મેટ્રો શૂઝે તૃપ્તિ ડિમરી અને વિજય વર્માની સાથે સ્ટાર-સ્ટેડડ હાઇ ઑન ફેશન કેમ્પેઇન શરૂ કર્યુ

0
31
આ તહેવારોની સીઝનમાં તૈયાર થવાનો આનંદ ફરીથી મેળવો અનેતમારી પળોની ઉજવણી કરો

મેટ્રો બ્રાન્ડ ફિલ્મ્સ

તૃપ્તિ ડિમરી: https://www.instagram.com/p/DAirt9hIaQ6/

વિજય વર્મા: https://www.instagram.com/reel/DAkemtySwjN/?igsh=d2wwazY3cnZ3Zzhl 

તૃપ્તિ ડિમરી અને વિજય વર્મા મેટ્રો શૂઝના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચર્ચામાં છે, તેમણે પાનખર વિન્ટર 2024 માટે એક  નવું ફેશન-ફોરવર્ડ કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેઇન એલિવેટેડ ક્લાસિક, સહેજ કૂલ અને નવીનતમ મેટ્રો શૂઝ ડિઝાઇનોનું એક આશાવાદી મિશ્રણ છે. જેમાં વિજય વ્યક્તિગત શૈલીની એક આરામદાયક અત્યાધુનિક સમજ સાથે આવ્યા છે અને તૃપ્તિ તેના છટાદાર ડ્રેસિંગ અને સ્ત્રીના આત્મવિશ્વાસ સાથે ફેશનના મહત્ત્વને વધાર્યું છે. જેવી તહેવારોની મોસમ શરૂ થાય છે તૃપ્તિ અને વિજય પોતાના અનોખા ફેશન વ્યક્તિત્વોને જીવંત બનાવવા માટે એક કેમ્પેઇન લઇને આવે છે જે ડ્રેસિંગના આનંદને ફરીથી શોધવાની આસપાસ કેન્દ્રિત છે!

કેમ્પેઇનમાં તૃપ્તિ ડિમરીના દેખાવમાં સમકાલીન સ્ત્રીત્વ અને ગ્લેમરનો સમાવેશ થાય છે, સાથો સાથ દરેક પ્રસંગ માટે યોગ્ય પગરખાં છે. સિગ્નેચર સ્વિર્લકિટન-હીલ સેન્ડલ અંતરંગ સાંજની પાર્ટીઓને પૂરક બનાવે છે, જ્યારે મેશ બ્લોક-હીલ્સ કામ પછીની ઉજવણી માટે આદર્શ છે. મેટાલિક હાઈ-હીલ સેન્ડલ કૌટુંબિક કાર્યક્રમોમાં ચમક આપે છે અને હાઈ-હીલડ્યુઅલ-ટોન સેન્ડલ સાથે બકલ્ડ હાઈ-હીલ એન્કલ બૂટ ખાસ પ્રસંગો અને સામાજિકતા માટે આકર્ષક, છટાદાર વિકલ્પો પૂરા પાડે છે. કલેકશનમાં દરેક જૂતા આરામની સાથે ઉચ્ચ ફેશનને જોડે છે, જે તેને બહુમુખી, તહેવારો માટે તૈયાર ફૂટવેર તરીકે એક યોગ્ય પસંદગી બનાવે છે.

મેટ્રો શૂઝની નવીનતમ સ્ટાઇલની સાથે વિજય વર્મા સહજ પરિષ્કારનો પરિચય આપે છે. ઔપચારિક સાંજના કાર્યક્રમો માટે લેધર ચેલ્સી બૂટ્સથી લઈને પોલિશ્ડ કલાકો પછીના મેળાવડા માટે સ્યુડે પેની સ્ટ્રેપ લોફર્સ સુધી, તેમનો દેખાવ સ્ટાઇલિશ અને બહુમુખી છે. બ્લેક ચુક્કાલેસ-અપ બુટ વીકેન્ડ આઉટિંગમાં એક આધુનિક ટચ ઉમેરે છે, જ્યારે ક્રોક-ઇફેક્ટ લેધર મોકાસિન અને લેસ-અપ ટેક્સચર્ડ ડ્યુઅલ-ટોન શૂઝ કૌટુંબિક ઉજવણીમાં એક બોલ્ડ, શુદ્ધ સ્વભાવ લાવે છે. દરેક પીસ બહુમુખી, પ્રીમિયમ ફેશન માટે આધુનિક માણસની પ્રાથમિકતાને દર્શાવે છે.

મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડના અધ્યક્ષ અલીશા મલિક કહે છે કે, “અમે તૃપ્તિ અને વિજયને મેટ્રો AW24 કેમ્પેઇનનો એક ભાગ બનાવીને રોમાંચિત છીએ. તેઓ બ્રાન્ડના દર્શકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે: આત્મ વિશ્વાસ, પ્રામાણિક અને વ્યક્તિગત સ્ટાઇલની તીવ્ર સમજ ધરાવતા. આ કેમ્પેઇન રોજ બરોજની જરૂરી વસ્તુઓથી માંડીને સિગ્નેચર સ્ટાઇલ સુધીનું શ્રેષ્ઠ કલેકશન દેખાડવામાં આવ્યું છે જે સ્ટાઇલિશ, બહુમુખી અને આરામદાયક છે.”

મેટ્રો સાથે અમે હંમેશા આધુનિક ડિઝાઇન અને પ્રીમિયમ ગુણવત્તાના બ્રાન્ડ કોડ્સ પ્રત્યે સાચા રહીએ છીએ જે અમારા ગ્રાહકોને આકર્ષે છે. અને આ તહેવારોની સિઝનમાં અમે અમારી કલેક્શન ડિઝાઇન અને ઇન-સ્ટોર અને ઓનલાઈન અનુભવ સાથે ગ્રાહકોને સંપૂર્ણ આનંદ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ ધપાવીએ છીએ.”

“મારા પરિવારની સાથે મેટ્રોમાં ખરીદી કરવાનો ઉત્સાહએ યાદગાર પળ છે. મોટા થયા પછી કૉલેજમાં કેઝ્યુઅલ શૈલીઓથી લઈને ખાસ પ્રસંગો માટે વધુ ટ્રેન્ડી વિકલ્પો સુધીની દરેક વસ્તુ માટે તે મારી બ્રાન્ડ હતી.” તૃપ્તિ યાદ કરે છે,  “અને આજે, હું તેમના નવીનતમ પાનખર વિન્ટર કેમ્પેઇન માટે બ્રાન્ડ સાથે જોડાઈને ખરેખર ખૂબ જ ખુશ છું. નવું કલેક્શન આરામ અને સ્ટાઇલને વધુ સુંદર રીતે સંતુલિત બનાવે છે અને મારી અંગત મનપસંદ મેટાલિક હાઈ-હીલ સેન્ડલ – એક એવું સ્ટેમેન્ટ પેયર જે સેલિબ્રેશન દરમિયાન સ્ટાઇલને એક પાયદાન ઉપર રાખશે!”

વિજય કહે છે, “મારા માટે ફૂટવેર હંમેશા પહેરવાનો અભિન્ન ભાગ રહ્યો છે, પછી તમે શાર્પ લુક ઇચ્છતા હોવ કે કંઈક વધુ આરામદાયક અને સરળ, તમારા જૂતા તમારા પોશાક અને તમારા અહેસાસને દર્શાવતા હોવા જોઇએ. મેટ્રો શૂઝ કમ્ફર્ટ અથવા વ્યક્તિગત સ્ટાઇલની સાથે સમાધાન કર્યા વિના સારા દેખાવાની ઇચ્છાને સમજે છે, જો કે મારા માટે એક એવી વસ્તુ છે જે મારી સાથે જોડાય છે.”

મેટ્રો શૂઝના લેટેસ્ટ કલેક્શન સાથે ડ્રેસિંગ કરવાનો આનંદ ફરીથી શોધો, જે હવે મેટ્રો શૂઝના આઉટલેટ્સ પર અને https://www.metroshoes.com/ પર ઑનલાઇન ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here