જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી

0
26
અમદાવાદ 19 ઓક્ટોબર 2024: ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં જૈન સમાજનું યોગદાન અમૂલ્ય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા અને મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી સાથે સંકળાયેલા જૈન સમુદાયની વસતી ભલે ખૂબજ ઓછી હોય, પરંતુ તેમની ઉદ્યોગસાહસિકતા, દૂરંદેશી અને જોખમ લેવાની અજોડ ક્ષમતા જેવાં પરિબળોને કારણે આજે જૈન સમુદાયના લોકોએ બિઝનેસ, શિક્ષણ, રાજકારણ સહિતના ક્ષેત્રોમાં ટોચના પદ હાંસલ કર્યાં છે અને સાથે લોકોના કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરોપકારની ઉમદા કામગીરી પણ નિભાવી રહ્યાં છે.
જૈન સમાજના તમામ વ્યક્તિઓની મેટ્રોમોનિયલ અને બિઝનેસ નેટવર્કિંગ સંબંધિત જરૂરિયાતો માટે વન-સ્ટોપ-સોલ્યુશન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને આજે એક વિશેષ વેબસાઈટ લોંચ કરી હતી. આ વેબસાઇટ સમાજના દરેક પંથના વ્યક્તિઓને એક પ્લેટફોર્મ ઉપરથી જ લગ્ન માટે આદર્શ પાત્ર શોધવા, તેમની સાથે સંપર્ક કરીને સુખી લગ્ન જીવન શરૂ કરવામાં મદદરૂપ બનતી દરેક વિગતો પ્રદાન કરે છે. આ ઉપરાંત જૈન સમાજના ઉદ્યોગ સાહસિકો અને વિશેષ કરીને યુવાનોને બિઝનેસ નેટવર્કિંગની તકો પ્રદાન કરવા તથા તેમના બિઝનેસના વિસ્તરણ સંબંધિત જરૂરી માર્ગદર્શન અને સહયોગ પ્રદાન કરવા માટે પણ વેબસાઇટમાં ખાસ ફીચર્સ લોંચ કરાયા છે.
આ વેબસાઇટ લોંચ અંગે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જૈન સમાજની એકતામાં વધારો કરવા તથા તમામ પંથના લોકોને એક જ પ્લેટફોર્મ ઉપર લાવીને તેમની મેટ્રીમોનીઅલ અને બિઝનેસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી આ વેબસાઇટ ડિઝાઇન કરવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે આ વેબસાઇટ જૈન સમુદાયના દરેક વ્યક્તિની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સરકારે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપ્યો છે, પરંતુ સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સરકાર તરફથી નક્કર યોજનાઓ જાહેર કરાઇ નથી, જેનાથી સમાજના વિકાસમાં અવરોધ સર્જાયા છે. જૈન સમાજ માટે સરકાર દ્વારા યોજનાઓ જાહેર કરીને તેનો લાભ સમાજને આપવામાં આવે તે ખૂબજ જરૂરી છે. અમારી માગ છે કે જ્યાં જૈન સમાજની વસતી વધારે હોય ત્યાં જૈન લાઇબ્રેરીમાં ગુરૂગ્રંથો, ગુરૂવાણીના પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવે. આ ઉપરાંત દરેક વ્યક્તિને લાભ મળી રહે તે હેતુ સાથે હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવે. જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલની સુવિધઆ સાથએ જૈન સંકુલનું નિર્માણ કરવામાં આવે, જ્યાં ધર્મનું માર્ગદર્શન મળી રહે. જૈન સાઘુ સંતોના વિહાર માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવે તથા ઉપાશ્રય બનાવવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ધર્મના વિકાસ, જાગૃતિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કામ કરી રહ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અથવા કુપોષણથી પીડાતા બાળકો અને વૃદ્ધોના વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંસ્થા અગ્રેસર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here