કાઈનેટિક ગ્રીને ઘણાં બધાં ડિજિટલ અને કનેક્ટેડ ડિસ્પ્લે પ્લેટફોર્મ્સ અને એનલાઈટિક્સ રજૂ કરવા માટે જિયોથિંગ્સ લિમિટેડ સાથે જોડાણ કર્યું

0
17

સ્માર્ટ ટીએફટી- આધારિત સોફ્ટવેર મંચ અને એનલાઈટિક્સ ઈવી ઉપભોક્તા અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સુસજ્જ છે.


પુણે 9મી ડિસેમ્બર 2024: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ જિયો પ્લેટફોર્મન્સ લિમિટેડની સબસિડિયરી અને રિલાયન્સ ગ્રુપનો હિસ્સો જિયોથિંગ્સ સાથે ટેક્નિકલ જોડાણ કરવાની ઘોષણા કરવા માટે ભારે રોમાંચિત છે. આ ભાગીદારી કાઈનેટિક ગ્રીનના વર્તમાન અને આગામી ઈલેક્ટ્રિક વેહિકલનાં મોડેલો માટે કનેક્ટિવિટી અને ઉપભોક્તા અનુભવ બહેતર બનાવીને પ્રગતિશીલ સક્ષમ મોબિલિટી સમાધાનમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે.

આ જોડાણના ભાગરૂપે કાઈનેટિક ગ્રીન દ્વારા તેના લોકપ્રિય ડિસ્પ્લે મંચ ઈનોવેટિવ સ્માર્ટ ટીએફટી- આધારિત ડિજિટલ રજૂ કરવા માટે કાઈનેટિક ગ્રીન તેનાં લોકપ્રિય ઈ2ડબ્લ્યુ મંચો પર તેના ગ્રાહકો માટે રાઈડિંગ અનુભવમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ આધુનિક ડિસ્પ્લે અસલ સમયમાં નેવિગેશન, ઈન્કમિંગ કોલ્સ માટે નોટિફિકેશન્સ અને નજીકનાં ચાર્જિંગ સ્ટેશન્સ પર માહિતી સહિતની મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતાઓને જોડે છે. આ તત્ત્વોને સમાવીને મંચ રાઈડરોને વધુ કનેક્ટેડ અને સુવિધાજનક પ્રવાસ માણવા માટે અભિમુખ બનાવે છે, જેથી દરેક રાઈડ કાર્યક્ષમ અને મનોરંજક બને છે. શહેરી ગલીઓમાંથી પસાર થવાનું હોય કે લાંબી ટ્રિપ્સનું નિયોજન કરવાનું હોય, આ અત્યાધુનિક ટેકનોલોજી ઉપભોક્તાઓને તેમની આંગળીને ટેરવે મહત્ત્વપૂર્ણ માહિતીથી સશક્ત બનાવે છે.

ઉપરાંત જોડાણમાં મુખ્ય વિશિષ્ટતાઓ પણ છે, જેમ કે, અંતર્ગત બ્લુટૂથ અને ટેલિમેટિક્સ- એનેબલ્ડ ડિવાઈસ, જે આસાન કનેક્ટિવિટીની ખાતરી રાખે છે. આથી ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સ થકી આસાનીથી મહત્ત્વપૂર્ણ વાહનની કામગીરીઓની દેખરેખ રાખી શકે અને વ્યવસ્થાપન કરી શકે છે. રાઈડરોને નેવિગેશન, સ્પીડ, બેટરી ચાર્જ સ્થિતિ અને ખાલી થવાનું અંતર પર માહિતીને પહોંચ મળે છે, જેથી ઉચ્ચ ઉપભોક્તા અનુકૂળ અનુભવ બની રહે છે. આ અખંડ સમાધાન જિયોના એડવાન્સ્ડ હાર્ટવેરનો લાભ લે છે, જેથી તેની મજબૂત 4જી કનેક્ટિવિટીને વધુ ટેકો મળી શકે.

આ ઈનોવેટિવ ઈન્ટીગ્રેશન સ્માર્ટ વેહિકલ ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ આલેખિત કરે છે, જે યુઝેબિલિટી, સેફ્ટી અને કનેક્ટિવિટીને અગ્રતા આપે છે.

કાઈનેટિક ગ્રીનનાં સહ-સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોતવાનીએ જણાવ્યું હતું કે, ‘‘જિયોથિંગ્સ સાથે કાઈનેટિક ગ્રીન્સનું જોડાણ આધુનિક ઈવી ટેકનોલોજી, ઈનોવેશન અને પર્યાવરણીય સક્ષમતા પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. આ ભાગીદારીનો લાભ લેતાં અમે આધુનિક સોફ્ટવેર પ્લેટપોર્મ્સ અને ડિજિટલ સમાધાન પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ઈલેક્ટ્રિક વાહન ઉપભોક્તા અનુભવને બહેતર બનાવશે. અમારું લક્ષ્ય રાઈડરોને આસાન કનેક્ટિવિટી, ઈન્ટેલિજન્ટ ફીચર્સ, સેફ્ટી અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાનું છે. અમે એઆઈ- આધારિત ડ્રાઈવર માહિતી અને રાઈડ આસિસ્ટન્સ ફીચર્સ સહિત ભાવિ સમાધાન નિર્માણ કરવાનું ચાલુ રાખીશું, જે અમારી મજબૂત ઈવી પ્રોડક્ટો અને પ્લેટફોર્મ્સમાં અત્યાધુનિક ટેકનોલોજીની ખાતરી રાખશે.’’

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના પ્રેસિડેન્ટ શ્રી આશિષ લોઢાએ ઉમેર્યું હતું કે, ‘‘અમને કાઈનેટિક ગ્રીન સાથે ઈનોવેટિવ અને સક્ષમ ઈલેક્ટ્રિક મોબિલિટી સમાધાન પ્રદાન કરવા માટે ભાગીદારી કરવાની ઘોષણા કરવામાં ખુશી થાય છે. આ લાંબા ગાળાનું જોડાણ ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રમોટ કરવા માટે મોટું પગલું આલેખિત કરે છે. એકત્રિત રીતે અમે વધુ સક્ષમ ભવિષ્ય ફૂલેફાલે તે માટે કટિબદ્ધ છીએ.’’

કાઈનેટિક ગ્રીન અને જિયો થિંગ્સ આ આશાસ્પદ જોડાણ પર આગળ નીકળી છે ત્યારે બંને કંપનીઓ ઈલેક્ટ્રિક વેહિકલ ટેકનોલોજીમાં પ્રગતિની આગેવાની કરવા પર કેન્દ્રિત છે, જે વધુ કનેક્ટેડ, કાર્યક્ષમ અને સક્ષમ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here