લેક્સસ ઇન્ડિયાએ નવી LX 500d માટે બુકિંગનો પ્રારંભ, લક્ઝરી અને શાનદાર પરફોર્મન્સમાં પ્રભુત્વ

0
18
Social Media Mar 25

હાઇલાઇટ્સ
* ફ્લેગશિપ SUV પોતાના પારવફુલ પરફોર્મન્સ અને અત્યાધુનિક ડિઝાઇનના યુનિક મિશ્રણ માટે જાણીતી છે
* ઉન્નત સલામતી પેકેજમાં લેક્સસ સેફ્ટી સિસ્ટમ + 3.0નો સમાવેશ
* લેક્સસ કનેક્ટ ટેકનોલોજી અદ્યતન ટેલિમેટિક્સ સુવિધાઓ પ્રદાન કરે છે
* સીટ મસાજરમાં વધુ આરામ માટે નવી એર બ્લેડર આધારિત રિફ્રેશ સીટનો સમાવેશ
* બે ગ્રેડ અર્બન અને ઓવરટ્રેઇલ (નવો ગ્રેડ)માં ઉપલબ્ધ છે
* LX 500d અર્બનની એક્સ શોરૂમ ઓલ ઇન્ડિયા કિંમત રૂ. 30,000,000 છે અને LX 500d ઓવરટ્રેઇલ રૂ. 31,200,000.


બેંગ્લોર ૦૬ માર્ચ ૨૦૨૫: લેક્સસ ઇન્ડિયાએ નવી લેક્સસ LX 500d માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એસયુવી, લક્ઝરી, કેપેબિલિટીને ફરીથી વ્યાખ્યાયિત કરી સ્ટ્રેન્થ અને પરિષ્કારમાં સર્વશ્રેષ્ઠ છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રદર્શિત LX 500d ને રસ્તા પર અને બહાર બંને માટે શાનદાર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નવી LX 500dમાં પાવર, પરફોર્મન્સ અને પરિષ્કારનું શાનદાર મિશ્રણ છે, જે નવા ક્ષેત્રોમાં પણ પોતાની જગ્યા બનાવે છે.

LX 500d માં ટ્વીન ટર્બો સિસ્ટમની સાથે પાવરફુલ 3.3L V6 ડીઝલ એન્જિન છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં વાહન ચલાવવાની મંજૂરી આપે છે. જે એક ફ્લેગશિપ SUV જેવી ઑફ-રોડ ક્ષમતા દર્શાવે છે. ટ્વીન ટર્બો સિસ્ટમ ઉત્તમ પ્રતિભાવ અને ઓછી ગતિ શ્રેણીમાં હાયર ટોર્ક સાથે સંપૂર્ણ પ્રવેગક પ્રદાન કરે છે. વધુમાં લેડર ફ્રેમ ઉચ્ચ કઠોરતા અને હળવા વજનને અનુભવીને સ્થિરતા સંભાળવામાં ફાળો આપે છે, જેનાથી રોડ પર શાનદાર પ્રદર્શનમાં યોગદાન મળે છે અને તમને વધુ જાણવા સશક્ત બનાવવામાં આવે છે.

એક્સક્લ્યુઝિવ LX 500dમાં યુનિક ફિચર્સ :

લેટેસ સેફટી ફિચર્સ લેક્સસ સેફ્ટી સિસ્ટમ +3.0

  • પ્રી કોલિઝન સિસ્ટમ (PCS) આવતા વાહનો અને રાહદારીઓથી શોધ અને સુરક્ષા કરવામાં સક્ષમ બનાવે છે.
  • ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ (DRCC) અને લેન ટ્રેસ આસિસ્ટ (LTA) ડ્રાઇવરનો થાક ઘટાડે છે અને ડ્રાઇવિંગ ક્ષમતા વધારે છે
  • બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ (BSM) લેન બદલતી વખતે સલામતી તપાસવામાં ડ્રાઇવરને સપોર્ટ આપે છે
  • સેફ એક્ઝિટ આસિસ્ટ (SEA) સલામતી પદ્ધતિઓ જે ખુલ્લા દરવાજા અથવા બહાર નીકળેલા મુસાફરોથી સંભવિત અથડામણને અટકાવે છે, તેમજ નુકસાન ઘટાડે છે
  • લેન ડિપાર્ચર આસિસ્ટ (LDA) લેનમાંથી પ્રસ્થાન ટાળવા માટે આંશિક રીતે સહાયક સ્ટીયરિંગ કામગીરી દ્વારા સલામત ડ્રાઇવિંગને સપોર્ટ કરે છે
  • ઓટોમેટિક હાઇ બીમ (AHB) અને એડેપ્ટિવ હાઇ બીમ સિસ્ટમ (AHS) લાઇટિંગ સોલ્યુશન્સ જે મહત્તમ રોડ દૃશ્યતા જાળવી રાખીને અન્ય ડ્રાઇવરો માટે ઝગઝગાટ દૂર કરે છે.

લેક્સસ કનેક્ટ ટેકનોલોજી
LX 500d લેક્સસ કનેક્ટ ટેકનોલોજીની સહજતાની સાથે આવે છે. આ ભારત વિશિષ્ટ ડેટા કોમ્યુનિકેશન મોડ્યુલ (DCM) સુનિશ્વિત કરે છે, કે વાહન ઇન્ટરનેટ દ્વારા જોડાયેલ રહે, જેનાથી સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસના માધ્યમથી દૂરથી સુલભ સેવાઓનો સમૂહ સક્ષમ બની શકે.

કનેક્ટેડ સુવિધાઓ જેમ કે,

* સેફ્ટી કનેક્ટ (ઈ-કોલ એસઓએસ, ઓટો કોલિઝન નોટિફિકેશન, ડ્રાઇવ એલર્ટ, ટો એલર્ટ અને રોડસાઇડ આસિસ્ટન્સ)
* રિમોટ કનેક્ટ (રિમોટ લોક અનલોક, રિમોટ સ્ટાર્ટ/સ્ટોપ, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, રિમોટ પાવર વિન્ડોઝ ક્લોઝ, રિમોટ ટ્રક લોક/અનલોક, રિમોટ ઈમોબિલાઇઝેશન/રિમોબિલાઇઝેશન)
* સર્વિસ કનેક્ટ (મારી કાર શોધો, ચોરાયેલ વાહનની ટ્રેકિંગ, થેફ્ટ એલાર્મ, વ્હિકલ હેલ્થ સ્ટેટ્સ, રિમોટ સૂચના/વ્યૂ સ્થિતિ)

આરામ અને સુવિધા
* સીટ મસાજર – આગળની સીટ પર બેઠેલા લોકોનો થાક દૂર કરવા માટે એક નવી એર બ્લેડર આધારિત રિફ્રેશ સીટ ઉમેરવામાં આવી છે, જે સેન્ટર ડિસ્પ્લે દ્વારા સુલભ છે.

નવા LX 500d ઓવરટ્રેઇલ ગ્રેડમાં વિશિષ્ટ સુવિધાઓ
લેક્સસ ઇન્ડિયા મહેમાનો માટે આઉટરડોર જીવનશૈલીની વિશાળ શ્રેણીને સપોર્ટ આપવા અને વૈભવી ગતિશીલતાના આરામ અને આઉટડોરના આકર્ષણ વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના આધારે લેક્સસે નવી LX 500d ઓવરટ્રેઇલ રજૂ કરી છે, જેમાં વિશિષ્ટ સુવિધાઓ અને યુનિક ઇન્ટિરિયર અને એક્સરિયર કલર ઓપ્શન છે જે સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપે છે.

એક્સટિરિયર ડિઝાઇન
ઓવરટ્રેઇલ ગ્રેડ વિશેષ ડિઝાઇન કરાયેલ બ્લેક રેડિયેટર ગ્રિલ અને મેટ ગ્રે એલ્યુમિનિયમ વ્હીલ્સથી સજ્જ છે. વધુમાં, ફોગ લેમ્પ કવર, રુફ રેલ્સ, ડોર મોલ્ડિંગ્સ, વ્હીલ આર્ચ મોલ્ડિંગ્સ, ડોર હેન્ડલ્સ અને આઉટર મિરર સહિત વિવિધ ઘટકો બ્લેક અને ડાર્ક ટોનને કઠીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા છે.

ઇન્ટરિયિર ડિઝાઇન
ઓવરટ્રેલ ખાકી ઇન્ટિરિયર કલરને એક યુનિક ઓવરટ્રેલ મોનોલિથ રંગ થીમ સાથે વધારવામાં આવ્યો છે. સીટ અપહોલ્સ્ટરીનો પ્રાથમિક ભાગ અને ડોરના ટ્રીમમાં એશ ઓપન પોર સુમી બ્લેક સુશોભન દ્વારા પૂરક છે, જે એકસાથે એક શુદ્ધ અને સુસંસ્કૃત ઑફ-રોડ વાતાવરણ બનાવે છે જે લેક્સસના સારને દર્શાવે છે.

બોડી કલર
“મૂન ડેઝર્ટ,” ઓવરટ્રેઇલ ગ્રેડ માટે વિશિષ્ટ રંગ, જે મેટાલિક શેડિંગ દ્વારા પોતાની થ્રી-ડાયમેન્શિયલ ગુણવત્તા પર ભાર મૂકે છે, જે લેક્સસની પ્રીમિયમ ફીલ લાક્ષણિકતાને પ્રતિબિંબિત કરે છે.
ફ્રન્ટ અને રીઅર ડિફરન્શિયલ લોક
બધા ગ્રેડમાં સમાવિષ્ટ સ્ટાન્ડર્ડ સેન્ટર ડિફરન્શિયલ લોકની સાથે, ઓવરટ્રેઇલ ગ્રેડમાં ફ્રન્ટ અને રિઅર ડિફરન્શિયલ લોક પણ આવે છે, જે ઓફ-રોડ પર્ફોર્મન્સને વધારવા માટે બનાવવામાં આવ્યા છે.

હાયર પ્રોફાઇલ ટાયર

થ્રી-ડાયમેન્શિયલ સ્પોક્સ સાથે મેટ ગ્રે મેટાલિક વ્હીલની વિશેષતાઓ જે કિનારીઓ તરફ પહોળા હોય છે. વધુમાં, હાયર પ્રોફાઇલ ટાયર ધૂળવાળા રસ્તાઓ પર ડ્રાઇવિંગ અને એકંદર પ્રદર્શનમાં સુધારો કરે છે જેથી આઉટરડોર એક્સપિરિયન્સ પણ વધે છે.

આ જાહેરાત પર પોતાના વિચારો વ્યક્ત કરતા, લેક્સસ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રી તન્મય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “ઘણા વર્ષોથી LXને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેથી ડ્રાઇવને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ શકાય. આ વ્હિકલ લક્ઝુરિયસ અને પરફોર્મન્સમાં શાનાદર પ્રભુત્વ પ્રદાન કરવા માટેના અમારા અતૂટ સમર્પણનું ઉદાહરણ આપે છે. અમારા મુખ્ય મૂલ્યોને જાળવી રાખીને, LX 500d એ મલ્ટીપાથ વે અભિગમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને ગતિશીલતાના ભવિષ્યની પુનઃકલ્પનાનો પુરાવો છે. આ વ્હિકલમાં પાવરફુલ પરફોર્મન્સ અને અત્યાધુનિક ડિઝાઇનને ઘણી નવી સુવિધાઓ સાથે જોડવામાં આવી છે જેમ કે ઉન્નત સલામતી માટે લેક્સસ સેફ્ટી સિસ્ટમ +3.0 અને સુધારેલ કનેક્ટિવિટી માટે નવી ટેલિમેટિક્સ સુવિધાઓ સાથે લેક્સસ કનેક્ટેડ ટેકનોલોજી. અમે અમારા બધા મહેમાનોનો આભાર માનીએ છીએ જેઓ આ જાહેરાતની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમને વિશ્વાસ છે કે, આ વ્હિકલ અમારા આદરણીય મહેમાનોની આકાંક્ષાઓ સાથે પડઘો પાડશે અને તેમને પાર કરશે જે સુસંસ્કૃતતા અને અદ્ભુત ડ્રાઇવિંગ અનુભવનું અજોડ મિશ્રણ પ્રદાન કરે છે.”

શાનદાર સોનિક ક્વાર્ટઝથી લઈને આકર્ષક સોનિક ટાઇટેનિયમ અને ગ્રેફાઇટ બ્લેક સુધી, LX અર્બન ગ્રેડ વિવિધ પ્રકારના અત્યાધુનિક એક્સટિરિયર કલર્સમાં આવે છે. દરેક વિકલ્પ વૈભવી ફિનિશ સાથે આવે છે, જે LX ને રોડ પર શ્રેષ્ઠ ઉપસ્થિતિનો અહેસાસ આપે છે. ઇન્ટિરિયર કલર્સમાં પરંપરાગત જાપાનીઝ ટાકુમી હસ્તકલાનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલ હેઝલ અને ક્રિમસનનો સમાવેશ થાય છે. સુશોભન વિકલ્પોમાં આર્ટવુડ તાકાનોહા અને વોલનટ ઓપન પોરનો સમાવેશ થાય છે.

પોતાની અત્યાધુનિક ટેકનોલોજી, શુદ્ધ સૌંદર્ય શાસ્ત્ર અને મજબૂત પ્રદર્શન સાથે, લેક્સસ LX 500d ભારતના લક્ઝરી SUV બજારમાં કાયમી અસર પાડવા માટે તૈયાર છે. 2017માં ભારતમાં તેની શરૂઆત થઈ ત્યારથી, Lexus એ ઓમોટેનાશીના જાપાની ફિલસૂફીને અપનાવી છે જે સુનિશ્વિત કરે છે કે દરેક પ્રક્રિયા ઊંડા આદર અને મહેમાનોની સંભાળને પ્રતિબિંબિત કરે છે. આને મજબૂત બનાવવા માટે લેક્સસ ઇન્ડિયા એ ગયા વર્ષે 1 જૂન 2024 થી ભારતમાં વેચાતા તમામ નવા લેક્સસ મોડેલો માટે 8 વર્ષ/160,000 કિમી વાહન વોરંટીની* જાહેરાત કરી છે, જે લક્ઝરી કાર ઉદ્યોગમાં પોતાના પ્રકારનું પ્રથમ મોડેલ છે. 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરાયેલ 5 વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) એ ગ્રાહક માટે વધુ મૂલ્ય પ્રદાન કરીને મહેમાનોની સુવિધા અને માનસિક શાંતિમાં વધારો કર્યો છે. લેક્સસ ઇન્ડિયા એ ઓગસ્ટ 2024થી ઉચ્ચ ગુણવત્તાની ફેક્ટરી બોડી કોટિંગ પણ રજૂ કરી છે, જે પોતાના વાહનોમાં વૈભવી અને ટકાઉ ફિનિશ ઉમેરે છે.

મનની સંપૂર્ણ શાંતિ માટે લેક્સસ ઇન્ડિયાએ ફ્લેક્સીબલ અને અનોખી લેક્સસ લક્ઝરી કેર સર્વિસ પેકેજ રજૂ કર્યું છે, જેમાં કમ્ફર્ટ, રિલેક્સ અને પ્રીમિયર વિકલ્પોનો સમાવેશ થાય છે જે 3 વર્ષ / 60,000 કિમી અથવા 5 વર્ષ / 100,000 કિમી અથવા 8 વર્ષ / 160,000 કિમીમાં ઉપલબ્ધ છે. આ સર્વિસ પેકેજ મહેમાનોને વધુ આનંદદાયક મલ્ટિપલ ઓફરો પ્રદાન કરે છે.

નવી LX 500d માટે બુકિંગ આજથી શરૂ થાય છે. વધુ જાણકારી માટે ગેસ્ટ પોતાના નજીકના ગેસ્ટ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકે છે. લેક્સસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.lexusindia.co.in, ફેસબુક: @LexusIndia અને ઇન્સ્ટાગ્રામ: @lexus_india પર લોગ ઇન કરો અથવા વધુ માહિતી મેળવો.

*નિયમો અને શરતો લાગુ. નવા વાહન સાથે આપેલી વિગતો માટે લેસસ ડીલરનો સંપર્ક કરો અને વોરંટી મેન્યુઅલ જુઓ.

ન્યૂ LX 500d ની કેટલીક મુખ્ય વિશેષતાઓ :

એન્જિન :
ટાઇપ – 6-સિલિન્ડર, V-પ્રકાર
ફ્યૂઅલ – ડીઝલ
ઇન્ટેક સિસ્ટમ – ઇન્ટરકુલરથી ચાર્જ થયેલ ટ્વીન ટર્બો.
મેક્સ આઉટપુટ – ૨૨૭ Kw @ ૪૦૦૦ rpm
મેક્સ ટોર્ક – ૭૦૦ Nm @ ૧૬૦૦-૨૬૦૦ rpm

ચેસિસ અને ટ્રાન્સમિશન
સસ્પેન્શન (૪ વ્હીલ એક્ટિવ હાઇટ કંટ્રોલ અને એડેપ્ટિવ વેરિયેબલ સસ્પેન્શન)
ટ્રાન્સમિશન – ડાયરેક્ટ શિફ્ટ – 10AT

એક્સટિરિયર ફિચર્સ

હેડલેમ્પ (ઓટો લેવલિંગ અને ક્લીનર સાથે LED) – 3-પ્રોજેક્ટર બાય-બીમ LED
LED ક્લિયરન્સ -LED + વેલકમ
કોર્નરિંગ લેમ્પ
લાઇટ કંટ્રોલ સિસ્ટમ
એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ
હાઇ માઉન્ટ સ્ટોપ લેમ્પ – LED
આઉટસાઇડ રીઅર વ્યૂ મિરર (ઓટોમેટિક ગ્લેર પ્રૂફ + સાઇડ કેમેરા + હીટર + લાઈટ + બીએસએમ)
મૂન રૂફ – રિમોટ + જામ પ્રોટેક્ટ

ઇન્ટરિયિર ફિચર્સ

ઇન્ટરિયર રીઅર વ્યૂ મિરર (ઓટોમેટિક ડે એન્ડ નાઇટ)
ફ્રન્ટ સીટ એડજસ્ટર (ડ્રાઈવર 10 વે + પેસેન્જર 8 વે પાવર સાથે)
સીટ હીટર ફોર ફ્રન્ટ અને રિઅર
સીટ એ/સી (ફ્રન્ટ + રિઅર વેન્ટિલેટેડ)
મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે 8-ઇંચ કલર TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) LCD ડિસ્પ્લે
૧૨.૩-ઇંચ ઇલેક્ટ્રો મલ્ટી-વિઝન (EVM) મલ્ટીમીડિયા ઇન્ફોટેનમેન્ટ ટચ ડિસ્પ્લે
૭-ઇંચ ઇલેક્ટ્રો મલ્ટી-વિઝન (EVM) ડ્રાઇવ ડાયનેમિક્સ કંટ્રોલ ટચ ડિસ્પ્લે

આરામ અને સુવિધા
વાયરલેસ ડોર લોક (સ્માર્ટ એન્ટ્રી, પાવર બેક ડોર)
ઇલ્યુમિનેટેક્ડ એન્ટ્રી સિસ્ટમ
ડ્રાઇવ મોડ સિલેક્ટ (5 મોડ્સ નોર્મલ/ઇકો/કમ્ફર્ટ/સ્પોર્ટ એસ/સ્પોર્ટ એસ+) + કસ્ટમ મોડ) પેડલ શિફ્ટ સાથે.
સ્ટીયરીંગ કોલમ (ઇલેક્ટ્રિક ટિલ્ટ અને ટેલિસ્કોપિક ટાઇપ પ્રોટેક્ટર સાથે)
પાવર સ્ટીયરીંગ ટાઇપ – ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરીંગ
એર કન્ડીશનર (ઓટો 4 ઝોન) ઇન્ડિપેન્ડેન્ટ ટેમ્પ્રેચર કંટ્રોલ
ઓડિયો માર્ક લેવિન્સન 25 સ્પીકર 3D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ
રીઅર સીટ એન્ટરટેઈનમેન્ટ (ડ્યુઅલ RSE મોનિટર), ૧૧.૬-ઇંચ ટચ ડિસ્પ્લે, HDMI જેક, ૨ હેડફોન જેક, વાયરલેસ

રિમોટ કંટ્રોલ
લેક્સસ નેવિગેશન સિસ્ટમ (વાયરલેસ એપલ કારપ્લે, વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો)
બેક મોનિટર પેનોરેમિક વ્યૂ મોનિટર, મલ્ટી ટેરેન મોનિટર – વોશર સાથે 4 કેમેરા
એક્ટિવ નોઇસ કંટ્રોલ

સેફ્ટી એન્ડ સિક્યોરિટી
એન્ટી થિફ્ટ સિસ્ટમ (ઇમોબિલાઇઝર + સાયરન + ઘુસણખોરી સેન્સર + ફિંગરપ્રિન્ટ)
ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)
EBD (ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન)
TRC(ટ્રેક્શન કંટ્રોલ)
HAC(હિલ આસિસ્ટ કંટ્રોલ)
ટ્રેલર સ્વે કંટ્રોલ
ECB (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ્ડ બ્રેક સિસ્ટમ)
ઇમરજન્સી બ્રેક સિગ્નલ – સ્ટોપ લેમ્પ
૧૦ SRS એરબેગ
હેડ અપ ડિસ્પ્લે – રંગ
ટાયર ઇન્ફલેક્શન પ્રેશર વોરનિંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here