સુરત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન, શ્રી શાંતાબેન તૃભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે. આ કેમ્પ રવિવાર, 23મી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ નજીક યોજાશે.
નારાયણ સેવા સંસ્થાનના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક, ભગવાન પ્રસાદ ગૌડ, જણાવે છે કે જે લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ-પગ ગુમાવી દીધા છે, તેમની દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થાન નિસ્વાર્થપણે સમર્પિત છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સ્થાપક કૈલાશ માનવના પ્રેરણાથી સંસ્થાન છેલ્લા 40 વર્ષોથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે. ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે, મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લિંબ અને કેલિપર માપન કેમ્પ સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ઉપરોક્ત સ્થળે યોજાશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્દેશક ગૌડએ જણાવ્યું કે આ મફત કેમ્પ સંસ્થાનની “તરસ્યાની નજીક કૂવો” યોજના હેઠળ 1,055મું કેમ્પ છે. દિવ્યાંગ ભાઈ-બહેનોનું નિરીક્ષણ અનુભવી ઓર્થોટિસ્ટ અને પ્રોથેસ્ટિક તબીબોની ટીમ દ્વારા કરવામાં આવશે. ટીમ ઉચ્ચ ગુણવત્તાવાળા, હલ્કા અને મજબૂત નારાયણ લિંબ માટે કાસ્ટિંગ અને માપન કરશે. અગાઉથી માપ લીધેલા દર્દીઓ માટે આશરે બે મહિના બાદ મફત મોડ્યુલર કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાશે.
શ્રી શાંતાબેન તૃભુવનદાસ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ પટેલ જણાવે છે કે આગંતુક દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મફત ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. કેમ્પના સંચાલન માટે નારાયણ સેવા સંસ્થાનની 40 સભ્યોની ટીમ અને 35 સ્વયંસેવકો સેવા આપશે. વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓ
ની રચના કરી દેવામાં આવી છે
કેમ્પ ના સંયોજક અને સુરત શાખા પ્રભારી અચલસિંહ ભાટીએ જણાવ્યું કે ગુજરાતના જનપ્રતિનિધિઓ, મંત્રીઓ અને દાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સંસ્થાની તકનીકી અને વ્યવસ્થાપન ટીમ શુક્રવારે પહોંચશે. આ કેમ્પ માટે વિશાળ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 450 લોકો પ્રી-રજીસ્ટર થઇ ચૂક્યા છે.
નિર્દેશક ભગવાન ગૌડએ દિવ્યાંગજનોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી છે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક દિવ્યાંગોએ આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર અને 2 ફોટો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે સંસ્થાની હેલ્પલાઇન 70235-09999 પર સંપર્ક કરી શકાય છે.
વર્ષ 1985માં સ્થાપિત, નારાયણ સેવા સંસ્થાન “નર સેવા-નારાયણ સેવા” ના ઉદ્દેશ સાથે કાર્યરત છે. સ્થાપક કૈલાશ માનવને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે તબીબી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્પોર્ટ્સ એકેડમી દ્વારા લાખો વિકલાંગોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે મજબૂત કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. 2023માં તેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાને અત્યાર સુધી 40,000થી વધુ કૃત્રિમ અંગો ફિટ કરાવ્યા છે અને હવે ગુજરાતના દિવ્યાંગજનો માટે મફત કૃત્રિમ અંગ પ્રદાન કરવાની મોટી પહેલ શરૂ કરી છે.