સુઝુકી મોટર કૉર્પોરેશન અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ભારતમાં ઓસામુ સુઝુકી સેન્ટર ઑફ એક્સીલેન્સ (OSCOE)ની સ્થાપના કરશે

0
4
  • તેનાથી સ્પર્ધાત્મકતા વધારવા માટે જાપાનની ઉત્પાદન પ્રક્રિયાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનું શક્ય બનશે
  • આ સેન્ટર ઑફ એક્સીલેન્સને ગુજરાત અને હરિયાણામાં સ્થાપવાનો પ્રસ્તાવ 

નવી દિલ્હી ૨૩ એપ્રિલ ૨૦૨૫: મહાન અગ્રણી સ્વ. શ્રી ઓસામુ સુઝુકીને શ્રદ્ધાંજલિ આપવા માટે સુઝુકી મોટર કૉર્પોરેશન અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે આજે ભારતમાં ઓસામુ સુઝુકી સેન્ટર ઑફ એક્સીલેન્સ (OSCOE)ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આજે દિલ્હીમાં યશોભૂમિ ખાતે યોજવામાં આવેલા સ્મરણાંજલિ કાર્યક્રમના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં 25 ડિસેમ્બર, 2024ના રોજ તેમનું નિધન થયું હતું.

શ્રી ઓસામુ સુઝુકી ભારતમાં ઉત્પાદનનો જાપાનીઝ કૉન્સેપ્ટ લાવ્યાં હતા, જેના પરિણામે સ્પર્ધાત્મકતા તો વધી જ હતી પરંતુ તેની સાથે-સાથે વધુ સમાન, સમાવેશી અને એકજૂથ સમાજનું નિર્માણ પણ થઈ શક્યું હતું. આ કૉન્સેપ્ટ્સ ભારતમાં સ્પર્ધાત્મક ઉત્પાદનના ભાવિ વિકાસ માટે ખૂબ જ સુસંગત છે. આથી જ, રાષ્ટ્રનિર્માણમાં શ્રી ઓસામુ સુઝુકીના યોગદાનને માન્યતા આપવા અને મારુતિ સુઝુકીની સફળતા માટે કારણભૂત તેમની ઉત્પાદનની ફિલોસોફીનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માટે આ સેન્ટર ઑફ એક્સીલેન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.

આ OSCOE ને ગુજરાત અને હરિયાણા ખાતે સ્થાપવાનો પ્રસ્તાવ છે અને તે અહીં નીચે જણાવેલા હેતુઓને પૂરાં કરવાની દિશામાં કામ કરશેઃ

  • ઉત્પાદન વધારવાના રાષ્ટ્રીય હેતુને સમર્થન પૂરું પાડવું
  • દેશની સપ્લાય ચેઇનને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનાવવા માટે કમ્પોનેન્ટના ઉત્પાદનકર્તાઓ (ટિયર-1, 2 અને 3 સહિત)ના ધોરણને વધારવું.
  • જાપાનની ઉત્પાદનની ફિલોસોફીનો પ્રચાર-પ્રસાર કરવા માટે શૈક્ષણિક ક્ષેત્ર અને અન્ય સહયોગીઓની સાથે ભેગા મળીને આંતરમાળખાનું નિર્માણ કરવું અને વિવિધ પ્રોગ્રામો વિકસાવવા. આ પ્રોગ્રામમાં ઔપચારિક શિક્ષણ, લેક્ચરો, ચર્ચા-વિચારણા, સેમિનારો વગેરેનો સમાવેશ થશે પરંતુ તે આટલાં પૂરતું મર્યાદિત નથી.

સૌથી મહત્વનું, OSCOEના પ્રયાસો ઑટોમોટિવ સેક્ટરથી પણ આગળ વધીને ઉત્પાદનના અન્ય ક્ષેત્રો સુધી વિસ્તારવામાં આવશે. 

સ્વ. શ્રી ઓસામુ સુઝુકી વિશે

શ્રી ઓસામુ સુઝુકી એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતના સામાન્ય માણસનું કાર વસાવવાનું સપનું સાકાર કરવામાં અને વિશ્વમાં કારનું ઉત્પાદન કરનારા અગ્રણી દેશ તરીકે ભારતને ઉભરવામાં મદદરૂપ થવા મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની ઉત્પાદનની ફિલોસોફીએ મારુતિ સુઝુકીને સફળતા અપાવી હતી અને વૈશ્વિક રીતે પ્રાસંગિક હોય તેવી ઑટોમોબાઇલ કમ્પોનેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસમાં તે મદદરૂપ થઈ હતી.

30 જાન્યુઆરી, 1930ના રોજ જન્મેલા શ્રી ઓસામુ સુઝુકી માર્ચ 1953માં ચુઓ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ લૉમાંથી ગ્રેજ્યુએટ થયાં હતા અને એપ્રિલ 1958માં સુઝુકી મોટર કૉર્પોરેશનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની અદભૂત વિકાસયાત્રા દરમિયાન શ્રી ઓ. સુઝુકીએ વિવિધ નેતૃત્વના પદો સંભાળ્યાં હતા તથા કંપનીના વિકાસ અને વૈશ્વિક ઉપસ્થિતિને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિવિધ સરકારો દ્વારા તેમને અનેકવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરીને તેમના યોગદાનોને માન્યતા આપવામાં આવી છે, જેમાં સામેલ છેઃ

Year Recognition/Award
1987 Medal with Blue Ribbon, Japan
1993 Commander’s Cross of the Hungarian Order of Merit, Hungary
2000 The Order of the Rising Sun, Gold and Silver Star, Japan
2002 Inducted into a Hall of Fame of Japan Automobile Hall of Fame
2004 Commander’s Cross with the Star of the Hungarian Order of Merit, Hungary
2007 Padma Bhushan, India
2020 Grand Cross of the Hungarian Order of Merit, Hungary
2024 Senior Fourth Rank, Japan
2025 Padma Vibhushan, India

 

For photographs from Mr. Osamu Suzuki’s remembrance event, please click the link here.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here