2900થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા
સાપુતારા 13 ફેબ્રુઆરી 2025: હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)દ્વારા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશનું આયોજન કરીને માર્ગ સુરક્ષા વાતાવરણ નિર્માણ કરવાના એકધાર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ થકી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા વિદ્યાલયના 2900થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા બાબતે મહત્ત્વપૂર્ણ જ્ઞાનથી સુસજ્જ કરીને યુવાનો નાગરિકોમાં જવાબદાર માર્ગ વર્તન વિશે મૂલ્યવાન ઈનસાઈટ્સ આપવામાં આવી હતી.
યુવાનોમાં વહેલી ઉંમરે માર્ગ સુરક્ષાના શિક્ષણના મહત્ત્વને ઓળખતાં એચએમએસઆઈ દ્વારા જાગૃતિની પાર જવા અને સુરક્ષિત વ્યવહારો પ્રત્યે લાંબા ગાળાનું પરિવર્તન લાવવા પ્રોત્સાહન આપવા માટે આ ઝુંબેશ તૈયાર કરવામાં આવી છે. વહેલી ઉંમરે સુરક્ષિત રાઈડિંગ આદતો કેળવતાં વિદ્યાર્થીઓ સતર્ક માર્ગ ઉપભોક્તા બને છે, જે પછી તેમના પરિવારો અને સમુદાયોને સુરક્ષિત વ્યવહારો અપનાવવા માટે પ્રભાવિત કરે છે. નિયમિત રીતે શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ- સરકારી અને બિન-સરકારી- સાથે સહભાગી થઈને એચએમએસઆઈ એવી સંસ્કૃતિ કેળવવા માગે છે જ્યાં માર્ગ સુરક્ષા ભાવિ પેઢીનો બીજો સ્વભાવ બનીને બધા માટે સુરક્ષિત ભવિષ્યને આકાર આપે.
સાપુતારાની ઝુંબેશમાં સહભાગી અને માહિતીસભર રીતે માર્ગ સુરક્ષા શિક્ષણ મળે તેની ખાતરી રાખવા માટે વિવિધ પ્રકારની ઈન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી હતી. સહભાગીઓને સુરક્ષિત રાઈડિંગના પાઠ, ખતરો ભાંખવાની તાલીમ, માર્ગ સુરક્ષા ક્વિઝ, ગેમ્સ, હેલ્મેટ જાગૃતિ અને રાઈડિંગ ટ્રેનર સત્રોમાં સહભાગી કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ માર્ગ સુરક્ષાના મહત્ત્વ પર ભાર આપવા સાથે કાયમી છાપ નિર્માણ કરીને સહભાગીઓ આ પાઠ તેમના દૈનિક જીવનમાં પણ પાલન કરે તેની ખાતરી રાખે તે રીતે તૈયાર કરવામાં આવી હતી.
એચએમએસઆઈ દ્વારા આ ઝુંબેશનું આયોજન કરવા ટેકો આપવા અને તેને સફળ બનાવવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા વિદ્યાલયનો આભાર માનવામાં આવ્યો હતો. આ સક્રિય સહભાગને કારણે 2900થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો સુધી પહોંચીને જવાબદાર માર્ગ વર્તનને પ્રોત્સાહિત કરવાના એકત્રિત લક્ષ્ય પર ભાર આપવામાં આવ્યો હતો. આ ભાગીદારી સુરક્ષિત અને વધુ માહિતગાર સમુદાય નિર્માણ કરવા સંસ્થાઓ સાથે એકત્રિત કામ કરવાના મહત્ત્વને આલેખિત કરે છે.
મોજૂદ માર્ગ સુરક્ષા પહેલો થકી એચએમએસઆઈ દ્વારા ગુજરાત3 લાખથી વધુ પુખ્તો અને બાળકો સુધી પહોંચીને માર્ગ પર જવાબદાર પસંદગી કરવા વ્યવહારુ જ્ઞાનથી તેમને સુસજ્જ કરવામાં આવ્યો હતા. ગુજરાત ઝુંબેશ બધા માટે સુસક્ષિત ડ્રાઈવિંગ અને રાઈડિંગની આદતોને પ્રોત્સાહન આપવા અને માર્ગ સુરક્ષા પર કાયમી છાપ છોડવાના એચએમએસઆઈના પ્રયાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાની માર્ગ સુરક્ષા પ્રત્યે સીએસઆર કટિબદ્ધતાઃ
2021માં હોંડા દ્વારા વર્ષ 2050 માટે ગ્લોબલ વિઝન સ્ટેટમેન્ટની ઘોષણા કરવામાં આવી હતી, જ્યાં તેણે હોંડા મોટરસાઈલો અને ઓટોમોબાઈલોને સાંકળતી ઝીરો ટ્રાફિક કોલિઝન ફેટાલિટીઝ માટે ભાર આપ્યો હતો. ભારતમાં એચએમએસઆઈ 2030 સુધી જીવલેણ અકસ્માતની સંખ્યા અડધોઅડધ ઓછી કરવાના ધ્યેય અને ભારત સરકારના નિર્દેશની રેખામાં કામ કરી રહી છે.
આ લક્ષ્ય હાંસલ કરવાનું એક મહત્ત્વપૂર્ણ પાસું વર્ષ 2030 સુધી આપણા બાશકોમાં માર્ગ સુરક્ષા તરફ હકારાત્મક વિચારધારા વિકસાવવાનું છે અને ત્યાર પછી તેમને માહિતગાર કરવાનું ચાલુ રાખવાનું છે. શાળા અને કોલેજોમાં માર્ગ સુરક્ષા શિક્ષણ જાગૃતિ નિર્માણ કરવા સાથે યુવાનોમાં સુરક્ષાની સંસ્કૃતિની કેળવણી કરે છે અને તેમનું રોડ સેફ્ટી એમ્બેસેડરમાં રૂપાંતર કરે છે. તે ભાવિ પેઢીને જવાબદાર બનાવવા અને સુરક્ષિત સમાજમાં નોંધપાત્ર રીતે યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે.
એચએમએસઆઈ એવી કંપની બનવા માગે છે જેનું અસ્તિત્વ ટકી રહેઅને શાળાના બાળકોથી કોર્પોરેટ્સ અને સમાજ સુધી દરેક વર્ગને પહોંચી વળવા માટે અજોડ આઈડિયા સાથે સમાજના દરેક વર્ગમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ફેલાવવા પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.
એચએમએસઆઈ શાળાના બાળકોથી કોર્પોરેટ કર્મચારીઓ અને સમુદાય સુધી સર્વ વર્ગમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. સેફ્ટી ઈન્સ્ટ્રક્ટરોની કુશળ ટીમ સાથે એચએમએસઆઈ દ્વારાભારતભરમાં તેના 10 દત્તક લેવાયેલા ટ્રાફિક ટ્રેનિંગ પાર્કસ (ટીટીપી) અને 6 સેફ્ટી ડ્રાઈવિંગ એજ્યુકેશન સેન્ટર્સ (એસડીઈસી) ખાતે રોજ માર્ગ સુરક્ષા શૈક્ષણિક કાર્યક્રમો હાથ ધરાય છે. આજ સુધી આ પહેલ થકી 90 લાખથી વધુ ભારતીયો સુધી પહોંચાયું છે.
તેના રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યકરમ થકી એચએમએસઆઈ પૂરું પાડે છેઃ
- વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા શીખવાના મોડ્યુલ્સ: તેમાં રસ્તાના ચિહનો, ડ્રાઈવરની જવાબદારીઓ, રાઈડિંગ ગિયર અને સુરક્ષિત રાઈડિંગની એથિકેટ્સ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો આવરી લેવાય છે.
- પ્રેક્ટિકલ લર્નિંગ: આ વર્ચ્યુઅલ રાઈડિંગ સિમ્યુલેટર્સ સહભાગીઓને વાસ્તવિક રાઈડિંગ પર્વ 100 શક્ય રસ્તા પરના ખતરાઓનો અનુભવ કરાવે છે.
- ઈન્ટરએક્ટિવ ટ્રેનિંગઃ “કિકેન યોસોકુ ટ્રેનિંગ” (કેવાયટી) જે રસ્તાનાં જોખમો પ્રત્યે સંવેદનશીલતા વધારે છે અને સુરક્ષિત ડ્રાઈવિંગ વર્તનને પ્રોત્સાહન આપે છે.
- મોજૂદ રાઈડરો માટે કુશળતામાં વધારો: સ્લો રાઈડિંગ પ્રવૃત્તિઓ અને નેરો પ્લેન્ક રાઈડિંગ કસરતો અનુભવી રાઈડરોની કુશળતા નિખારે છે.
એચએમએસઆઈએ તાજેતરમાં તેનું ઈનોવેટિવ ડિજિટલ રોડ સેફ્ટી લર્નિંગ પ્લેટફોર્મ ઈ-ગુરુકુલ રજૂ કર્યું છે, જે 5 વર્ષથી 18 વર્ષ સુધીના ત્રણ વિશિષ્ટ વય જૂથો માટે તૈયાર ટ્રેનિંગ મોડ્યુલો પ્રદાન કરીને માર્ગ સુરક્ષા પ્રત્યે વ્યાપક અભિગમની ખાતરી રાખે છે. હાલમાં મોડ્યુલ ઘણી બધી ભાષામાં ઉપલબ્ધ છે, જેમ કે, કન્નડ, મલયાલમ, હિંદી, તેલુગુ, તમિળ અને ઈન્ગ્લિશ, જે સમાવેશકતા અને પ્રાદેશિક સુસંગતતાની ખાતરી રાખે છે અને ઈ-ગુરુકુલનીegurukul.honda.hmsi.inપર પહોંચ મેળવી શકાય છે. આ મંચ વિવિધ પ્રદેશોમાં પહોંચક્ષમતાની ખાતરી રાખવા માટે લાઈવ સ્ટ્રીમિંગ અથવા ડાઉનલોડિંગ અને બહુભાષી મોડ્યુલ્સને સપોર્ટ કરે છે. ઈ-ગુરુકુલની રજૂઆત બાળકો, શિક્ષકો અને ડીલરોને સુરક્ષિત માર્ગ વ્યવહારો અપનાવવા માટે સશક્ત બનાવવાના એચએમએસઆઈની મોજૂદ પ્રયાસોનો ભાગ છે. આ પહેલ દરેક રાજ્યની આવરી લેવા માટે વિસ્તારાશે, જે અલગ અલગ વય જૂથો માટે તૈયાર માર્ગ સુરક્ષા શિક્ષણને પ્રમોટ કરશે. આ માહિતીને પહોંચ મેળવવા માટે ઈચ્છુક કોઈ પણ શાળા અહીં સંપર્ક કરી શકે છેઃSafety.riding@honda.hmsi.in.
વધુ માહિતી માટે સંપર્કઃ corporate.communications@honda.hmsi.in