નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

0
18

અમદાવાદ 05 નવેમ્બર 2024: નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશને નૂહ જિલ્લામાં ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના પાંચ વર્ષ સફળતા પૂર્વક પૂરા થવા બદલ સેલિબ્રેશન કર્યું. સમુદાયની આધારિત ગ્રામીણ વિકાસને મજબૂત કરવા માટે રોહિરા ગામમાં વર્ષ ૨૦૧૯માં આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો. આ પ્રોજેક્ટ થકી ૧૪ ગામોના ૧૮૦૦૦ લાભાર્થીઓના જીવન પર સકારાત્મક અસર થઇ છે.

આ માઇલ્ડ સ્ટોનને કાલીયાકા ગામમાં એક કાર્યક્રમ થકી ઉજાગર કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ ઓથોરિટી, પંચાયત અને ગામડાઓના સમુદાયના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા, જેના પર આ પ્રોજેક્ટની સકારાત્મક અસર થઈ છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ પર વાત કરતા નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ નારાયણને કહ્યું કે, “નેસ્લે ઈન્ડિયામાં અમે વ્યવસાયને એક સારા માટે એક શક્તિના રૂપમાં માનીએ છીએ. સારા સમાજનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટે થકી ગામોમાં પાણી અને સ્વચ્છતામાં હસ્તક્ષેપ કરીને, પોષણની જાગૃતિ વધારવા, ખેત ઉત્પાદકતામાં વધારો કરીને અને ડિજિટલ શિક્ષણ કેન્દ્રોની સ્થાપના દ્વારા લાંબા સમય સુધી ચાલતું પરિવર્તન સર્જ્યું છે. આ ગામોની પરિવર્તન યાત્રાએ સ્થાનિક સમુદાયોને તેમની પ્રગતિને આગળ ધપાવવા માટે સશક્ત બનાવતા અનેક વિકાસ સૂચકાંકો પર ગુણાત્મક અસર જોવા મળી છે.”

આ અંગે વાત કરતા એસએમ સહગલ ફાઉન્ડેશન ટ્રસ્ટી અને સીઇઓ શ્રીમતી અંજલિ માખીજાએ કહ્યું કે, “વર્ષ ૨૦૧૯ થી આ પ્રોજેક્ટ સતત મજબૂત બનતો ગયો છે. અમે ગ્રામીણ સમુદાયોના જીવનમાં ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ની અસર જોઈને અત્યંત સંતોષ અનુભવીએ છીએ. પ્રોજેક્ટના જાળવણીની દેખરેખ માટે ગ્રામ વિકાસ સમિતિઓની સ્થાપના કરવામાં આવી છે.”

પોતાની શરૂઆતથી ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’એ અનેક ઉપલબ્ધીઓ હાસિલ કરી છે. જેમાં ૨૫ મિલિયન લિટર સ્ટોરેજ વાળા આઠ તળાવનું જીણોદ્ધાર, ૧૦૦૦ થી વધુ ખેડૂતોને સારી કૃષિ પદ્ધિતિના માધ્મયથી જોડવા, ૬ સ્કૂલ અને લગભગ ૩૯૫ બાળકોને ડિજિટલ અને જીવન કૌશલ્ય તાલીમથી સજ્જ કરવા, પોષણ જૂથોમાં ૨૮૦ મહિલાઓ પ્રશિક્ષણ આપવું, ૧૩૩ કિચન ગાર્ડન અને ગ્રામ વિકાસ સમતિઓનો સમાવેશ થાય છે, જેથી કરીને ડેવલોપમેન્ટને ટકાવી રાખી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here