આ સાથે બ્રાન્ડ નાણાકીય વર્ષાંત સુધી 50થી વધુ ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીને પ્રદેશમાં હાજરી વધુ મજબૂત કરવાની યોજના
ગુજરાત, દાહોદ 05 ઓગસ્ટ 2024: કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડ (કેકેસીએલ)ની આઈકોનિક પુરુષોની કિફાયતી લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમૅન દ્વારા આજે ગુજરાતની બજારમાં તેની પહોંચ વધુ મજબૂત બનાવતાં તેની વ્યાપક યોજનાની ઘોષણા કરી હતી. બ્રાન્ડે દાહોદા હાર્દમાં સ્થિત તેના સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. સૌથી વિશાળ અને ઉત્કૃષ્ટ મેન્સ ફેશન સ્ટોર સાથે શહેરમાં પ્રવેશ કરતાં લૉમૅનની નાણાકીય વર્ષના અંત સુધી ગુજરાત રાજ્યમાં 50 વધુ સ્ટોર ઉમેરવાની યોજના છે. લૉમૅનની ઝડપી વિસ્તરણ યોજના સ્માર્ટ, સ્ટાઈલિશ અને આરામદાયક ક્લોધિંગ પહેરવા ગુજરાતના ફેશન સતર્ક પુરુષોની વધતી જરૂરતોના પ્રતિસાદમાં આવી છે.
દાહોદમાં લૉમૅનનો નવો સ્ટોર 514 ચો.ફૂટમાં પથરાયેલો છે, જે કક્ષામાં અવ્વલ ટ્રેન્ડિંગ ડિઝાઈનો, નવા યુગનાં ફેબ્રિક્સ ઓફર કરે છે, જે મેન્સ કેઝ્યુઅલ, વર્ક એન્ડ પાર્ટી વેરનાં ધોરણને નવી ઊંચાઈએ લઈ જાય છે. દરેક ગ્રાહક માટે અનુકૂળતા સાથે સ્ટોર દિવસથી રાત સુધી ગ્રાહકના દિવસનો ફેશન ક્લોધિંગ પ્રવાસ આવરી લે છે. સ્ટોર શોર્ટસ, ટી-શર્ટસ, જીન્સ, કેઝ્યુઅલ શર્ટસ, કેઝ્યુઅલ પેન્ટ્સ, કાર્ગોસ અને ટ્રાવેલ પેન્ટ્સનો સમાવેશ ધરાવતી ટ્રેન્ડી ક્લોધિંગ રેખા ધરાવે છે.
સ્ટોરનું વાતાવરણ ક્લાઈન લાઈન્સ સાથે તેની આધુનિક સમકાલીન ડિઝાઈન સાથે આહલાદક છે, જ્યાં સ્ટોરમાં સુંદર લાઈટિંગ અને અદભુત ઉત્તમ તાલીમબબદ્ધ સ્મિત કરતા સેલ્સ એસોસિયેટ્સ ગ્રાહકનો અનુભવ વધુ બહેતર બનાવે છે. દાહોદમાં લૉમૅન સ્ટોર આકર્ષક આરંભિક ઓફરો ઉપલબ્ધ કરવા માટે અચૂક મુલાકાત લેવાનું સ્થળ છે.
આ વિશે વધુ વાત કરતાં કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડના ડાયરેક્ટર શ્રી દિનેશ જૈને જણાવ્યું હતું કે, “અમને દાહોદમાં અમારો નવો સ્ટોર શરૂ કરવાની ઘોષણા કરવાની ખુશી છે. આ લોન્ચ અમારા ગ્રાહકોને ઉચ્ચ કક્ષાના ફેશન સમાધાન પૂરા પાડવાની અમારી કટિબદ્ધતા આલેખિત કરે છે. લૉમૅન ખાતે અમે અસમાંતર આરામ સાથે સમકાલીન ડિઝાઈનને જોડવામાં માને છે, જે અમારા ગ્રાહકોને હંમેશાં તેમના શ્રેષ્ઠતમ મહેસૂસ કરવાની ખાતરી રાખે છે. અમે ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે સ્ટાઈલિશ અને કિફાયતી ફેશન વધુ લોકોને પહોંચક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારો નવો સ્ટોર ગુણવત્તા, નવીનતા અને ગ્રાહક સંતોષ પ્રત્યે અમારી સમર્પિતતાનો દાખલો છે.”
આ અવસરે બોલતાં કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડના ડાયરેક્ટર શ્રી વિકાસ જૈને જણાવ્યું હતું કે, “કેકેસીએલની લૉમૅને ભારતના યુવાનો, આધુનિક પુરુષો માટે ક્લોધિંગની તેની ટ્રેન્ડી, સ્ટાઈલિશ અને કમ્ફર્ટેબલ રેન્જ માટે બજારમાં પોતાની છાપ છોડી છે. બ્રાન્ડને ગુજરાતમાંથી અદભુત પ્રતિસાદ મળ્યો છે, જે અમે પ્રદેશમાં ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીને અમારી હાજરી વધુ મજબૂત કરવા માટે અમને પ્રોત્સાહન આપે છે. અમે રોમાંચક અને આરામદાયક વાતાવરણમાં દાહોદના પુરુષો માટે એપરલ્સના અમારા દાખલો બેસાડનારા કલેકશન લાવવા માગીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારો નવો સ્ટોર અને ભવિષ્યમાં આવનારા સ્ટોર તેમને વ્યાપક પસંદગી આપશે અને તેમની સ્ટાઈલની ખૂબીને સહજતાથી નવી ઊંચાઈએ લઈ જશે.”