અદ્ભુત આતિથ્યધ સિટી ઓફ લેક્સમાં 226 રૂમની હોટેલમાં રાહ જુએ છે ઉદયપુર મેરિયોટ હોટેલ રાત્રિના સમયે
ગુજરાત, અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: મેરિયોટ બોનવોયના ૩૦થી વધુ હોટેલ બ્રાન્ડ્સનો અસાધારણ પોર્ટફોલિયો ધરાવતી બ્રાન્ડ, મેરિયોટ હોટેલ્સે આજે ઉદયપુર મેરિયોટ હોટેલના ઉદઘાટનની જાહેરાત કરી છે. જે કદાચ સમગ્ર રાજસ્થાનમાં સૌથી રોમેન્ટિક રીતે સેટ શહેર ઉદયપુરમાં મેરિયોટ ઇન્ટરનેશનલના પ્રવેશને ગર્વપૂર્વક રજૂ કરે છે. આકર્ષક અરવલ્લીની ટેકરીઓ અને શાંત ફતેહ સાગર તળાવની પૃષ્ઠભૂમિ સામે સ્થિત, આ હોટેલ રાજસ્થાનના સમૃદ્ધ શાહી વારસાને સમકાલીન પ્રભાવો સાથે એકીકૃત રીતે મિશ્રિત કરે છે. પ્રદેશના સ્થાપત્યની ભવ્યતાને કંડારીને નિર્મિત ઉદયપુર મેરિયોટ હોટેલ મનોહર દૃશ્યો, ઉત્કૃષ્ટ એકોમોડેશન અને મેરિયોટ હોટેલ્સનું અદ્ભુત આતિથ્ય પ્રદાન કરે છે, જે મહેમાનોને “સિટી ઓફ લેક્સ” ના સાંસ્કૃતિક વૈભવને મનભરીને માણવા માટે આમંત્રિત કરે છે.
મેરિયટ ઇન્ટરનેશનલના દક્ષિણ એશિયાના પ્રાદેશિક ઉપાધ્યક્ષ રંજુ એલેક્સે જણાવ્યું હતું કે “અમે ઉદયપુરમાં મેરિયટ હોટેલ્સ રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ, કેમકે ઉદયપુર તેના ભવ્ય લેન્ડસ્કેપ્સ, ઊંડા સાંસ્કૃતિક મૂળ અને જૂના વિશ્વના આકર્ષણ માટે પ્રખ્યાત છે. ઉદયપુર રાજસ્થાનના સૌથી પસંદગીના સ્થળોમાંનું એક છે અને મહેમાનોને અમારી ઓળખસમી હૃદયસ્પર્શી સેવા અને ગુણવત્તા ધોરણો સાથે બેકગ્રાઉન્ડનું કામ કરે છે.” તેમણે ઉમેર્યું હતું કે “ભારતનો પ્રવાસન લેન્ડસ્કેપ વિકસિત થવાની સાથે અમે સ્થાપિત અને ઉભરતા સ્થળો બંનેમાં અમારી હાજરીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, કારણ કે અમે અદ્ભુત આતિથ્યના અમારા વારસાને આગળ વધારવાનું ચાલુ રાખીએ છીએ.”
ઉદયપુર એક મનમોહક શહેર છે જે તેના મનમોહક મહેલો, શાંત તળાવો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. પ્રતિષ્ઠિત સિટી પેલેસ, મોહક પિછોલા તળાવ અને ભવ્ય જગ મંદિર ધરાવતું આ શહેર રાજસ્થાનના શાહી ભૂતકાળની ઝલક આપે છે. અહીં મહેમાનો લાઇવ બજારને એક્સપ્લોર કરી શકે છે, પરંપરાગત રાજસ્થાની ભોજનનો આનંદ માણી શકે છે અને લોક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ જોઈ શકે છે. શહેરના ઇતિહાસને જીવંત બનાવતા તેના ક્લાસિક આકર્ષણ, અદભુત સૂર્યાસ્ત, રોમેન્ટિક બોટ સવારી અને મનોહર લેન્ડસ્કેપ્સ સાથે આ બધુ માણો. ઉદયપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પરથી 35 મિનિટના ડ્રાઇવ અંતરે અને ઉદયપુર સિટી રેલ્વે સ્ટેશનથી 20 મિનિટના અંતરે આવેલી હોટેલ શહેરના જૂના વિશ્વના આકર્ષણનો અનુભવ કરવા માંગતા પ્રવાસીઓ માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે.
આ હોટેલ મેવાડ સ્થાપત્યની ભવ્યતાને આધુનિક સુસંસ્કૃતતા સાથે એકીકૃત રીતે મિશ્રિત કરે છે, જે શાહી અને સુસંસ્કૃત અનુભવ પ્રદાન કરે છે. આગમન પર, મહેમાનોનું સ્વાગત કાલાતીત ભવ્યતાની દુનિયામાં કરવામાં આવે છે, જ્યાં હાથથી દોરવામાં આવેલા પિછવાઈ -શૈલીના મોટિફ્સ, મેવાડ-શૈલીની કમાનો, પરંપરાગત ‘ ઝરોખા ‘ (સુશોભિત ઓવરહેંગિંગ બાલ્કની), અને ઝીણી કોતરણીવાળા ‘છજ્જા ‘ (બારીઓ અને દરવાજા ઉપરના બહાર નિકળતા પડદાઓ) ઉદયપુરના પ્રતિષ્ઠિત સિટી પેલેસને અનોખુ રૂપ પ્રદાન કરે છે. હોટેલની વચ્ચે એક ભવ્ય સીડી છે, જે એક ભવ્ય ઝુમ્મરથી શણગારેલી છે અને તેએક આકર્ષક સ્થાપત્યનો માસ્ટરપીસ છે.
226 સુંદર રીતે ડિઝાઇન કરાયેલા ગેસ્ટરૂમ અને સ્યુટ રાજસ્થાનના શાહી વારસાથી પ્રેરિત છે. દરેક રૂમ આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમાં સુશોભિત પથારી, હાઇ-સ્પીડ વાઇ-ફાઇ, સુસજ્જ કાર્યસ્થળો અને સ્પા-પ્રેરિત બાથરૂમનો સમાવેશ થાય છે. અત્યાધુનિક આબોહવા નિયંત્રણ પ્રણાલીઓ આરામદાયક રોકાણ સુનિશ્ચિત કરે છે, જ્યારે અરવલ્લી ટેકરીઓ અથવા શાંત ફતેહ સાગર તળાવના અદભુત દૃશ્યો આરામના અનુભવમાં ઉમેરો કરે છે.
આ હોટેલ વિવિધ પ્રકારના ભોજનના અનુભવો પ્રદાન કરે છે, જે દરેક અનન્ય અને આનંદપ્રદ છે. હોટેલનું આખો દિવસ ચાલતું ભોજન રેસ્ટોરન્ટઓકરા, એક લાઇવ ઇન્ટરેક્ટિવ કિચન ધરાવે છે જે સ્થાનિક અને વૈશ્વિક સ્વાદોના ગતિશીલ મિશ્રણ પૂરું પાડે છે, જે ભવ્ય અરવલ્લી પર્વતોના દૃશ્યો સાથે ઇન્ડોર અને અલ્ફ્રેસ્કો બેઠક વ્યવસ્થા બંને પ્રદાન કરે છે. મેરિયટ હોટેલ્સમાં વૈશ્વિક સ્તરે એક બ્રાન્ડ સિગ્નેચર ગ્રેટ રૂમ, મહેમાનો માટે આરામ કરવા અને કલાત્મક ચા અને ફુલ બોડી કોફીનો આનંદ માણવાની ઉમદા જગ્યા છે. અહીં બિઝનેસ મીટિંગ્સનું આયોજન પણ કરી શકો છો. હૂંફાળું વાતાવરણ ઇચ્છતા લોકો માટે, ઉદયપુર બેકિંગ કંપની તાજી ગરમાગરમ સમૃદ્ધ કોફી સાથે હાથ બનાવટની પેસ્ટ્રી પીરસવામાં આવે છે, જે હળવા આનંદની ક્ષણ માટે યોગ્ય છે. દરમિયાન, ઓપલ લાઉન્જ , તેના છટાદાર, લાઇબ્રેરીથી પ્રેરિત વાતાવરણ સાથે, કુશળતાપૂર્વક બનાવેલા કોકટેલ અને નાની પ્લેટો પ્રદાન કરે છે, જે ઉન્નત અને ભરપુર ભોજનના અનુભવ માટેનીપર્ફેક્ટ જગ્યા છે.
ક્વાન સ્પામાં આયુર્વેદિક અને આધુનિક ઉપચારો પ્રદાન કરીને નવજીવન મેળવવાની આશા રાખી શકાય છે , અથવા ફતેહ સાગર તળાવ પાસે છત પર યોગ અને પ્રકૃતિ સાથે કદમતાલ મિલાવીને દિવસની શરૂઆત કરી શકાય છે. ફિટનેસ ઉત્સાહીઓ આધુનિક ફિટનેસ સેન્ટરમાં સક્રિય રહી શકે છે, જ્યારે શાંત પૂલસાઇડ અને આકર્ષક ઇન્ડોર રમતો આરામ અને મનોરંજન પ્રદાન કરે છે. બાળ મહેમાનો ઇન્ટરેક્ટિવ કિડ્સ ક્લબમાં તેમની સર્જનાત્મકતા ઉજાગર કરી શકે છે.
ઉદયપુર મેરિયટ હોટેલ 65,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી બહુમુખી ઇન્ડોર અને આઉટડોર ઇવેન્ટ સ્પેસ સાથે ડ્રીમ મેરેજ અને ભવ્ય ઉજવણીઓ માટે મંચ તૈયાર કરે છે. ભલે તે ડ્રીમ મેરેજ હોય, કોર્પોરેટ ઇવેન્ટ હોય કે સામાજિક મેળાવડા હોય, હોટેલનો ઉત્કૃષ્ટ સ્તંભ રહિત બોલરૂમ, વિશાળ પ્રી-ફંક્શન એરિયા અને મનોહર આઉટડોર સ્થળો અદભુત દ્રશ્યો અને અવિસ્મરણીય ક્ષણો માટે આદર્શ પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે. ક્લાસિક આકર્ષણને આધુનિક સુસંસ્કૃતતા સાથે મિશ્રિત કરીને, દરેક ઇવેન્ટને વિચારપૂર્વક સંપૂર્ણતા માટે તૈયાર કરવામાં આવે છે, જે મહેમાનોને યાદગાર સંતોષની ઊંડી ભાવના આપે છે.
ઉદયપુર મેરિયોટ હોટેલના જનરલ મેનેજર વૈભવ સાગરે જણાવ્યું હતું,“અમે ‘સિટી ઓફ લેક્સ’માં બ્રાન્ડની સિગ્નેચર હોસ્પિટાલિટી એવી ઉદયપુર મેરિયોટ હોટેલનું અનાવરણ કરતાભારે ઉત્સાહિત છીએ,” તેમણે ઉમેર્યું, “ઉદયપુરના શાહી આકર્ષણને પ્રતિબિંબિત કરવા માટે રચાયેલ, હોટેલ ભવ્ય આવાસ, વિશ્વ કક્ષાનું ભોજન, આધુનિક ઇવેન્ટ સ્પેસ અને અસાધારણ સુવિધાઓ પ્રદાન કરે છે. રાજસ્થાનના સમૃદ્ધ વારસાને સમકાલીન સુવિધાઓથી શણગારીને, અમે દરેક મહેમાન માટે અવિસ્મરણીય અનુભવો બનાવવા માટે આતુર છીએ.”
ઉદયપુર મેરિયોટ હોટેલના જનરલ મેનેજર વૈભવ સાગર તરફથી અહીં એક ખાસ સંદેશ .
સુંદર ઉદયપુર મેરિયોટ હોટેલની ઝલક મેળવવા માટે, અહીં વિડિઓ જુઓ .
રિઝર્વેશન અને પૂછપરછ માટે, www.udaipurmarriott.com પર જાઓ અથવા 0294 352 7777 પર કૉલ કરો.