મીરાએ એસેટ કેપિટલ માર્કેટસ એ 100% બ્રોકરેજ શેરિંગ સાથે બિઝનેસ પાર્ટનર (અધિકૃત ભાગીદાર) પ્રોગ્રામ શરૂ કર્યો છે

0
30

આ પ્રોગ્રામ દરેક આવકના પ્રવાહને કસ્ટમાઇઝ કરવાના વિકલ્પ સાથે 9 આવકના પ્રવાહો ઓફર કરે છે.

એપ્રિલ 2024, મુંબઈ: મીરાએ એસેટ કેપિટલ માર્કેટ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ 19 બજારોમાં વૈશ્વિક હાજરી સાથે મુખ્ય ફાયનાન્સિયલ પાવરહાઉસ માંથી એક છે, જેણે તેના અભૂતપૂર્વ : મીરાંએ એસેટ પાર્ટનર્સ’પ્રોગ્રામની રજુઆત કરી છે. આ પહેલ અમર્યાદિત કમાણીની સંભાવના, પરિવર્તનક્ષમતા અને મીરાંએ એસેટ ની વૈશ્વિક કુશળતા સાથે બિઝનેસ પાર્ટનર્સનું સશક્તિકરણ કરીને બ્રોકિંગ લેન્ડસ્કેપને ક્રાંતિકારી બનાવવા માટે સુયોજિત છે.

આ ઉદ્યોગનું પહેલું આવક શેરિંગ મોડલ બિઝનેસ પાર્ટનર્સને 100% સુધીની ભાગીદારી સાથે 9 અલગ-અલગ રીતે કમાવવાની તક આપે છે, જે તેમને તેમની કમાણી નોંધપાત્ર રીતે વધારવામાં મદદ કરે છે. નવ આવકના પ્રવાહો બ્રોકરેજ, MTF (eMargin) માંથી વ્યાજ, Margin Pledge, DP AMC, પ્લેજ/અનપ્લેજ ફી, DP સેલ ટ્રાન્ઝેક્શન ચાર્જ, એકાઉન્ટ ઓપનિંગ ફી, DPC અને ઓપરેટિંગ ચાર્જિસ છે.

મીરાએ એસેટ પાર્ટનર્સ’ ની અદ્દભૂત વિશેષતાએ છે કે તે એક હાઇબ્રિડ બિઝનેસ મોડલ છે. તે ડિસ્કાઉન્ટ (ફ્લેટ ફી/ઓર્ડર) અને પરંપરાગત (% વોલ્યુમ) મોડલનું મિશ્રણ છે, જે અધિકૃત વ્યક્તિઓને તેમના ગ્રાહકો માટેવિવિધ કિંમતોની યોજનાઓ બનાવવા માટે સંપૂર્ણ સુગમતા પ્રદાન કરે છે.

બીજું એક નવું પાસું છે કે મીરાંએ એસેટ પાર્ટનર્સ’ સાથે બિઝનેસ પાર્ટનર્સ ને મીરાંએ એસેટ’પર કોઈ પણ રીતે નિર્ભર રહ્યા વગર તેમના ગ્રાહકોના મૂલ્યનિર્ધારિત યોજનાઓને કસ્ટમાઇઝ કરવાની શક્તિ મળશે. તેમના ગ્રાહકોની વિશેષ જરૂરિયાતો અને પસંદગીઓને અનુરૂપ ઓફરિંગ પર આ મોડલ100% નિયંત્રણની મંજૂરી આપે છે. વધુમાં, છુપી શરતો, વચનબદ્ધ કલમો અને બિઝનેસ સ્લેબને દૂર કરી, બિઝનેસ પાર્ટનર ને સંપૂર્ણ પારદર્શિતા સાથે મજબૂત બનાવવામાં આવશે.

આ ઉપરાંત, બિઝનેસ પાર્ટનરને માલિકીના ઓનલાઈન પાર્ટનર ડેશબોર્ડ મારફતે આધુનિક ટેકનોલોજીની પોહોંચસે, જે મુલ્ય નક્કી કરવા, ગ્રાહકને શામેલ કરવા, પ્લાન કસ્ટમાઈઝ કરવા અને ક્લાઈન્ટની જીવંત સ્થિતિ અને રિપોર્ટ ટ્રૅક કરવા જેવી ક્ષમતાઓ આપે છે.

જીસાંગ યૂ, મીરાંએ એસેટ કેપિટલ માર્કેટ ના CEO એ કહ્યુ, “ભારતમાં બિઝનેસ પાર્ટનર  ઉદ્યોગ ,આવનારી પેઢી માટે વિશાળ પાવર સ્વિચ જંકશન છે. મીરાંએ  એસેટ અમારા પાર્ટનર પ્રોગ્રામ સાથે આ જબરદસ્ત વિકાસનીતકોનો સક્રિય ઉપયોગ કરી રહી છે, જે સમગ્ર દેશમાં ઉપલબ્ધ વિશાળ તકોનો લાભ લઈને અમારી પહોંચને વિસ્તારવા માટે એક વ્યૂહાત્મક પગલું દર્શાવે છે. અમારા નવા પાર્ટનર પ્રોગ્રામ દ્વારા, અમે અત્યાધુનિક ટેક્નોલોજી વડે બિઝનેસ પાર્ટનર્સને સશક્ત બનાવી રહ્યા છીએ, ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા અને વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની તેમની ક્ષમતાને વધારી રહ્યા છીએ.”

અરુણ ચૌધરી, m.Stock ના CBO એ ઉમેર્યુ, મને ખ્યાલ છે કેભારતમાં બિઝનેસ પાર્ટનર્સ તેમની આવક વધારવા માટે બિઝનેસ સ્લેબવચનબદ્ધતા, બ્રોકરેજની આવકમાં ઘટાડો, આવકના મર્યાદિત સ્ત્રોતો, ટેક્નોલોજીની મર્યાદાઓ અને ક્લાયન્ટ સેવાની માંગમાં વધારો જેવા અનેકપડકારોનો સામનો કરે છે. અમે પૂર્ણ મહેનતથી આ સમસ્યાઓના મુદ્દાઓનો સામનો કર્યો છે ,અને ક્રાંતિકારી પ્રોગ્રામની રજુઆત કરવા માટે ઉત્સાહિત છીએ જયાં અમે 100% સુધીની આવકની વહેંચણી, 9 અલગ-અલગ આવક કમાવા ના પ્રવાહો, 100% વ્યવસાયનું નિયંત્રણ, બિઝનેસની સાઈઝને ધ્યાનમાં લીધા વિના અસમાનતા વગર, પારદર્શક ચૂકવણી વગેરે આપી રહ્યાં છીએ. વધુમાં, ભારતમાં MTF (eMargin) અને Margin Pledge જેવી લિવરેજ પ્રોડક્ટ્સમાંથી વધતા વ્યાજ સાથે, તેનો હિસ્સો ટૂંક સમયમાં બ્રોકરેજની આવકને વટાવી જશે. અમારા MTF અને માર્ઝીન પ્લેજદર ઉદ્યોગમાં સૌથી ઓછા દરો માંથી છે, અને અમે પાર્ટનરને અમારા વ્યાજ દરો કરતાં વધુ અને તેનાથી ઉપરની કોઈપણ વસ્તુનો 80% ભાગીદારીઓફર કરીએ છીએ, જે તેમની કમાણી નોંધપાત્ર રીતે વધારે છે. મીરાંએએસેટ ખાતે, અમારા પાર્ટનર અમારી ટોચની પ્રાથમિકતા છે, અને આ પ્રોગ્રામ એકબીજાની માટેના અમારા સમર્પણને દર્શાવે છે. આ કોઈપણ સંદેહ વગર તમામ લોકો માટે જીતની સ્થિતિ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here