા આજે The Great Indian Kapil Showની આગામી બીજી સીઝનનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે અને બધા જ 21મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં તેમના શનિવારો ફનીવારોમાં ફેરવાઈ જાય તેની ઉત્સુકતામાં ફેરવાઈ જાય તેની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છે!

સીઝન 2 દેશના સુપરસ્ટાર સાથે ભારત અને તેની સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરવા માટે વચનબદ્ધ છે. લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટથી દીર્ઘદ્રષ્ટા નિર્માતા- દિગ્દર્શક કરણ જોહર સુધી, દેખાવડા સૈફ અલી ખાનથી દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના લોકપ્રિય સુપરસ્ટાર જુનિયર એનટીઆર સુધી અને હાલની સેન્સેશન જાહન્વી કપૂર સુધી, દર્શકોને અગાઉ ક્યારેય નહીં તે રીતે તેમને વધુ જાણવાની તક મળશે. આ સીઝનમાં ટી20 વર્લ્ડ કપના વિજેતાઓ પણ હશે, જેઓ તેમના ઉખાણામાં હોશિયાર છે અને સુંદર બોલીવૂડની પત્નીઓ ભારતમાં દિલ્હી અથવા મુંબઈમાંથી કયું શહેર ઉત્તમ છે તે ડિબેટ પર પડદો પાડશે. દેખીતી રીતે જ કોમેડીના રાજા કપિલ અને તેની આખી ટીમના પંચ અને ગેગ્સ સાથે આ વધુ રોચક બની રહેશે. સ્પષ્ટ રીતે કહીએ તો, જબ લગેગા ગ્લેમર કા તડકા, કોમેડી કા ફીવર હોગા ઔર ભી હાઈ! (ગ્લેમરની છાંટ લાગસે ત્યારે કોમેડીનો ફીવર વધુ હાઈ રહેશે!)

આગામી સીઝન વિશે બોલતાં કપિલ શર્મા કહે છે, “વચન પ્રમાણે અમે ઝાઝો સમય લીધો નથી અને પલક ઝપકતે હી હમ દૂસરે સીઝન કે સાથ લૌટ આયે હૈ ઓન નેટફ્લિક્સ (અમે પલકવારમાં સીઝન 2 સાથે પાછી આવી ગયા છીએ). અમે દુનિયાભરમાંથી ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સીઝન 1 માટે પ્રાપ્ત પ્રેમ માટે બધાના ખૂબ ખૂબ આભારી છીએ. અમારા દર્શકોએ હંમેશાં અમને તેમનો પરિવારનો હિસ્સો હોય તે રીતે રાખ્યા છે અને તે માટે અમે આભારી છીએ. આ વખતે તમે અમને અલગ અવતારમાં જોઈ શકશો, જેમાં દરેક એપિસોડમાં અમારા એન્ટિક્સ વધુ અનોખા હશે. અમે અર્ચનાજી સાથે વધુ કરી શક્યા નથી… જેથી તમારી આશાઓને બહુ ઉચ્ચ નહીં રાખશો. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સીઝન 2 આપણે કોણ છીએ, આપણી સંસ્કૃતિ અને આપણા લોકોની ઉજવણી રહેશે. અમે ઉજવણી કરી રહ્યા છીએ તમે, અમારા વહાલા દર્શકોની.”

નેટફ્લિક્સ ઈન્ડિયાનાં સિરીઝ હેડ તાન્યા બામીએ જણાવ્યું હતું કે, ”ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શો અમારા સર્વ સભ્યો માટે લાવવું તે 2024માં અમારી સૌથી ઉચ્ચ અગ્રતામાંથી એક હતી અને અમે આ વર્ષે બીજી સીઝન પાછી લાવવા માટે બેહદ રોમાંચિત છીએ. દેશભરમાં તહેવારોનો મૂડ ઓર વધારતાં આ સીઝન ભારતની ઉજવણી કરે છે. અમુક બહુપ્રતિક્ષિત અને અમુક આશ્ચર્યજનક મહેમાનો સાથે અમે બોલીવૂડ, ક્રિકેટ વગેરે જેવા ભારતના હાર્દની બાબતોની ઉજવણી કરીશું. અમે ભારતીય કોમેડીના રાજાને તેના દર્શકો સુધી દૂરસુદૂર લઈ જઈ રહ્યા છીએ ત્યારે અમારા પરિચિત અને નવા નુસખા સાથે કોમેડીની નવી ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. તો પરિવારો માટે કપિલ સાથે તેના પરિવારજન સુનિલ, કૃષ્ણા, કિકુ, રાજીવ અને અર્ચના સાથે હાસ્ય અને કોમેડીના સાપ્તાહિક ડોઝ સાથે તેમના વીકએન્ડ્સને વધુ રોચક બનાવવાનો આ સમય છે.”

જોતા રહો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2 સાથે દરેક ફનીવાર શરૂ થાય છે 21 સપ્ટેમ્બરે રાત્રે 8.00 વાગ્યાથી ફક્ત નેટફ્લિક્સ પર.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here