અમદાવાદના ઉદ્યોગપતિ મનિષ કીરી ઇન્ડીયા-આશિયાન ટ્રેડ કાઉન્સીલના ટ્રેડ કમિશનર બન્યા
ભારતમાં મ્યાનમારના એમ્બેસેડર યુ મો કોવ યોંગ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરાવાયું. હાલ 131.58 અબજ ડોલરનો વેપાર જેમાં વધારો થશે.
ભારત અને આશિયાન દેશો વચ્ચે વર્ષોથી ખુબજ સારી રીતે વેપાર થઇ રહ્યો છે. મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એકસપોર્ટ પણ થઇ રહ્યું છે. ત્યારે જ હવે અમદાવાદ ખાતે ભારત -આશિયાન ટ્રેડ કાઉન્સીલની ઓફીસ કાર્યરત કરવામાં આવી છે જેને લઇને ગુજરાતી વેપારીઓ સહિત દેશના વેપારીઓને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત અમદાવાદના ઉદ્યોગપતિ મનીષ કીરી ભારત -આશિયાન ટ્રેડ કાઉન્સીલના ટ્રેડ કમિશર બનતા વેપાર ઉદ્યોગ અને આશિયાન દેશો સાથેના વેપારી સંબંધો વધુ મજબુત થશે. આશિયાન દેશોમાં બ્રુનેઇ, દારુસલામ, બર્મા. કંબોડીયા, ઇન્ડોનેશીયા, લાઓસ,મલેશીયા, ફીલીપીન્સ, સિંગાપોર તથા થાઇલેન્ડ અને વિએતનામનો સમાવેશ થાય છે.
ભારત-આશિયાન ટ્રેડ કાઉન્સીલના અમદાવાદ ખાતેના કાર્યાલયનું મ્યાનમારના ભારત ખાતેના એમ્બેસેડર યુ મો કોવ યોંગ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ભારત અને બર્મા વચ્ચેના વ્યાપારીક સંબંધો ઘણા મજબુત હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે મ્યાનમાર વિદેશી રોકણને આવકારી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને કીરી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મનીષ કીરીએ ટ્રેડ કમીશનર તરીકેની જવાબદારી સંભાળતા જણાવ્યું હતું કે આશિયાન દેશો સાથેના ભારતના તમામ પ્રકારના વેપાર ઉદ્યોગમાં કાઉન્સીલનો સંપૂર્ણ સહકાર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રીલીયન ઇકોનોમી માટે પોતાની ટીમ દ્વારા અસાધારણ મહેનત કરવામાં આવશે. આ ઉપરાંત એમ્એસએમઇ માટે ખાસ આ કાઉન્સીલની મદદ મળી રહેશે. તમામ પ્રકારના ઉદ્યોગો અને વેપાર માટે આયાત નિકાસ માટે પણ કાઉન્સીલ સતત મદદરૂપ થતી રહશ. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 22-23માં ભારતના આશિયાન દેશો સાથેનો વેપાર 131.58 અબજ ડોલરનો વેપાર હતો. જે ભારત દેશના કુલ ટ્રેડનો 11.3 ટકા હતો આ દેશો સાથે વેપારની તકો વધે તેના માટે સતત પ્રયાસ કરવા પોતાની ટીમ તત્પર રહેશે.