શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણીની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2024 સુધી વધારી

0
19

અમદાવાદ 22 ઓક્ટોબર 2024: શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણી કરવાની સમય મર્યાદા 25 ઑક્ટોબર 2024 સુધી વધારી છે, જેથી આ વિશિષ્ટ અનુભવોમાં ભાગ લેવા માંગતા તમામ ઉમેદવારોને તક મળી શકે. અંતિમ તારીખ આગળ ધપાવવાથી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સહિત વધુ યુવાનોને તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો આ દુર્લભ અવસર મળશે.

પહેલેથી નક્કી કરાયેલ સમય મર્યાદા નજીક આવતાં પોર્ટલ પર નોંધણી કરાવનારા મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો થયો.

આ એક સફળ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. તે ભારતના વૈવિધ્યપૂર્ણ વિસ્તારોના 18 થી 30 વર્ષના યુવાનો વચ્ચે સંપર્ક અને સહકારને સુગમ બનાવે છે. આ કાર્યક્રમ હવે તેના પાંચમા તબક્કામાં છે, અને અત્યાર સુધીમાં થયેલી 114 યાત્રાઓ દ્વારા 4,795 યુવાનોએ પરસ્પર સંસ્કૃતિઓ વિશે શીખ્યું છે.

યુવા વ્યાવસાયિકો (નોકરીશ્રી/સ્વરોજગાર), વિદ્યાર્થીઓ (એનએસએસ/એનવાયકેએસ વોલન્ટિયર્સ સહિત) અને ઑફ-કૅમ્પસ યુવાનો (ઑનલાઇન કોર્સ, કૌશલ્ય સંસ્થાઓ વગેરેમાં દાખલ થયેલા)ને આ જીવન પરિવર્તનકારી અનુભવ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેના દ્વારા તેઓ વ્યાપક ક્ષેત્રો – પ્રવાસન, પરંપરા, પ્રગતિ, પરસ્પર સંપર્ક અને પ્રૌદ્યોગિકી – હેઠળ આ બહુમાખી જ્ઞાનનો અનુભવ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here