- સ્પાઈટની ‘જોક ઈન અ બોટલ’ માટે નવીનતમ ટીવીસીમાં એકત્ર આવતાં કપિલ શર્મા અને અનુરાગ કશ્યપ તાજગીપૂર્ણ અને હાસ્યસભર વળાંક પ્રદાન કરતાં કેમ્પેઈનમાં તેમની અજોડ કોમેડિક કેમિસ્ટ્રી લાવે છે
ભારત ૨૨ એપ્રિલ ૨૦૨૫: આઈકોનિક લેમન અને લાઈમ- ફ્લેવર્ડ બેવરેજ સ્પ્રાઈટ તેની બ્લોકબસ્ટર ‘જોક ઈન અ બોટલ’ કેમ્પેઈનમાં વધુ એક હાસ્યસભર વળાંકમાં હાસ્ય પાછું લાવે છે. જન ઝેડની રમૂજ અને પોપ કલ્ચરનું કેમ્પેઈનનું સિગ્નેચર સંમિશ્રણ પર નિર્માણ કરાયેલી બ્રાન્ડ અન્યથા અશક્ય જોડી કોમેડી કિંગ કપિલ શર્મા અને ગંભીર ફિલ્મકાર અનુરાગ કશ્યપને એકત્ર લાવે છે, જે બંને તેમાં રમૂજ લાવે છે. ટીવીસીમાં સૂઝબૂઝ અને બોલકણાપણાનો તાજગીપૂર્ણ પંચ છે, જે સ્પ્રાઈટની સ્ટાઈલમાં કૂલ અને મનોરંજિત રહેવાનો શું અર્થ છે તેની પર ભાર આપે છે.
બ્રાન્ડની ફિલ્મમાં અનુરાગ કશ્યપ કપિલ શર્માને ‘‘રિલેટેબલ’’ એડ પિચ કરે છે. આ પછી ક્રિયાત્મક મનની હાસ્યસભર અથડામણ સર્જાય છે. કપિલ અનુરાગના એડની દુનિયામાં પદાર્પણની મજાક કરે છે, જ્યારે અનુરાગ પોતાના ધ્યેયન બચાવ કરે છે, જે પછી ઘોંઘાટ શરૂ થાય છે. કપિલના છેલ્લા અટ્ટહાસ્ય સાથે આ સંઘર્ષ ત્યારે ચરમસીમાએ પહોંચે છે જ્યારે અનુરાગ સિનેમાટિક આઝાદીના તેના પ્રવાહમાં જીનીના દીવામાં જોક ઈન અ બોટલનો પ્રચાર કરે છે. સ્પ્રાઈટ રિફ્રેશમેન્ટ અને કોમેડીનું સિગ્નેચર સંમિશ્રણ પીરસે છે, જે જોક ઈન અ બોટલની ત્રીજી સીઝનનો યોગ્ય લય સ્થાપિત કરે છે.
સ્પ્રાઈટની જોક ઈન અ બોટલ (જેઆઈએબી) ફુલ ફ્લેજ્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રોપર્ટી બાઈટ- આકારની કોમિક કન્ટેન્ટ સાથે સમૃદ્ધ છે. સૂઝબૂઝભરી પંચલાઈનોથી ભારતના ટોપ ક્રિયેટર્સ દ્વારા પાવર્ડ મેમી સ્ટુડિયો સુધી, જેઆઈએબી સ્લાઈપ- હેપ્પી જન ઝેડ માટે નિર્માણ કરાઈ છે. ગ્રાહકોએ બસ સ્પ્રાઈટની બોટલ સ્કેન કરવાની રહેશે, ઘૂંટડો ભરવાનો રહેશે અને કોઈ પણ સમયે, ક્યાંય પણ હાસ્યના ઠંડા પ્રવાહને ઉજાગર કરી શકે છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના સિનિયર કેટેગરી ડાયરેક્ટર શ્રીમતી સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “જોક ઈન અ બોટલ સાંસ્કૃતિક પરિવર્તનમાં ડોકિયું કરાવે છે, જ્યાં હાસ્ય શાર્પ અને એક્સપ્રેસિવ રહેવા માટે રોજની વિધિ બની ચૂક્યું છે. સ્પ્રાઈટ ખાતે અમારી ભૂમિકા સ્પષ્ટ છે- અમારા ગ્રાહકો જેટલી જ ઝડપી સૂઝબૂઝ એવા રિફ્રેશમેન્ટ સાથે આ વિચારધારાને ઈંધણ આપવું. આ વખતે અમે બે અજોડ અવાજ- કપિલ શર્મા અને અનુરાગ કશ્યપને ફોર્મેટમાં લાવ્યા ચીએ, જે હાસ્ય અને મનોરંજનના ડોઝ સાથે ક્રિયાત્મક તણાવ અને બિનમાફીયુક્ત ઓરિજિનાલિટીની ઉજવણી કરે છે.’’
કેમ્પેઈન વિશે બોલતાં કપિલ શર્મા કહે છે, “સ્પ્રાઈટ જેઆઈએબી હંમેશાં મોજીલી રહી છે અને તે દર્શકોને હંમેશાં તે રીતે આશ્ચર્ય આપે છે તે મને ગમે છે. અનુરાગ સાથે આ એડનું શૂટિંગ સિનેમા સાથે સ્પ્રાઈટ સંમિશ્રિત કરવા જેવું હતું, જે અણધાર્યું અને બિલકુલ ફિઝ્ડ અપ હતું! હું દરેક ગ્રાહકો તે સ્કેન કરે અને માણે તેની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યો છું.’’
ટીવી, ડિજિટલ અને આઉટડોરમાં 360 ડિગ્રી રોલઆઉટ સાથે જોક ઈન અ બોટલ રાષ્ટ્રવ્યાપી પહોંચની ખાતરી રાખે છે. મેમી ડ્રોપ્સથી ક્રિયેટર કોલેબ્સ સુધી સ્પ્રાઈટે સિપ, સ્કેન અને લાફ સાથે ‘ઠંડ રખ’ને જીવંત કરતાં ભારતના કોમેડી વાર્તાલાપની આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે.
*****