રાજકીય ક્ષેત્રે જોડાયેલા કુમાર શાહની ભાવનગર શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી

0
13

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

ભાવગરમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર શાહ સંગઠનના છે અનુભવી નેતા 

ગુજરાત, ભાવનગર ૦૭ માર્ચ ૨૦૨૫: આજે રાજ્યના વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોની નિમણૂક કરાઈ છે ત્યારે રાજકીય ક્ષેત્રે જોડાયેલા અનુભવી એવા કુમાર શાહની ભાવનગરના શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.  કુમાર શાહ અગાઉ ભાવગરમાં ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, લાંબા સમય સુધી પાર્ટીમાં સેવા આપી છે ત્યારે તેમના સંગઠ ક્ષેત્રના કાર્યો થકી પાર્ટીએ તેમને વધુ એક મોટી જવાબદારી સોંપી છે. ત્યારે તેમના નામની જાહેરાત આજે સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

કુમાર શાહ છેલ્લા 2006થી 2012 સુધી વોર્ડ પ્રમુખ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે 2014થી લઈને 2020 સુધી શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. એક પછી એક પદો પર સેવારત રહ્યા બાદ તેઓ 2015થી નગરસેવક તરીકે સેવારત છે. ભાવગર શહેર ભાજપ પ્રમુખ પદે તેમની નિમણૂક થતા આગામી સમયમાં આ અનુભવ થકી નવા કાર્યો આ વિસ્તારમાં સંગઠન ક્ષેત્રે જોવા મળશે. ત્યારે હવે નવી જવાબદારી સાથે તેઓ ભાવગરમાં પોતાની ફરજ નિભાવશે અને ભાવનગર શહેર સંગઠનને વધુ મજબૂત બનાવશે.

કુમાર શાહની વાત કરવામાં આવે તો તેઓ પાસે બે દાયકાથી પણ વધુ સમયનો રાજકીય કારકિર્દીમાં અનુભવ છે. 21 વર્ષથી પાર્ટી સાથે જોડાઈને પાર્ટી અને સંગઠનને લગતા મજબૂત કાર્યો કરતા આવ્યા છે. યુવા અવસ્થામાં જ રાજકિય ક્ષેત્રે અને સેવા કાર્યોમાં તેમને ઘણો રસ હતો તેઓ ભાવનગરના રાજકારણ અને સંગઠનના કાર્યોથી ખૂબ જ પરિચિત છે. કુમાર શાહની વરણી થતા રાજ્ય અને દેશભરમાંથી તેમના શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ભાવનગર શહેર પ્રમુખની સાથે સાથે આજે અન્ય  6 શહેર પ્રમુખોની જાહેરા કરાઈ હતી જ્યારે  26 જિલ્લા પ્રમુખની પણ જાહેરાત કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here