લિવાઈસ® ના ક્રિએટિવ પાવરહાઉસ લાઇન-અપમાં જોડાનાર પ્રથમ પંજાબી કલાકાર
ગુજરાત, અમદાવાદ ૦૯ માર્ચ ૨૦૨૫: લિવાઈસ® બ્રાન્ડ તેના નવા એમ્બેસેડર, ગ્લોબલ આઇકન દિલજીત દોસાંઝની જાહેરાત કરતા ખૂબ જ રોમાંચિત છે. સંગીત, સિનેમા અને સ્ટાઇલના નિયમોને ફરીથી લખવા માટે જાણીતા દિલજીત લિવાઈસ® પરિવારમાં પ્રથમ પંજાબી કલાકાર તરીકે જોડાય છે, જે બ્રાન્ડના સર્જનાત્મક પ્રતિભાના સતત વિકસતા સમુદાયનો ભાગ છે.
લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીના દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા અને નોન-ઇયુના મેનેજિંગ ડિરેક્ટર અને એસવીપી અમીષા જૈન કહે છે, “દિલજીત દોસાંઝ લિવાઈસ® ની પ્રગતિશીલ ભાવનાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. તેમની અભૂતપૂર્વ યાત્રા સંગીત, ફેશન અને સંસ્કૃતિના માધ્યમથી આત્મ-અભિવ્યક્તિને સશક્ત બનાવવાની અમારી બ્રાન્ડની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. સાથે મળીને અમે કંઈક એવું બનાવવા માટે તૈયાર છીએ જે ખરેખર શાનદાર હોય.”
પોતાના જ રેકોર્ડ તોડનાર દિલ-લુમિનાટી ટુર અને ઇતિહાસ રચનારા કોચેલા ડેબ્યૂ પછી, આ ભાગીદારી લેવીના કાલાતીત આકર્ષણને દિલજીતની પ્રણેતા યાત્રા સાથે જોડે છે. G.O.A.T થી લઇ લવર સુધી અને હવે ખરેખર #LiveInLevis માટે સેટ થયેલ આઇકોન, તે સંસ્કૃતિને ફરીથી વ્યાખ્યાયિત કરતા બે આઇકનનો ઉત્સવ છે – એકસાથે.
દિલજીતની સરહદો અને શૈલીઓ પાર કરવાની અનોખી ક્ષમતામાંથી પ્રેરણા લઈને, આ સહયોગ સ્વ-અભિવ્યક્તિ માટે Levi’s® બ્રાન્ડની ભૂમિકાને પ્રકાશિત કરે છે. પંજાબી સિનેમામાં તેના શરૂઆતના હિટ ગીતોથી લઈને બિલબોર્ડ સોશિયલ 50માં સામેલ થવા સુધી, દિલજીતની વાર્તા સાહસિક વિકલ્પો અંગે છે, તેવ જ રીતે જેમ કે બ્લુ જીન્સ જે 170થી વધુ વર્ષથી સમયની કસોટી પર ખરું ઉતર્યું છે.
દિલજીત દોસાંઝ કહે છે, “લિવાઈસ® હંમેશાથી એક એવી બ્રાન્ડ રહી છે જેની હું પ્રશંસા કરતો રહ્યો છું અને તે શ્રેષ્ઠ ડેનિમવેર બ્રાન્ડ છે,”ડેનિમ મારા માટે માત્ર કપડાં કરતાં કયાંય વધુ છે – આ એક નિવેદન છે. લિવાઈસ® સાથે ભાગીદારી કરવી એકદમ યોગ્ય લાગે છે.”
આ ભાગીદારી લિવાઈસ® ના વિસ્તરતા મેન્સવેર રેન્જને પ્રદર્શિત કરે છે, જેમાં ટ્રેન્ડી ન્યૂ લૂઝ અને રિલેક્સ્ડ ફિટ્સનો સમાવેશ થાય છે, સાથો સાથ દિલજીત દોસાંજની સહજ સ્ટાઇલની સમજને પણ દર્શાવે છે. દિલ-લુમિનાટી ટુર મર્ચેન્ડાઇઝની સફળતા પર આધારિત, તે સંગીત અને ફેશનનું સહજ મિશ્રણ છે.
આ પ્રતિષ્ઠિત ભાગીદારી સંસ્કૃતિ, સ્ટાઇલ અને સંગીતને એકસાથે ફરીથી કલ્પના કરવાની સહિયારી યાત્રાની માત્ર શરૂઆત છે.