કેરળ ટુરિઝમ દ્વારા ફેસ્ટિવલ હોલિડે સિઝન અનુરૂપ નવી પ્રોડક્ટ રજૂ કરાઇ

0
27

રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓમાં ઝડપથી વધારો, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો   

વડોદરા, ઓગસ્ટ:  ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરલ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ-વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટુર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે.

નવા પ્રોજેક્ટ્સની સાથો-સાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે, બિચિસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કેરળની યુનિટ ટુરિસ્ટ અપિલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવાં સ્ટેસ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે.

મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા પર આવી રહી છે, જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે.  કોવિડ પહેલાનું વર્ષ 2019માં રાજ્યે સ્થાનિક અને કુલ પ્રવાસીઓના આગમનમાં 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની સંખ્યા 1,95,74,004 હતી જેમાં 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ અને 11,89,771 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે.

2023માં  સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 21,871,641 જેટલા લોકોએ રાજ્યની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 6,49,057 હતી.

2024 ના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) સુધી કેરળમાં 50,37,307 સ્થાનિક પ્રવાસીઓ આકર્ષાયા હતા જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 49,36,274 મુલાકાતીઓ આવ્યા હતા. આમ, કેરલમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં 2.05 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેરળ માટે સમાનરૂપથી આશ્વત કરનારી વાત એ છે કે,આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે, જે 2025 સુધીમાં કોવિડ પહેલાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે.

આ અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી પી.એ મોહમ્મદ રિયાસ કહે છે કે, હવે અમારું ફોક્સ  દરિયાકિનારા, બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં.  “અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેજબાની માટે અનુકુલ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છીએ. અમારી નવીનતમ ઓફર મુલાકાતીઓમાં નવી રુચિ જગાડશે કારણ કે એ મુલાકાતીઓના તમામ વર્ગો માટે કેરળને એક આકર્ષક પ્રાયોગિક પ્રવાસન સ્થળ બનાવે છે, પછી ભલે  દુનિયાભરના પ્રવાસી હોય, હનીમૂનિંગ કપલ, બેકપેકર અથવા સાહસ શોધનાર હોય.”

પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવાના સતત પ્રયાસોનું એક પરિણામ એ રહ્યું કે, કેરળ ટુરીઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાનને પ્રતિષ્ઠિત PATA ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો.  ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળને 2023માં 52 ફરવાવાળી સ્થળોની મુલાકાતની લિસ્ટમાં સમાવેશ કર્યો હતો.

કેરળ ટ્રાવેલ માર્ટ એશિયાનો સૌથી મોટી ટુરિઝમ કાર્યક્રમ છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે સપ્ટેમ્બરમાં આયોજીત કરવામાં આવ્યો છે. 1,500 થી વધુ સ્થાનિક ખરીદદારો અને 650 વિદેશી ખરીદદારોએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે.

કેરળ ઓક્ટોબરમાં લિંગ સમાવિષ્ટ પ્રવાસન પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. જેમાં પ્રવાસન યોજનાના માધ્યમ થકી પ્રવાસનમાં સહભાગી વિકાસને પ્રોત્સાહન આપવામાં રાજ્યની સફળતાને પ્રદર્શિત કરવામાં આવશે તથા મહિલા પ્રવાસીઓ સમક્ષ આવનારી સમસ્યાઓનું સમાધાન પણ કરવામાં આવશે.

આ અંગે વાત કરતા કેરળ સરકારના પ્રવાસન સચિવ શ્રી બીજુ કેએ જણાવ્યું હતું કે, “અમે સમગ્ર કેરળને એક સ્થાયી આંતર-જોડાણવાળા પ્રવાસી સ્થળમાં પરિવર્તિત કરી રહ્યા છીએ, જ્યાં મુલાકાતીઓ રાજ્યમાં વિતાવેલા થોડા દિવસોમાં ઘણા પસંદગીઓ વિકલ્પો અને વિવિધ અનુભવો મળશે.”

તેમણે ઉમેર્યું કે,”આ કેરળના ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો અને ઓછા જાણીતા સ્થળોના મનમોહક આકર્ષણને લઇને નવા યુગના પ્રવાસીઓના પ્રવાસને આરામદાયક, કાયાકલ્પ, સલામત અને શીખવાનો અનુભવ પ્રદાન કરશે.”

નવી ઓફરોમાં હેલી-ટૂરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહ્યુ છે. પ્રોજેક્ટ સ્કાય ઇનિશિયેટિવનો ઉદ્દેશ રાજ્યના ટોચના પર્યટન સ્થળ વચ્ચે એક દિવસની મુસાફરી પૂરી પાડવાનો છે.  અન્ય ઓફર કારવાં ટુરીઝમ કેરાવન કેરળ છે, જે પ્રવાસનને રાજ્યના આંતરિક અને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં લઈ જાય છે.

પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે, કેરળમાં ટૂર ઓપરેટરો અને હોટેલીયર્સ ફેસ્ટિવિલ અને વિન્ટર હોલિડેની સિઝન માટે આકર્ષક પેકેજ ઓફર કરી રહ્યા છે.  આગામી ફેસ્ટિવલની સિઝનમાં આંતરરાષ્ટ્રીય બુકિંગની સાથે સાથે તેજી પણ જોવા મળી રહી છે.

કેરળ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમના ડાયરેક્ટર શ્રીમતી  શિખા સુરેન્દ્રન એ કહ્યું કે, “વડોદરામાં પાર્ટનરશિપ મીટથી શરૂ કરીને કેરળ ટુરિઝમ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપક ઓડિયન્સને નવી પ્રોડક્ટનો પરિચય આપવાની સાથે-સાથે ટ્રેડ ફેરમાં ભાગ લેવાથી લઇને અને બીટુબી રોડ શોનું આયોજન કરવા સહિત ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે”, શ્રીમતી જણાવ્યું હતું.

બીટુબી મીટ અનુક્રમે 16, 28 અને 29 ઓગસ્ટના રોજ સુરત, મુંબઈ અને પુણેમાં યોજાશે. ત્યાર બાદ આગામી મહિનામાં ચેન્નાઈ અને કોલકાતામાં પણ સિમિલર પાર્ટનરશીપ મીટ યોજાશે.

તેમણે કહ્યું કે, વિવિધ પ્રમોશનલ માધ્યમો થકી અમારું લક્ષ્ય માર્કેટ સુધી પહોંચવા માટે અમારી સતત અને નવીન પહેલો એ કેરલની અવશ્ય મુલાકાત લેવાના રૂપમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. આ ઉપરાંત, એમઆઇસીઇ, ડેસ્ટિનેશન વેડિંગ્સ, રિસ્પોન્સિબલ ટુરિઝમ, એડવેન્ચર, વેલનેસ અને વધુ જોમ સાથે આગળ વધવામાં આવશે,”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here