ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને હરાવી ટોચના સ્થાને પહોંચ્યું

0
10
Jian Zeng of Dempo Goa Challlengers TT and Harmeet Desai of Dempo Goa Challlengers TT in action during the match played between Stanley's Chennai Lions and Dempo Goa Challengers in the Ultimate Table Tennis League - Season 6 held at EKA Arena in Ahmedabad on 9th June 2025. Photos : Ankur Salvi / Focus Sports / UTT

અમદાવાદ ૯ જૂન ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની તકનો લાભ ઉઠાવતા સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ 12-3ના અંતરથી જીત મેળવી હતી. જે લીગ ઈતિહાસમાં જીતનું સંયુક્ત સૌથી મોટું અંતર છે. ક્રિત્વિકા સિંહા રૉય એ ચીનની ફેન સિકીને સિંગલ્સ મેચમાં 2-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ફેન સિકી યુટીટી સિઝન-6ની હરાજીમાં હાઈએસ્ટ વેલ્યૂડ ખેલાડી રહી હતી. ડેમ્પો ગોવા ચેલેન્જર્સે 44 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ચેન્નાઈ-જે હજુ પણ જીત મેળવી શક્યું નથી. તે પ્લેઓફ ઓફ સ્પૉટ 3 પોઈન્ટ્સથી ચૂકી ગયું ને તેની હવે કોઈ ટાઈ બાકી નથી.

ગોવા માટે કેપ્ટન હરમિત દેસાઈ એ શાનદાર પ્રદર્શન કરતા કિરિલ ગેરાસિમેન્કોને 3-0 (11-7, 11-7, 11-5)થી મહાત આપી હતી. જે પછી જેંગ જિયાને મહિલા સિંગલ્સમાં પોયમંતી બૈસિયાને 3-0 (11-6, 11-8, 11-10)થી હરાવી હતી. હરમિત અને જેગની જોડીએ કિરિલ ને પોઈમંતની જોડીને 2-1 (11-2, 10-11, 11-5)થી મહાત આપી હતી. વિટર ઈશીએ પાયસ જૈનને 2-1 (7-11, 11-9, 11-9)થી મહાત આપી હતી, જે પછી અંતિમ મેચમાં ક્રિત્વિકા એ ફેન સિકી સામેની રોમાંચક મેચમાં 2-1 (8-11, 11-9, 11-9)થી મહાત આપી ટીમની જીતને મજબૂત કરી હતી. હરમિતે શ્રેષ્ઠ ભારતીય અને જેંગ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો, પાયસના ક્રોસ કોર્ટ ફોરહેન્ડ હિટને શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ અપાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here