મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનએ ઇન્ડિયન ઇનોવેશન આઇકોન્સ 2025ની દસમી આવૃત્તિમાં સાત ગેઇમ-ચેન્જીંગ ઇનોવેટર્સને સન્માનિત કર્યા

0
6

મેક ઇન ઇન્ડિયા, ટેકનોલોજી ફોર ગુડ 2025માં ઇનોવેશન માટે મહત્ત્વની થીમ્સ તરીકે ઉભરી આવી


મુંબઇ ૦૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં અર્થપૂર્ણ નવીનતાઓને આગળ ધકેલવામાં અગ્રણી એવી મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશન (MIF)એ આજે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયન ઇનોવેટર્સની 10મી આવત્તિનું આયોજન કર્યુ હતું. સાત ગેઇમ ચેન્જીંગ ઇનોવટેર્સને બિઝનેસ અને સામાજિક અસર કરતા નિષ્ણાતોના નેતૃત્ત્વ હેઠળની આકરી જ્યુરી રાઉન્ડ મારફતે ઓળખી કાઢવામાં આવ્યા હતા.

વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી 1,000થી એન્ટ્રીઓમાંથી પસંદ કરાયેલ આ વિજેતાઓ તેમના પ્રગતિકારક આઇડીયા દ્વારા ઉદ્યોગોમા ક્રાંતિ લાવી રહ્યા છે. બિઝનેસ કેટેગરીમાં થયેલા વિજેતાઓમાં એસ્ટ્રોમ ટેકનોલોજીઝનો સમાવેશ થાય છે, જે ઇ-બેન્ડ સ્પેક્ટ્રમમા ભારતની સૌપ્રથમ વ્યાપારી પ્રોડક્ટનો ઉપયોગ કરીને ગ્રામિણ અને નિર્જન વિસ્તારોમાં વાયરલેસ ટેલિકોયુનિકેશન્સન્સ એડવાન્સ કરી રહી છે, ચારા ટેકનોલોજીઝ, જે જવલ્લેજ-અર્થ મેગ્નેટ ફ્રી ઇલેક્ટ્રિક મોટર સિસ્ટમ ઇવી અન ઔદ્યોગિક મશીનરી માટે બનાવે છે, ઇન્દ્રવોટર,જે સ્યુએજ/ઔદ્યોગિક ગંદા પાણીનું રિસાયકલ કરવા માટે વિકેન્દ્રિત અને મોડ્યૂલ વોટર ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે અને સ્કાયરુટ એરોસ્પેસ, જે વૈશ્વિક સેટેલાઇટ કામગીરી માટે ઓછા ખર્ચવાળી અને ઓન ડીમાડ સ્પેસ પૂરું પાડે છે તેનો સમાવેશ થાય છે.

સોશિયલ (સામાજિક) કેટેગરીમાં, એસિસટેક ફાઉન્ડેશન નવીન વિકલાંગતા ટેકનોલોજી સ્ટાર્ટ-અપ્સનું ઉત્પાદન કરે છે, રોકેટ લર્નિંગ આંગણવાડી કાર્યકરોને કૌશલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરે બાળપણના શિક્ષણને વધારે છે, અને પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા (PARI) ડિજિટલ આર્કાઇવ દ્વારા ગ્રામીણ ભારતની વાર્તાઓને સાચવે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ભારતમાં અને વૈશ્વિક સ્તરે ડિજિટલ પેમેન્ટને ડેમોક્રેટીસાઇઝ કરવા બદલ ગ્લોબલ ગેમ-ચેન્જર એવોર્ડ જીત્યો છે.

મેરિકો લિમીટેડના ચેરમેન હર્ષ મરીવાલા અને મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક હર્ષ મરીવાલાએ જણાવ્યું હતુ કે, “ભારતીય ઇનોવેશન આઇકોન્સ તેમનું ક્ષેત્ર હજુ પણ ઉભરતુ હોવા છતાં એક સમયે ઇનોવેટર્સને ઓળખવાની અને ઓળખી કાઢવાની તેમની ક્ષમતા તેમને અળખી કાઢે છે. નવ આવૃત્તિઓ અને 70 વિજેતાઓમાં, અમને ગર્વ છે કે સન્માનિત કરાયેલા 80%થી વધુ ઇનોવેટર્સ સમયની કસોટી પર ખરા ઉતર્યા છે અને તેમના નવીનતાઓએ ભારતમાં વાસ્તવિક સામાજિક-આર્થિક અથવા પર્યાવરણીય અસર ઉભી કરી છે. ભારતમાંથી ઉભરતી સેવાઓ અને ઉત્પાદનોની સર્જનાત્મકતા અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડિયન ઇનોવેશન આઇકોન્સ 2025ના વિજેતાઓને અભિનંદન.”

આ પ્રસંગે બોલતા મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલના ચેરપર્સન અમિત ચંદ્રાએ ઉમેર્યુ હતુ કે, “નવીનતામાં અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અમે એવોર્ડઝની દસમી આવૃત્તિમાં તેનો પૂરાવો છે. MIFની ભારતીય ઇનોવેશન આઇકોનની નવી ઓળખ સાથે અમે જતા ગેઇમ-ચેન્જીંગ આઇડીયાને વધુ મજબૂત બનાવીએ છીએ.”

માળખાગત અને આર્થિક વૃદ્ધિ માટે નવીનતા

વ્યાપાર ક્ષેત્રના વિજેતાઓ ભારતના માળખાગત સુવિધાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વૈશ્વિક આર્થિક નેતા બનવાની ભારતની મહત્વાકાંક્ષા માટે મહત્વપૂર્ણ છે. સ્વચ્છ ઉર્જા, પાણી વ્યવસ્થાપન, અવકાશ ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશનમાં નવીનતાઓ ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્યનો પાયો નાખી રહી છે. કનેક્ટિવિટી વધારવા અને ટકાઉ ઉકેલોમાં ભારતના નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે હાઇ-સ્પીડ વાયરલેસ નેટવર્ક સિસ્ટમ્સ અને ઇવી માટે ઇલેક્ટ્રિક મોટર્સ જેવી ટેકનોલોજી મહત્વપૂર્ણ છે. આ સફળતાઓ માળખાગત સુવિધાઓને વધુ સુલભ, ખર્ચ-અસરકારક અને ભવિષ્ય માટે તૈયાર બનાવશે, જે ભારતને તેના વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે અને સાથે સાથે તેની પર્યાવરણીય અસર ઘટાડશે.

સામાજિક સમાનતા અને સમાવેશકતા મૂળમાં
ઇન્ડિયન ઇનોવેશન આઇકોન્સ 2025 સામાજિક સમાનતા અને સમાવેશકતા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા પર પણ પ્રકાશ પાડે છે. સામાજિક શ્રેણીના વિજેતાઓ વંચિત સમુદાયોની જરૂરિયાતો પર ભાર મુકે છે અને નવીનતાના લાભો સમાજના તમામ ક્ષેત્રો સુધી પહોંચે તેની ખાતરી કરી રહ્યા છે.

પ્લાસ્ટિકના કચરાને તકમાં રૂપાંતરીત કરતા: સહયોગાત્મક ટકાઉ ભવિષ્ય
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્લાસ્ટિક કચરાને તકમાં રૂપાંતરીત કરવી તે છે જે, એક સહયોગાત્મક ટકાઉ ભવિષ્ય પરની પેનલ ચર્ચા હતી. ચર્ચામાં એફએમસીજી ક્ષેત્ર માટે પરિપત્ર અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટે સહયોગી વ્યૂહરચનાઓની હાકલ કરવામાં આવી હતી. કંપનીઓ પર ટકાઉ રીતે કાર્ય કરવા માટે વધતા દબાણ સાથે, પેનલિસ્ટ્સમાં મેરિકો લિમિટેડના ચેરમેન અને મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક હર્ષ મરીવાલા, કોલગેટ પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રભા નરસિંહન અને રી સસ્ટેનેબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ મસૂદ મલિકનો સમાવેશ થાય છે અને ન્યૂઝવર્થીના સ્થાપક અનુભા ભોંસલે દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. સ્ટુડિયોએ એક સંકલિત એન્ડ-ટુ-એન્ડ મોડેલ માટે કાર્યક્ષમ આંતરદૃષ્ટિ શેર કરી હતી જે સમુદાય અને નાગરિકોને એકસાથે લાવે છે, જે બ્રાન્ડ ટુ બ્રાન્ડ સર્કુલારિટી સાથે વ્યાપારી રીતે સધ્ધર કરે છે.

ઓળખ ઉપરાંત: મોટી અસર માટે ઇનોવેટર્સને આગળ ધપાવવા
ઇવેન્ટ ઉપરાંત નવીનતાને ટેકો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતા, ફાઉન્ડેશન આઇકોન્સને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે. વધુમાં, નવીનતાઓ 3 એપ્રિલના રોજ યોજાનાર MIF ના InnoWin Day પર પ્રદર્શિત કરવામાં આવશે.”
“આ પ્લેટફોર્મ ફક્ત એક ઇવેન્ટથી વધુ છે – તે ભારતના સૌથી આશાસ્પદ ઇનોવેટર્સને આગળ ધપાવવા માટેનું એક આંદોલન છે,” એમ મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશનના વડા સુરંજના ઘોષએ જણાવતા ઉમેર્યુ હતુ કે “શરૂઆતમાં જ ઉચ્ચ-પ્રભાવશાળી નવીનતાઓને ઓળખવાની ધારદાર નજર સાથે, દરેક આવૃત્તિ માત્ર બોલ્ડ વિચારોને ઓળખતી નથી પરંતુ સક્રિયપણે એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે જે તેમની સફળતાને પોષે છે અને વેગ આપે છે.”

******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here