- ભારતની સૌથી ઇકોનોમિકલ ઇવી એમજી કૉમેટની કિંમતની શરૂઆત ₹99 લાખ +₹2.5/કિમીના બેટરીના ભાડાની સાથે થાય છે
- 4 સ્પીકર ધરાવતી એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મના એક્સટીરિયર અને ઇન્ટીરિયરને રેડ એક્સેન્ટ્સની સાથે ‘સ્ટારી બ્લેક’થી શણગારવામાં આવ્યું છે, જે તેના સોફિસ્ટિકેશનને વધારે છે
- તે 230 કિમી*ની એઆરએઆઈ દ્વારા પ્રમાણિત રેન્જની સાથે 17.4 kWhની બેટરી ધરાવે છે, જે ઝડપથી ચાર્જ થઈ જાય છે અને તેની વાસ્તવિક રેન્જને જાળવી રાખે છે
- એમજી કૉમેટ ઇવીને ગ્રાહકો તરફથી ખૂબ સારી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે – જેના પરિણામે કેલેન્ડર વર્ષ 2023-2024માં તેનો સાલ-દર-સાલ વેચાણમાં 29%નો વધારો જોવા મળ્યો છે
અમદાવાદ ૨૧ એપ્રિલ ૨૦૨૫: જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ વડોદરામાં ભારતની સ્ટ્રીટ-સ્માર્ટ કાર – એમજી કૉમેટની બ્લેકસ્ટોર્મ આવૃત્તિનું અનાવરણ કર્યું છે. અદભૂત સ્ટાઇલ અને આકર્ષણની સાથે કૉમેટ બ્લેકસ્ટોર્મ ટૉપ વેરિયેન્ટ છે, જે ₹7.80 લાખ + ₹2.5/કિમીની બેટરી-એઝ-એ-સર્વિસ પ્રાઇઝ (બીએએએસ કિંમત)ની સાથે આવે છે. સ્ટાઇલિશ અને ટેકનોલોજી પ્રેમી સિટી કમ્યુટરને શોધી રહેલા ગ્રાહકો હવે વડોદરામાં આવેલી એમજી ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફક્ત ₹11,000/-ની ચૂકવણી કરીને નવી એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મને બૂક કરાવી શકે છે.
તેના ‘સ્ટારી બ્લેક’ એક્સટીરિયર્સને કારણે કૉમેટ બ્લેકસ્ટોર્મ સોફિસ્ટિકેશન અને સ્ટાઇલનું પ્રતીક બની રહે છે, જે આ કારના એકંદર આકર્ષણને વધારી દે છે. કૉમેટ ઇવીની નેમપ્લેટને ડાર્ક ક્રૉમમાં ઉત્કીર્ણ કરવામાં આવી છે અને INTERNET INSIDEનું એમ્બેલમ કાળા રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કરે છે. લેધરની સીટ પર લાલ રંગમાં એમ્બ્રોઇડરી કરેલા ‘BLACKSTORM’ શબ્દની સાથે તેની બ્લેક થીમ ઇન્ટીરિયર્સમાં પણ જાળવી રાખવામાં આવી છે, જે એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડે છે.
સંગીતપ્રેમીઓ માટે કંપનીએ હવે કૉમેટ બ્લેકસ્ટોર્મમાં 4 સ્પીકર આપવામાં આવ્યાં છે, જેથી કરીને તમે ટ્રાફીક જામમાં પણ મનને શાંત રાખી શકો.આ નવી એડિશનમાં હૂડની નીચે 17.4 kWhની બેટરી આપવામાં આવી છે, જે ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે અને 230 કિલોમીટર*ની પ્રમાણિત રેન્જ પૂરી પાડે છે.આ ઉપરાંત, ગ્રાહકો એક્સક્લુસિવ એસેસરીઝ પૅક વડે તેમની કૉમેટ બ્લેકસ્ટોર્મને વધુ પર્સનલાઇઝ પણ કરી શકે છે, જેમાં એક વિશિષ્ટ પ્રકારના બેજ, વ્હિલ કવર તથા હૂડ બ્રાન્ડિંગ અને સ્કિડ પ્લેટ્સ જેવા વૈકલ્પિક સ્ટાઇલિંગ ઘટકોનો સમાવેશ થાય છે.
આ અંગે ટિપ્પણી કરતાં, MG વડોદરાના ડીલર પ્રિન્સિપાલ યોગેશ પાટીલે જણાવ્યું હતું કે, “Mg Comet EV વડોદરા જેવા ઔદ્યોગિક શહેર માટે એક આશાસ્પદ ઉત્પાદન છે. આધુનિક ભારતીય ખરીદદારોની વિકસતી પસંદગીઓમાં એક વાહનનો સમાવેશ થાય છે જે તેમના સ્ટાઇલિશ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે અને MG કોમેટ બ્લેકસ્ટોર્મ તેમને અલગ પાડવામાં મદદ કરશે. અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ માલિકી અનુભવ માટે MGની પ્રતિબદ્ધતા જાળવી રાખીને બાહ્ય, અત્યાધુનિક ડિઝાઇન.”
એમજી કૉમેટ ઇવીમાં સલામતી અને સ્માર્ટ રીતે એવી ફંક્શનાલિટીનું સંયોજન કરવામાં આવ્યું છે, જેની શહેરી મુસાફરોને તેમની ઇચ્છીત સ્ટાઇલની સાથે જરૂર છે. CY’23ની સરખામણીએ CY’24માં કૉમેટ ઇવીના વેચાણમાં 29%ની પ્રભાવશાળી વૃદ્ધિ થઈ છે, જે કાર ખરીદવા માંગતા લોકોમાં તેની ખૂબ સારી સ્વીકૃતિને સૂચવે છે. તેની નવીન પ્રકારની ડીઝાઇન અને વ્યવહારિકતાએ સમગ્ર દેશના ગ્રાહકોને પ્રભાવિત કર્યા છે, જે તેને સ્ટાઇલિશ, ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન શોધી રહેલા શહેરીજનો માટેની પસંદગીનો વિકલ્પ બનાવે છે.