નવી દિલ્હી 11 ફેબ્રુઆરી 2025 – લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે જાહેરાત કરી છે કે પોતાની નવીનતમ સ્માર્ટફોન ઇનોવેશન, નથિંગ ફોન (3a) સિરીઝનું ઉત્પાદન ભારતમાં સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે. આ કંપનીની સ્થાનિક અર્થતંત્રમાં રોકાણ કરીને ભારતના સમૃદ્ધ ઉત્પાદન ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવાની અને ટેકનોલોજીકલ નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. ચેન્નાઈમાં આવેલી તેમની ફેક્ટરીમાં 500 થી વધુ કર્મચારીઓ સાથે નથિંગે રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જ્યાં ફોન (3a) સિરીઝનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાં 95% કર્મચારીઓ મહિલાઓ છે. નથિંગ ફોન (3a) સિરીઝના ઉત્પાદનમાં આ સુવિધા કેન્દ્રસ્થાને છે જે સ્થાનિક ઉત્પાદન પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. જેમ જેમ નથિંગ ભારતમાં તેના મૂળિયાંને વધુ ઊંડાણમાં લઈ રહ્યું છે, તેમ તેમ તેનું સ્થાનિક કાર્યબળ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે તેના જોડાણને વધુ મજબૂત બનાવવાનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે.
આ જાહેરાત નથિંગ માટે એક મહત્વપૂર્ણ સમયે આવી છે, કારણ કે બ્રાન્ડ પોતાનો મજબૂત ગ્રોથનો માર્ગ ચાલુ રાખ્યો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ મંથલી ઇન્ડિયા સ્માર્ટફોન ટ્રેકર અનુસાર નથિંગે 2024માં ભારતના સ્માર્ટફોન બજારમાં વર્ષ-દર-વર્ષ 577%નો મહત્વપૂર્ણ ગ્રોથ નોંધાવ્યો હતો, જેનું મુખ્ય કારણ ફોન (2a) સિરીઝ અને તેની સબ બ્રાન્ડ CMF દ્વારા નથિંગની મજબૂત માંગ હતી. વધુમાં, નથિંગે તાજેતરમાં ઓક્ટોબર 2020 માં લોન્ચ થયાના માત્ર ચાર વર્ષ પછી આજીવન આવકમાં $1 બિલિયનને પાર કરી છે.
ભારતીય બજાર પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે નથિંગ પોતાના વેચાણ પછીના સપોર્ટ નેટવર્કને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. બ્રાન્ડ હવે બેંગલુરુ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં પાંચ વિશિષ્ટ સર્વિસ સેન્ટર ચલાવે છે, જેમાં પાંચ પ્રાયોરિટી ડેસ્ક અને 300 મલ્ટી બ્રાન્ડ સેવા કેન્દ્રો છે. વધુમાં, નથિંગ્સની રિટેલ હાજરી ગયા વર્ષની શરૂઆતમાં 2000 સ્ટોર્સથી વધીને હાલમાં 7000 સ્ટોર્સ સુધી પહોંચી ગઈ છે, જે ભારતીય સ્માર્ટફોન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
નથિંગ ફોન (3a) સિરીઝ લંડનમાં ડિઝાઇન કરવામાં આવી છે અને ભારતમાં બનાવવામાં આવી છે, જેમાં બ્રિટિશ ડિઝાઇન શ્રેષ્ઠતા અને ભારતીય ઉત્પાદન કુશળતાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આ સહયોગ દર્શાવે છે કે વૈશ્વિક નવીનતા અને સ્થાનિક ઉત્પાદન કેવી રીતે એવા ઉત્પાદનો બનાવી શકે છે જે વિશ્વભરના ગ્રાહકોને સ્પર્શે છે.