સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.