બુધવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ-2024ના ડેબ્યુટન્ટ્સના મુકાબલામાં અમદાવાદ એસજી પાઇપર્સ અને જયપુર પેટ્રિયોટ્સ ટકરાશે, બંને ટીમનું નોકઆઉટ સુધી પહોંચવાનું લક્ષ્ય

0
10

આ લીગનું પ્રસારણ સ્પોર્ટ્સ 18 ખેલ તેમજ ભારતમાં જીઓસિનેમા અને ભારતની બહાર ફેસબુક લાઈવ પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે

ચેન્નાઈ, 3 સપ્ટેમ્બર, 2024:  લીડર બોર્ડ પર પાંચમુ સ્થાન પ્રાપ્ત કરનાર અમદાવાદ એસજી પાઇપર્સ પાસે નોકઆઉટમાં પોતાનો દાવો રજૂ કરવાની એક અંતિમ તક હશે. અમદાવાદ એસજી પાઇપર્સ બુધવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ-2024ના ડેબ્યુટન્ટ્સના મુકાબલામાં જયપુર પેટ્રિયોટ્સ સાથે ટકરાશે.

આ ફ્રેન્ચાઈઝી આધારિત લીગને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના સહયોગ અંતર્ગત નીરજ બજાજ અને વિટા દાની દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. ટિકિટ બુકમાયશોના માધ્યમથી ઑનલાઇન અને જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમના ગેટ નં.1  પાસે બૉક્સ ઑફિસ પર ઑફલાઇન ઉપલબ્ધ છે. 

ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની અંતિમ લીગ મેચમાં બંને ટીમોની વચ્ચે પાંચ પોઈન્ટનું માર્જીન હતું.  જેમાં અમદાવાદ એસજી પાઇપર્સ  30 પોઈન્ટ સાથે પાંચમા સ્થાન પર છે,  જ્યારે જયપુર પેટ્રિયોટ્સ 25 પોઈન્ટ સાથે આઠમાં સ્થાન પર છે. આ સમીકરણો ઝડપથી બદલાઈ શકે છે, જેમ કે આખી સિઝનમાં જોવા મળ્યું છે કે એમ બંને ટીમો પાસે હજુ પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે એક તક છે.

પરિણામ સ્વરૂપ ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ના ફર્સ્ટ ટાઈમરો વચ્ચે એક રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. જેમાં બંને ટીમની પાસે  એવા ખેલાડીઓ છે, જે પોત-પોતાની ટીમો માટે જીતનો માર્ગ પ્રશસ્ત કરવા માટે સક્ષમ છે. અમદાવાદ સ્થિત આ ટીમની આશા ટુર્નામેન્ટની સર્વોચ્ચ રેન્કિંગ વાળા ખેલાડી અને વર્લ્ડની 13 નંબરની ખેલાડી બર્નાડેટ સઝોક્સ પર ટકેલી છે. જ્યારે  રોમાનિયન સ્ટાર્સ જયપુર પેટ્રિયોટ્સ થાઈ રિક્રૂટ સુથાસિની સવેત્તાથી સંભવિત ટક્કર દિવસનું મુખ્ય આકર્ષણ બની શકે છે.

ફ્રાન્સના માનુષ શાહ અને લિલિયન બાર્ડેટ પણ અમદાવાદ એસજી પાઇપર્સને ખૂબ જ જરૂરી લીડ આપવાની જવાબદારી નિભાવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ જયપુર પેટ્રિયોટ્સને દક્ષિણ કોરિયન સ્ટાર ચો સ્યુંગમીન, મૌમિતા દત્તા અને સ્નેહિત એસએફઆરથી નોકઆઉટની રેસમાં આગળ રાખવાની અપેક્ષા રાખશે.

ટીમ –  અમદાવાદ એસજી પાઇપર્સ વર્સિસ  જયપુર પેટ્રિયોટ્સ

અમદાવાદ એસજી પાઇપર્સ: માનુષ શાહ, બર્નાડેટ સઝોક્સ (રોમાનિયા), લિલિયન બાર્ડેટ (ફ્રાન્સ), રીથ ટેનિસન, કૃતિકવા સિંહા રોય, જશ મોદી

જયપુર પેટ્રિયોટ્સ: ચો સેંગમીન (દક્ષિણ કોરિયા), સુથાસિની સવેત્તાબુટ (થાઇલેન્ડ), સ્નેહિત એસએફઆર, રોનિત ભાંજા, મૌમિતા દત્તા, નિત્યાશ્રી મણિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here