૨૪ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનેગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા

0
28
  • ૧૦૦થી વધુ ફિલ્મો કરવા બદલ અભિનેતા હિતુ કનોડિયાને સ્પેશિયલ એવોર્ડ એનાયત
  • એઆઇ,મેડિસિન,સોશિયલ વર્ક,સ્પોર્ટ્સ,બિઝનેસ,આર્ટ, જર્નાલિસ્ટ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારને સન્માનિત કરાયા
  • ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્વારા સ્પેશિયલ લાઇફ @108 પુસ્તકનું વિમોચન

******

અમદાવાદ: ૨૪પ્રતિષ્ઠિત ગુજરાતીઓને પોતાના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલરાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક‘ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કાર’થી ૨૬ મે રવિવારના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૪ હોવાથી આ વર્ષે કુલ ૨૪પ્રતિષ્ઠિત ગુજરાતીઓને  સન્માનિત કરાયા હતા.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર (ICSW) અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન (KPF) દ્વારા આયોજિતગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારપ્રત્યેક વર્ષે 1 મે ગુજરાત દિવસે ઉત્કૃષ્ટ વ્યક્તિઓની સિદ્ધિઓને ઓળખવા અને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વર્ષે એક અલગ તારીખ નક્કી કરીને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહના અતિથિ વિશેષ તરીકે જાણીતા લેખક, પીઢ પત્રકાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય ખાસ મહાનુભાવોમાં અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ અને હિંદુ ધર્મ આચાર્ય મહાસભાના કન્વીનર અને મહાસચિવશ્રી ડ઼ૉ. પરમાત્માનંદ સરસ્વતીજી, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી.એન. કારિયા (નિવૃત્ત), વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનામેનેજિંગ ડાયરેક્ટરશ્રી રાજેશ ગાંધીઅને ડૉ. શૈલેષ ઠાકર, ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર શ્રી અને ડૉ. શૈલેષ ઠાકરઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેરના પ્રેસિડન્ટ શ્રી દિનેશભાઈ રાવલે કહ્યું કે,,“અગ્રણી ગુજરાતીઓને પુરસ્કારો અર્પણ કરવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધિઓ બદલ અગ્રણી વ્યક્તિઓને સન્માનિત કરવાની અમારી 27 વર્ષની ગૌરવપૂર્ણ પરંપરાને ચાલું રાખવી એ અમારું સૌભાગ્ય છે. આ વર્ષના પુરસ્કાર વિજેતાઓએ એઆઇ,મેડિસિન,સોશિયલ વર્ક,સ્પોર્ટ્સ,બિઝનેસ,આર્ટ, જર્નાલિસ્ટ વગેરે ક્ષેત્રોમાં પુષ્કળ યોગદાન આપ્યું છે. આ પુરસ્કારો રાજ્ય અને દેશને ગૌરવ અપાવવાની તેઓનીમહત્વપૂર્ણ પ્રતિભા અને સમર્પણને ઓળખ આપે છે.”

એવોર્ડ વિજેતાઓમાં શ્રી હેમંત શાહ, શ્રી હર્ષદ કે. પટેલ,શ્રી વાસુદેવ પટેલ, શ્રીમુંજાલ મહેતા, વ્યાપ્તિ ગ્રુપના ચેરમેન શ્રી યોગેશ ભાવસાર, શ્રી રશ્મિન જાની, શ્રી આર.એસ પટેલ અને શ્રી યજ્ઞેશ પંડ્યાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ૧૦૦થી વધુ ફિલ્મો કરવા બદલ અભિનેતા હિતુ કનોડિયાને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય કેટલાક મહત્વપૂર્ણ એવોર્ડ મેળવનારાઓમાંશ્રી પ્રેમશંકર પંડ્યા, નિસર્ગ ભટ્ટ, દેવાંશી શાહ, કાનજીભાઈ ભાલાલા, આશા મોદી, વિજય ડોબરિયા, રૂપેશ મકવાણા, અસ્મિતા ઠક્કર, અભિનેતા પૂજા જોશી, સમીર કક્કડ અને પત્રકાર ભાવેન કચ્છીનો સમાવેશ થાય છે.

આ એવોર્ડ વિજેતાઓમાં અમદાવાદ,મહેસાણાસુરત, મુંબઈ, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ ઓસ્ટ્રેલિયાથી પણ એક ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્વારા સ્પેશિયલ  લાઇફ @108 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક 134 ભાષાઓમાં ઓનલાઈન ઉપલબ્ધ થશે.

આ  એવોર્ડ સમારોહમાં મહાનુભાવોમાં પત્રકાર અને કવિ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, કવિ માધવ રામાનુજ, અને પાર્શ્વગાયક અને ગીતકાર આદિત્ય ગઢવી, અરવિંદ વેગડા અને દેવાંગ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા સાત દાયકાઓથી ICSW સમગ્ર દેશમાં બાળકોને દત્તક લેવા, શિક્ષણ, ડેવલોપમેન્ટ અને ગ્રોથ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થાએ ભારતની બહાર ૪૨બાળકોને દત્તક લેવાની સુવિધા પ્રદાન કરી છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનાને પગલે બે મિનિટનું મૌન સૌ કોઇ ઉપસ્થિતિ મહાનુભાવોએ રાખ્યું હતું. ત્યારબાદ ગુજરાત પર બનેલી ૨-૩ અદ્ભુત ફિલ્મો પણ દેખાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here