અમદાવાદમાં કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

0
34

પેલેડિયમ અમદાવાદમાં ગ્લોબલ ડીલાઈટ અને એક્ઝોટિક ફ્લેવર્સનું ભવ્ય સેલિબ્રેશન

અમદાવાદ 25મી ઑક્ટોબર 2024 – અમદાવાદમાં પેલેડિયમ ખાતે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. Nature’s Basket એ ઇન્ડિયાના અગ્રણી પ્રીમિયમ ગ્રોસરી રિટેલર અને RPSG ગ્રૂપનો એક ભાગ છે. ૬૫૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર શહેરના કુલિનરી લેન્ડસ્કેપને ઉન્નત કરીને શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ઇન્ગ્રીડિયન્ટ અને આર્ટિઝૅનલ ફૂડ પ્રદાન કરે છે. દેશભરમાં ૩૩માં સ્ટોરની શરૂઆત સાથે Nature’s Basket ગોરમેટ એક્સપિરિયન્સ અને વર્લ્ડ ક્લાસ ફ્રેશ પ્રોડ્યુસ માટેના અંતિમ ગંતવ્યરૂપમાં માનક સેટ કરવા કાર્યરત છે.

આ ભવ્ય સ્ટોરનું ઉદ્ઘાટન બોલિવૂડની આઇકન કરિશ્મા કપૂરે કર્યું હતું, જે બ્રાન્ડ પ્રત્યે સમર્પિત છે. આ સ્ટોરના લોન્ચ પ્રસંગે કરિશ્મા કપૂરે કહ્યું કે, “Nature’s Basketના લાંબા સમયથી કસ્ટમર અને લોયાલીસ્ટ તરીકે હું અમદાવાદમાં આ મહત્વપુર્ણ સ્ટોરના પ્રારંભને લઇને રોમાંચિત છું. આ માત્ર રિટેલનું સ્થળ નથી, એક કુલિનરી સ્વર્ગ છે, જ્યાં લોકો એક્સક્વિઝિટ ફ્લેવર્સ અને ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટના માધ્યમથી વર્લ્ડને એક્સપ્લોર કરી શકે છે. આ સાથે અમદાવાદના લોકોને Nature’s Basket દ્વારા રજૂ કરવામાં આવેલી અનોખી ઓફરનો આનંદ પણ માણવા મળશે ,”

આ લોન્ચ ઈવેન્ટ સ્વાદ પ્રેમીઓ અને સ્થાનિક સમુદાયની અગ્રણી હસ્તીઓની વાઈબ્રન્ટ ક્રાઉડને દર્શાવવા માટેનો પ્રસંગ હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ઇન્ટ્રેક્ટિવ કોફી બ્રુઇંગ અને મોકટેલ મેકિંગ સેશનમાં પણ ભાગ લીધો હતો, જ્યાં આ સ્ટોરની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તકોની વ્યાપક પસંદગીને દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય હાઇલાઇટ્સમાં વૈવિધ્યપૂર્ણ ચોકલેટ ફેક્ટરી માટે લક્ઝુરિયસ ટ્રફલ બાર ધ નિબની ચોકલેટ ફેક્ટરી, આર્ટિઝૅનલ બુલેન્જરી, આકર્ષક સ્પાઇસ સોક અને ધ ગુડ ફૂડ કાફેનો સમાવેશ થાય છે, જે ફ્રેશ તૈયાર કરેલા સ્વાદિષ્ટ ગોરમેટ મીલ અને બેવરેજીસને ઓફર કરે છે.

આ અંગે વાત કરતા સ્પેન્સર્સ રિટેલ એન્ડ Nature’s Basket ના ચેરમેન શ્રી શાશ્વત ગોએન્કા એ કહ્યું કે, “અમદાવાદમાં Nature’s Basket લોન્ચ કરવું એ સ્વાદ રસિકોના ઉત્સાહીઓના જીવંત સમુદાયને જોડવા માટેની અમારી વ્યૂહાત્મક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અમારો ઉદ્દેશ્ય પ્રીમિયમ વિદેશી પસંદગીઓ ઓફર કરવાનો છે, જે શોપિંગ એક્સપિરિયન્સને સમૃદ્ધ બનાવે છે. અમારી મજબૂત બિઝનેસ કુશળતા અને ગુણવત્તા પ્રત્યેના અતૂટ સમર્પણ સાથે અમે અમદાવાદના કુલીનરી લેન્ડસ્કેપને વધારવા માટે તૈયાર છીએ અને અમારી વિવિધ ઓફરો દ્વારા ‘વિશ્વનો સ્વાદ માણવા’ આમંત્રિત કરીએ છીએ.”

જેમ જેમ Nature’s Basket અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં પોતાનો વિસ્તાર કરી રહ્યું છે, તેમ આ લક્ઝુરિયસ શોપિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવા માટે સમર્પિત છે. આ બ્રાન્ડ ક્વોલિટી, કસ્ટમર સર્વિસ અને સાત શહેરોમાં પોતાના 33 સ્ટોર્સમાં કસ્ટમરને બેસ્ટ ગોરમેટ ઓફરિંગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here