- NAM સંમેલન 2025નો પ્રથમ દિવસ: રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયુષ/હેલ્થ મંત્રીઓની સક્રિય હાજરી, આયુષ ક્ષેત્રમાં મજબૂત સહયોગ માટેનો માર્ગ મોકળો થયો
- ‘અમારું લક્ષ્ય છે – રોગમાંથી સુખ તરફ અને ત્યારબાદ આનંદ તરફ.’ માન. કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા), આયુષ મંત્રાલય, શ્રી પ્રતાપરાવ જાધવ
- 2024માં આયુષમાન આરોગ્ય મંદિર (આયુષ) અંતર્ગત 11.56 કરોડ લોકોને લાભ મળ્યો છે, માન. કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા), આયુષ મંત્રાલય, શ્રી પ્રતાપરાવ જાધવ
નવી દિલ્હી/લોનાવાલા ૦૧ મે ૨૦૨૫: આયુષ ક્ષેત્રમાં વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિતપ્રદેશોએલીધેલા મહત્વપૂર્ણ પગલાં અને પ્રતિબદ્ધતાને ધ્યાને લેતા NAM સંમેલન 2025નોઆજથીકૈવલ્યધામ, લોનાવાલા (મહારાષ્ટ્ર)ખાતે પ્રારંભ થયો છે. આ સંમેલન સમગ્ર દેશમાં આયુષ સેવાઓના વિસ્તરણ અને મજબૂત માળખા માટેના ભવિષ્યનો માર્ગ મોકળો કરશે.
આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટનમાનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા), આયુષ મંત્રાલય શ્રી પ્રતાપરાવ જાધવદ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયુષ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને આયુષ મંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા, આંધ્રપ્રદેશના આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશનના મંત્રી શ્રી વાય. સત્યકુમાર યાદવ, ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલા) અનેઆયુષ, ફૂડ સેફટી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મંત્રી ડૉ. દયાશંકર મિશ્રા ‘દયાલુ‘, છત્તીસગઢના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા મેડિકલ એજ્યુકેશનના મંત્રી શ્રી શ્યામ બિહારી જયસવાલ, હિમાચલ પ્રદેશના આયુષ, યુવા સેવા અને રમતગમત, તથા કાયદાના મંત્રી શ્રી યદવિંદર ગોમા, સિક્કિમના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા કલ્ચરલ મંત્રી શ્રી જી.ટી. ધુંગેલ અને મિઝોરમના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીમતી પી લાલરિનપુઈઈ જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત NAM સંમેલન
આ સંમેલન આયુષના વિશેષજ્ઞો, નીતિ નિર્માતાઓ, આરોગ્ય વ્યાવસાયિકો, સંશોધકો અને ઈન્વેન્ટરોને એક મંચ પર લાવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને મુખ્ય ધારા આરોગ્ય વ્યવસ્થા સાથે જોડવાનો છે. જેથી સામાન્ય નાગરિક માટે આરોગ્ય સુલભ, સસ્તું અને પુરાવા આધારિત બની શકે.
સન્માનનીય કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે સંમેલનને સંબોધત કહ્યું કે, ‘2023માં આયુષ મંત્રાલયે NAM સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ NAM યોજનાના અસરકારક અમલ માટે કિંમતી સૂચનો આપ્યા હતા. તે ચર્ચાઓના આધારે એક ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જેના પરિણામે નેશનલ આયુષ મિશન નાપરિણામો સુધારવામાં આવ્યા.’
તેમણે આગળ જણાવ્યું કે, ‘આયુષમાન આરોગ્ય મંદિર (આયુષ)ની સ્થાપનાની પહેલ હેઠળ 12,500 કેન્દ્રોબનાવવામાં આવ્યા છે, જેના કારણે આરોગ્યસેવામાં વ્યાપક સુધારો થયો છે. લાભાર્થીઓની સંખ્યા 2021માં 1.5 કરોડ હતી જે 2025માં વધીને 11.5 કરોડથી પણ વધુ થઈ હતી.તે સાથે દવાઓની સરળ ઉપલબ્ધતા, તાલીમપ્રાપ્ત કર્મચારીઓ અને મજબૂત શૈક્ષણિક સંસ્થાઓના કારણે આરોગ્યસેવાની પહોંચમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.’
પહેલના સફળ પરિણામોને ધ્યાનમાં રાખીને, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવએ ઉમેર્યું કે ‘હું આત્મવિશ્વાસથી કહી શકું છું કે નેશનલ આયુષ મિશન સંમેલનનું આ બીજું સંસ્કરણ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકાર બંને માટે મિશનની પ્રગતિનું સંયુક્ત અવલોકન કરવા, શાસન પદ્ધતિઓને મજબૂત બનાવવા, નવીનતા પ્રોત્સાહન આપવા, નાણાકીય પ્રક્રિયાઓ સરળ બનાવવા અને નીચલા સ્તરે કાર્યક્રમોની ઝડપી અને અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા માટે એક શક્તિશાળી મંચ સાબિત થશે. આ અવસરે હું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સ્તરે અવિરત મહેનત કરતી તમામ ટીમોને આ સંમેલનની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમજ કૈવલ્યધામની નિષ્ઠાવાન ટીમનો પણ ખૂબ આભાર માનું છું, જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સતત શ્રમ કર્યો છે.”
આગળ પ્રવચન દરમ્યાન, કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ NAM દ્વારા આયુષ ક્ષેત્રની વધતી મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ‘2014માં માત્ર ₹78 કરોડના શરૂઆતના બજેટથી શરૂ થયેલી નેશનલ આયુષ મિશન યોજના હવે 2025–26 સુધીમાં ₹1275 કરોડ સુધી પહોંચી છે. આ ફાળવણીમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ આ યોજનાની સફળતા અને આયુષ આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાના ભારત સરકારના અટલ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
તેમણે આગળ જણાવ્યું કે, ‘આયુષ પદ્ધતિઓ તેમના સર્વાંગી અભિગમ, વ્યક્તિગત સંભાળ અને વધતી વૈશ્વિક અભિરુચિને કારણે લોકપ્રિય બની રહી છે. NSSO (2022–23) ના આકડામુજબ લગભગ 95% ગ્રામિણ અને 96% શહેરી ભારતીયો આયુષ વિશે માહિતગાર છે, અને લાખો લોકો નિયમિતપણે યોગ અભ્યાસ કરે છે. જે સમાજમાં વિશ્વાસ અને સ્વીકૃતિમાં વધારો દર્શાવે છે.’
NAM સંમેલન 2025માં કેટલાક મંત્રીઓએ આરોગ્ય ક્ષેત્રમાં આયુષની ભૂમિકા વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યાહતા :
ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી ડૉ. દયાશંકર મિશ્રાએ કેન્દ્ર સરકારના નેશનલ આયુષ મિશન કે જેનીબહોળી યોજનાઓ દ્વારા રાજ્યની આરોગ્ય રચનાને મજબૂત બનાવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ, આજે આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. હાલમાં રાજ્યમાં 3,959 આયુષ હોસ્પિટલો કાર્યરત છે, જેમાં 4, 15, 25 અને 30 બેડની ક્ષમતાધરાવતી વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.”
છત્તીસગઢના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રી શ્યામ બિહારી જયસવાલકહ્યું કે, ‘ઇન્ટિગ્રેટેડ મેડિસિન એ એક અર્થપૂર્ણ ઉપાય પ્રદાન કરે છે.જે આયુષ અને આધુનિક તબીબી પદ્ધતિઓને એકત્રિત કરીને દર્દીઓને બેગણા લાભ પહોંચાડે છે.’
રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી શ્રી પ્રમચંદ બૈરવાએજણાવ્યું કે,‘માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ, આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથીઆયુર્વેદને ગ્રામ્ય સ્તરે પહોંચાડવામાં આવી રહ્યો છે. આ બે દિવસીય સંમેલન આયુર્વેદ વિકાસમાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થવાનું છે. રાજ્ય સરકાર હાલમાં એક વ્યાપક આયુષ નીતિ તૈયાર કરી રહી છે, જે તમામ આયુષ પદ્ધતિઓના સંકલિત વિકાસ માટે નક્કી દિશા આપશે.”
હિમાચલ પ્રદેશના આયુષ મંત્રી શ્રી યદવિંદર ગોમાએ જણાવ્યું કે ‘નેશનલ આયુષ મિશનના સહયોગથી હિમાચલ પ્રદેશમાં આરોગ્યસેવાની માળખાગત વૃદ્ધિ થતી રહી છે. રાજ્યએ એક આદર્શ મોડલ વિકસાવ્યું છે જેમાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીનું સંયોજન કરવામાં આવ્યું છે. ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચ વધારવામાં આવી છે, મહિલાઓના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને ડિજિટલ સોલ્યૂશન્સથી પારદર્શકતા લાવવામાં આવી છે. આ વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘આયુષ્માન ભારત’ના વિઝન તરફનું એક અર્થપૂર્ણ પગલું છે.”
મિઝોરમના આરોગ્ય અને કલ્યાણ મંત્રી શ્રીમતી પી લાલરિનપુઈઈએજણાવ્યું કે, ‘મને આનંદ છે કે, જ્યારે આપણે આયુષ વેલનેસ સેન્ટરો શરૂ કર્યા ત્યારથી થોડા જ વર્ષોમાં વિવિધ આયુષ પદ્ધતિઓએ મિઝોરમમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે. આ સફળતા પાછળ મંત્રાલય તરફથી મળતી સતત સહાય અને રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરની ટીમોની અવિરત મહેનત છે.’
સિક્કિમના આરોગ્ય અને કલ્યાણ મંત્રી શ્રી જી.ટી. ધુંગેલએ જણાવ્યું કે ‘સિક્કિમ સરકારે રાજ્યના તમામ વિસ્તારોમાં આરોગ્યસેવાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો કર્યા છે. નેશનલ આયુષ મિશન યોજના રાજ્યની ઈન્ટરગ્રેટીવ આરોગ્ય માળખાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. અને અમારા પ્રયાસોને વધુ બળ આપ્યું છે.’
આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ મિસ કવિતા ગર્ગે સંમેલનના મુખ્ય વિષયો પર વાત કરતાં જણાવ્યું કે ‘અત્યાર સુધી 5.6 કરોડ લાભાર્થીઓએતૃતીયકસ્તરની આયુષ સંસ્થાઓમાંથી સેવાઓનો લાભ લીધો છે. 1,372 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સે NABH એન્ટ્રી લેવલ પ્રમાણપત્રમેળવ્યું છે, તેમજ 189 સંકલિત આયુષ હોસ્પિટલોની સ્થાપના એ આપણી આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
પ્રારંભિક સત્રના મુખ્ય આકર્ષણતરીકે, માનનીય કેન્દ્રીય આયુષ મંત્રી તથા અન્ય અધિકારીઓએ આયુષ મેડિસિન સિસ્ટમમાં મેટાબોલિક ડિસઓર્ડર્સ માટે સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ (STGs) નું વિમોચન કર્યું.
આ STGs વિવિધ રિસર્ચ કાઉન્સિલના સહયોગથી આયુષ વર્ટિકલ દ્વારા વિકસાવવામાં આવી છે અને તે ડાયાબિટીસ મેલિટસ (Diabetes Mellitus), ટાપો (Obesity), ગાઠિયા (Gout), નૉન-અલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD), ડિસલિપિડેમિયા (Dyslipidemia) જેવા પાંચ મુખ્ય મેટાબોલિક બીમારીને આવરે છે. આ માર્ગદર્શિકાઓએ એલોપેથી ડોક્ટરો દ્વારા પણ માન્યતા મેળવી છે અને તેમાં યોગ, રોગને અનુરૂપ આહારની માર્ગદર્શિકા અને પ્રમાણભૂત ક્લિનિકલ પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે દેશભરના આયુષ પ્રેક્ટિશનર્સ, શિક્ષકો અને પ્રાથમિક આરોગ્યસેવા પ્રદાતાઓ માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
પ્રારંભિક સત્ર પછી, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાઆયુષ/હેલ્થ મંત્રીઓ વચ્ચે રાઉન્ડટેબલ ચર્ચાયોજાઈ. તેમણે NAM પ્રવૃત્તિઓ દ્વારા પોતપોતાના રાજ્યમાં આયુષ સેવાઓના વિકાસ માટેના રસ્તાઓ અને ભવિષ્યની રણનીતિઓ અંગે પોતાના અનુભવ અને વિચારો શેર કર્યા. આ ચર્ચાનું અધ્યક્ષ સ્થાનમાનનીય કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલા) શ્રી પ્રતાપરાવ જાધવએ નિભાવ્યું.
કાર્યક્રમ દરમિયાન તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાંવિશેષ “Y-Break” સત્રપણ યોજાયું, જેમાં ઉત્સાહ સાથે યોગાભ્યાસ કરવામાં આવ્યો.
રાષ્ટ્રીય આયુષ મિશન (NAM)એ ભારત સરકારનું એક મુખ્ય મિશન છે, જેવર્ષ 2014માં શરૂકરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય હેતુ દેશની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ – જેમ કે આયુર્વેદ, યોગ, યૂનાની, સિદ્ધ, અને હોમિયોપેથીનું સંરક્ષણ કરવાનો અને તેને મુખ્ય ધારા આરોગ્ય વ્યવસ્થામાં સમાવવાનો છે. જેના મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાની ઉપલબ્ધતા, પહોંચ, અનેગુણવત્તાસુધારવી, આયુષ્માન આરોગ્ય મંદિરો (Ayushman Arogya Mandir – AAM-Ayush)ની સ્થાપના દ્વારા આરોગ્ય સેવાઓને નજીકના સ્તરે લાવવી અને આયુષ્માન ભારત યોજનાસાથે સંકલન દ્વારા સર્વસામાન્ય નાગરિક સુધી આરોગ્યસેવાઓપહોંચાડવાનો હતો. છેલ્લે યોજાયેલા NAM Conclave 2023ની મુખ્ય સિદ્ધિઓ આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટરોનું વિસ્તરણ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો સાથે આયુષ સેવાઓનું એકીકરણ અનેઆયુષ ચિકિત્સકો માટે કૌશલ્ય વિકસાવવાનું આયોજન જેવી રહી હતી. હવે ૨૦૨૫ની NAM Conclave એપહેલના સફળ પ્રયાસોને આગળ વધારવા, નવપ્રવર્તન (innovation) અનેપ્રમાણિકતા (standardisation) પર ભાર અને આયુષ સેવાઓનોઆંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસાર જેવા ઉદેશો પર ભાર મુકે છે.આ મિશન ભારતના આરોગ્ય ક્ષેત્રમાં પરંપરા અને આધુનિકતાનું સમન્વય લાવવા તરફ એક મજબૂત પગલું છે.