ઈન્ડકાલ ટેકનોલોજીઝ દ્વારા ભારતમાં એસર બ્રાન્ડ હેઠળ સ્માર્ટફોન્સ લોન્ચ કરાશે

0
29

નેશનલ, 11મી જુલાઈ, 2024 ભારતમાં અગ્રણી ટેકનોલોજી કંપની ઈન્ડકાલ ટેકનોલોજીઝ દ્વારા તેની ઈનોવેટિવ ટેકનોલોજી અને ઉત્તમ પ્રોડક્ટો માટે ઓળખાતી વૈશ્વિક આઈસીટી દિગ્ગજ એસર ઈનોકોર્પોરેટેડ સાથે ટ્રેડમાર્ક લાઈસન્સિંગ કરાર હેઠળ સ્માર્ટફોન બજારમાં પ્રવેશ કર્યાની આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કરાર હેઠળ ઈન્ડકાલ ભારતમાં એસર બ્રાન્ડ હેઠળ સ્માર્ટફોન્સ ડિઝાઈન, ઉત્પાદન અને વિતરણ કરશે. આ વ્યૂહાત્મક વ્યવહાર સાથે ભારતીય બજારમાં એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન્સનો પ્રવેશ થઈને ઈનોવેશન અને વિસ્તરણના નવા યુગમાં પ્રવેશ કર્યો છે.

ઈન્ડકાલ ટેકનોલોજીઝ દ્વારા 2024ના મધ્ય ભાગમાં એસર બ્રાન્ડ હેટલ સ્માર્ટફોન મોડેલ્સની વ્યાપક શ્રેણી રજૂ કરાશે, જે ઝડપથી મજબૂત ગતિ પકડશે અને નોંધપાત્ર બજાર હિસ્સો પ્રાપ્ત કરવાની ધારણા છે. આ પ્રયાસ એસર બ્રાન્ડની શક્તિ અને મજબૂત વિશિષ્ટતાઓ, અત્યાધુનિક હાર્ડવેર અને આધુનિક સોફ્ટવેર ટેકનોલોજીઝ સાથે ભારતીય ગ્રાહકોને અવ્વલ ગુણવત્તાની પ્રોડક્ટો પ્રદાન કરવાની ઈન્ડકાલની કટિબદ્ધતા આલેખિત કરે છે.

ઈન્ડકાલ ટેકનોલોજીઝના સીઈઓ આનંદ દુબેએ આ વિશે રોમાંચ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “એસર સ્માર્ટફોન્સ પર અમે છેલ્લાં થોડાં વર્ષથી કામ કરી રહ્યા હતાં અને આખરે આ પ્રવેશની ઘોષણા કરતાં ખુશી થાય છે. એસર સ્માર્ટફોન્સ સાથે અમને ખાતરી છે કે ભારતીય ગ્રાહકો માટે આ ઉત્તમ પરિમાણ બની રહેશે. અમારા ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનાં પ્રોસેસરો, ઉચ્ચ કક્ષાની કેમેરા ટેકનોલોજી અને રેન્જમાં ઘણા બધા પ્રીમિયમ ફીચર્સ સાથે અત્યંત ઉત્તમ રીતે તૈયાર કરાયેલા સ્માર્ટફોન્સ અનુભવશે. સૌથી સારી વાત એ છે કે સર્વ એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ ભારતમાં તૈયાર કરાશે અને ઉત્પાદન કરાશે, જે ઈન્ડકાલ માટે અજોડ સિદ્ધિ પણ બની રહેશે.”

એસર ઈનકોર્પોરેટેડ ખાતે ગ્લોબલ સ્ટ્રેટેજિક એલાયન્સીસના વીપી જેડ ઝાઉએ ઉમેર્યું હતું કે, “1987માં સ્થાપના થઈ ત્યારથી એસર બ્રાન્ડનો ધ્યેય લોકો અને ટેકનોલોજી વચ્ચેના અવરોધો દૂર કરવાનો રહ્યો છે. અમને ખુશી છે કે ઈન્ડકાલ ટેકનોલોજીઝ એસર બ્રાન્ડ હેઠળ સ્માર્ટફોન્સની વ્યાપક શ્રેણી પૂરી પાડીને ભારતમાં તેના ધ્યેયને વધુ આગળ વધારીને ભારતીય બજારમાં અંતિમ ઉપભોક્તાઓની પસંદગ વિસ્તારશે અને તેમનો અનુભવ સમૃદ્ધ બનાવશે.”

આ સાહસ એ દર્શાવે છે કે ભારતની સ્માર્ટફોન બજારમાં મુખ્ય કમ્પ્યુટિંગ બ્રાન્ડનો પ્રવેશ થયો છે, જે સેગમેન્ટમાં ભરપૂર વૃદ્ધિની સંભાવના આલેખિત કરે છે. રૂ. 15,000થી રૂ. 50,000 સુધી કિંમતના સ્માર્ટફોન્સ પર કેન્દ્રિત આ બજારમાં હવે મજબૂત સ્પર્ધા જોવા મળશે.

એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ ભારતમાં સરકારની મેક ઈન ઈન્ડિયા પહેલ સાથે સુમેળ સાધીને ઉત્પાદન કરવામાં આવ્યા છે. આ ડિવાઈસીસ દેશભરમાં ઈ-કોમર્સ મંચો અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં પણ ખરીદી માટે મળશે, જે ગ્રાહકો માટે વ્યાપક પહોંચક્ષમતાની ખાતરી રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here